જાણો અઠવાડિયામાં ક્યાં દિવસે ક્યાં રંગના કપડા પહેરવાથી થાય છે શુભ..
અઠવાડિયાના દરેક દિવસ કોઈ ને કોઈ રંગ સાથે સંકળાયેલા હોય છે, દરેક વાર પ્રમાણે રંગો પહેરવા આપણા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આપણી આસપાસ પણ ઘણા રંગ જોવા મળે છે. જે આપણા જીવનમાં ખુબ જ ખાસ મહત્વ ધરાવે છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર, અઠવાડિયાના સાત વાર કોઇને કોઇ ભગવાન અને ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. આજે અમે તમને જ્યોતિશાસ્ત્ર અનુસાર ક્યાં દિવસે ક્યાં રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે.
image source
સોમવાર
સોમવારનો દિવસ સીધા ચંદ્રમા સાથે જોડાય છે. આ દિવસે સફેદ કે હળવા રંગના કપડા પહેરવા ખૂબ શુભ ગણાય છે, આ રંગનો ઉપયોગ કરવાથી ચંદ્રમાની કૃપા બની રહે છે.
image source
મંગળવાર
મંગળવારને હનુમાનજીનો દિવસ માનવમાં આવે છે. હનુમાનજી અને મંગળ ગ્રહને શાંત રાખવા માટે આ દિવસે લાલ અને નારંગી રંગનાં કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. આ રંગોના કપડાં પહેરવાથી ઉત્સાહ અને પ્રભાવ વધે છે
બુધવાર
બુધવાર ગણેશજી અને બુધ ગ્રહ સાથે જોડાયેલો છે. આ લીલા રંગનો ઉપયોગ કરવાથી બુધ પ્રસન્ન રહે છે લીલો રંગ સુખ, સમૃદ્ધિ, સમૃદ્ધિ, પ્રેમ, દયા, પવિત્રતાનું પ્રતીક છે.
image source
ગુરુવાર
હિંદુ ધર્મમાં ગુરૂઓનાં દેવ વિષ્ણુ ભગવાન માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પીળો રંગ પ્રિય છે. એવામાં ભાગ્યને ચમકાવવા માટે ઘરની મહિલાઓ સહિત બધા જ પીળા રંગનાં વસ્ત્રો પહેરવા જોઈએ. એટલા માટે ગુરૂવારે પીળા રંગના કપડા કે સોનાથી બનેલા ઘરેણા પહેરો.
શુક્રવાર
શુક્ર ગ્રહ હંમેશા શાંત રહે તો શુક્રવારનાં દિવસે સફેદ રંગ અચુક પહેરો. આમ કરવાથી તમારા પરિવાર અને સમાજ બંને જગ્યાએ તમને પ્રતિષ્ઠા અને સન્માન પ્રાપ્ત થશે.
image source
શનિવાર
શનિવારે શનિદેવનો વાર હોવાને કારણે આ દિવસે કાળા રંગનાં વસ્ત્રો તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. આ દિવસે કાળા રંગનાં વસ્ત્ર પહેરવાથી શનિદેવની કૃપા થઈ શકે છે.
રવિવાર
રવિવાર એટલે સૂર્યનો દિવસ. રવિવારે ઓરેંજ કે લાલ રંગના કપડા પહેરવા જોઈએ. આ દિવસે જો તમે લાલ રંગનાં વસ્ત્રો પહેરો છો તો તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. પતિ અને બાળકોનાં જીવનમાં જલ્દીથી તરક્કી જોવા માટે મહિલાઓ પોતે લાલ રંગનાં કપડા પહેરવાની સાથે સાથે તુલસી માતાને પણ લાલ ચૂંદડી ચડાવો.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "જાણો અઠવાડિયામાં ક્યાં દિવસે ક્યાં રંગના કપડા પહેરવાથી થાય છે શુભ.."
ટિપ્પણી પોસ્ટ કરો