રેખાના પતિ દેખાવમાં હતા ખૂબ જ હેન્ડસમ, દુપટ્ટાથી ગળે ફાંસો ખાઇ મુકેશ અગ્રવાલે આપ્યો હતો જીવ, એ રાત્રે થયુ હતુ કંઇક એવું કે…
ખુબ જ હેન્ડસમ દેખાતા હતા રેખાના પતિ, એવું શું થયું કે લગ્નના ૭ મહિના પછી જ લઈ લીધો પોતાનો જીવ ?
બોલીવુડની એવરગ્રીન અભિનેત્રી રેખાને કોણ નથી ઓળખતું. રેખાની ઉમર ૬૫ વર્ષની થઈ ગયા હોવા છતાં આજે પણ રેખાની ગણતરી ખુબસુરત અભિનેત્રીઓમાં થાય છે. જો કે, રેખા પછી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓ આવી અને ચાલી ગઈ પરંતુ રેખાની આગળ કોઈ ટકી શકી નહી. રેખા જેટલી પોતાની ખુબસુરતી માટે જાણવામાં આવે છે, એટલી જ ચર્ચામાં રહી છે તેમની પર્સનલ લાઈફ.
પર્સનલ લાઈફના લીધે ચર્ચામાં રહી.

રેખા છે જ એટલું ખુબસુરત કે, લોકો તેમને જોતા જ તેમની પર પોતાનું દિલ હારી જતા હતા, જેના લીધે તેમના અફેર પણ કેટલાક સ્ટાર્સ સાથે રહ્યા. ખુબ જ ઓછા લોકો જાણે છે કે, રેખાએ લગ્ન જરૂર કર્યા હતા પરંતુ એક બિઝનેસ મેન સાથે… પણ તેમના પતિ પણ ઓછા હેન્ડસમ હતા નહી. અફસોસ તેમના લગ્ન લાંબા સમય સુધી ના ટકી શક્યું જેના જવાબદાર ક્યાંકને ક્યાંક રેખાને જ માનવામાં આવે છે. ચાલો જોઈએ રેખાના લગ્ન જીવનની એક ઝલક…
કેટલાક મહિના પછી જ લગ્નથી અકળાઈ ગઈ હતી રેખા..

વર્ષ ૧૯૯૦માં પ્રસિદ્ધ અભિનેત્રી રેખાએ બિઝનેસ મેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. પણ લગ્નના કેટલાક મહિના પછી જ રેખા પોતાના પતિથી દુર રહેવા લાગી હતી. રીપોર્ટમાં જણાવ્યા મુજબ રેખા પોતાના લગ્નથી ખુશ હતી નહી અને તેઓ ધીરે ધીરે પોતાના લગ્નથી અકળાઈ ગઈ હતી. જો કે, મુકેશએ રેખાની નજીક આવવાનું અને તેમનું મન બદલવાના ખુબ પ્રયત્ન કર્યા પરંતુ રેખાનું મન બદલાયું નહી જેના કારણે તેમના પતિ મુકેશ અગ્રવાલ પણ તણાવમાં રહેવા લાગ્યા. એવું કહેવામાં આવે છે કે, આ તણાવની અસર મુકેશ પર એટલી હદ સુધી પડી કે, લગ્નના ફક્ત ૭ મહિનાની અંદર જ તેમણે આત્મહત્યા કરી લીધી.

આપને જણાવીએ કે, જયારે બંનેએ લગ્ન કર્યા તો આ બંનેની ઉમર ૩૫ અને ૩૭ વર્ષના હતા. એક કોમન ફ્રેન્ડ દ્વારા બંનેની મુલાકાત થઈ હતી. મુકેશ રેખાને પહેલી નજરમાં જ પસંદ કરવા લાગ્યા હતા. જયારે મુકેશએ રેખાની સામે લગ્નનું પ્રપોઝલ રાખ્યું તો રેખા પણ માની ગઈ. બંનેએ લગ્ન તો કરી લીધા પરંતુ કોઈને પોતાના લગ્ન વિષે જણાવ્યું નહી. જો કે, મુકેશ પોતાના લગ્ન વિષે ફિલ્મ સાથે જોડાયેલ મિત્રોને જણાવવા ઈચ્છતા હતા પરંતુ રેખાએ સ્પષ્ટ રીતે મનાઈ કરી દીધી. રેખાએ આવું કેમ કર્યું…આ વાત આજે પણ રહસ્ય છે.
બધાથી છુપાવીને રાખીને હતી લગ્નની વાત.

રેખાએ પોતાના ફક્ત ત્રણ મિત્રો હેમા માલિની, અકબર ખાન અને સંજય ખાન સાથે મળવાની ઈચ્છા વ્યક્ત કરી. એવું કહેવામાં આવે છે કે, જયારે રેખા પોતાના પતિ સાથે હેમા માલિનીને મળવા પહોચી તો હેમાએ રેખાને પૂછ્યું કે શું તેમણે આ વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે અને શું આ પૈસા વાળા છે, જો કે, રેખાએ હેમા માલિનીના આ પ્રશ્નનો કોઈ જવાબ આપ્યો નહી. રેખાના પતિ મુકેશ ઈચ્છતા હતા કે, તેઓ ફિલ્મોમાં કામ ના કરે પરંતુ રેખા માની નહી.

જેના કારણે મુકેશ પોતાના બિઝનેસની ચિંતા કર્યા વગર રેખાની સાથે જ રહેવા લાગ્યા. એટલું જ નહી, રેખાની સાથે સેટ પર પણ જતા જ્યાં લોકો તેમને જોઇને કહેતા કે, ‘શું આ જ છે, જેમની સાથે રેખાએ લગ્ન કર્યા.’ મુકેશના આવા વર્તનથી રેખાને શર્મિન્દગીનો અનુભવ કરવા લાગી હતી જેના કારણે રેખા મુકેશ અને તેમના પરિવારથી દુર રહેવા લાગે છે. આ જ તેમના પતિના ડીપ્રેશનનું કારણ બન્યું જેના લીધે તેમણે રેખાના દુપટ્ટાથી લટકીને પોતાનો જીવ આપી દીધો.

પતિની મૃત્યુ પછી પણ રેખા સિંદુર લગાવતી રહી અને આજ સુધી લગાવી રહી છે. આવામાં લોકોએ હંમેશા પ્રશ્ન કરતા રહે છે કે, રેખા કોના નામનું સિંદુર લગાવે છે… એટલું જ નહી, તેમનું નામ ક્યારેક અમિતાભ બચ્ચન સાથે જોડવામાં આવ્યું છે તો ક્યારેક સંજય દત્ત સાથે.. પણ એકવાર રેખાએ જાતે જ જણાવ્યું હતું કે, તેઓ આજે પણ સિંદુર કેમ લગાવે છે.

અભિનેત્રી રેખાએ પોતાના એક ઇન્ટરવ્યુમાં માંગના સિંદુરનો ખુલાસો કર્યો જેમાં રેખાએ કહ્યું છે કે, તેમની માંગમાં સિંદુર કોઈના નામનું છે નહી ઉપરાંત તેમના મેકઅપમાં સિંદુર શોભે છે તેઓ એટલા માટે પોતાની માંગમાં સિંદુર લગાવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "રેખાના પતિ દેખાવમાં હતા ખૂબ જ હેન્ડસમ, દુપટ્ટાથી ગળે ફાંસો ખાઇ મુકેશ અગ્રવાલે આપ્યો હતો જીવ, એ રાત્રે થયુ હતુ કંઇક એવું કે…"
ટિપ્પણી પોસ્ટ કરો