સુરેશ રૈનાના પરિવારમાં આ નજીકની વ્યક્તિનું નિધન થતા શોકમય વાતાવરણ, જાણો આ વિશે શું કહ્યું રૈનાએ…

ફુઆના મૃત્યુ પછી સુરેશ રૈનાના કજિનની થઈ મૃત્યુ, ટ્વીટ કરીને ક્રિકેટરએ કહ્યું- બચવા ના જોઈએ ગુનેગારો.

ક્રિકેટર સુરેશ રૈના (Suresh Raina)ના પરિવારના સભ્યો પર પંજાબ (Punjab) રાજ્યના પઠાનકોટ જીલ્લામાં જીવલેણ હુમલો થયો હતો. આ હુમલામાં શનિવારના રોજ તેમના ૫૮ વર્ષીય ઉમર ધરાવતા ફુઆની મૃત્યુ થઈ ગઈ. જયારે ફઈ અને બંને પિતરાઈ ભાઈઓ ગંભીર રીતે ઘાયલ થયા.

image source

હવે સુરેશ રૈનાએ પોતાના એક ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે, સોમવાર રાતે તેમના પિતરાઈ ભાઈની મૃત્યુ થઈ ગઈ છે. ક્રિકેટર સુરેશ રૈના (Suresh Raina)એ પંજાબ પોલીસ (Punjab Police) અને રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Capt. Amrinder Singh) પાસે ગુનેગારો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી છે. સુરેશ રૈનાનું કહેવું છે કે, ગુનેગારો બચવા જોઈએ નહી. તેમણે કહ્યું કે, અમને આ જાણવાનો હક છે કે, અંતે તે રાતે શું થયું હતું.

ફુઆને મોતને ઘાટ ઉતાર્યા, પિતરાઈ ભાઈએ પણ દમ તોડી દીધો.

ક્રિકેટર સુરેશ રૈનાએ લખ્યું છે કે, ‘મારા પરિવારની સાથે પંજાબમાં જે થયું, તે ભયાનકતાથી પણ ઉપર હતું. મારા ફુઆને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા, મારી ફઈ અને મારા બંને ભાઈઓને ગંભીર રીતે ઘાયલ થયા છે, દુર્ભાગ્યથી મારા પિતરાઈ ભાઈએ પણ સોમવારની રાતે જિંદગી માટે લડતા લડતા દમ તોડી દીધો. મારા ફઈ હજી પણ ઘણી ગંભીર સ્થિતિમાં છે અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે.’

image source

વધુ આગળ જણાવતા સુરેશ રૈના લખે છે કે, ‘હજી સુધી અમે એ પણ નથી જાણતા કે, તે રાતે થયું શું હતું. હું પંજાબ પોલીસને વિનંતી કરું છું કે આ મામલાને ગંભીરતાથી લેવામાં આવે. ઓછામાં ઓછું અમને આ જાણવાનો હક છે કે, તેમની સાથે આ જઘન્ય કૃત્ય કોણે કર્યું છે. એ ગુનેગારોને છોડવામાં આવવા જોઈએ નહી, જેથી કરીને તેઓ આગળ જતા આવી કોઈ ઘટનાને અંજામ આપી શકે નહી’

image source

પોલીસનું કહેવું છે કે, તેમનો પરિવાર જયારે પોતાના ઘરના ધાબા પર સુઈ રહ્યો હતો, ત્યારે ‘કાળા ક્ચ્છાવાળા’ ગેંગએ તેમની પર હુમલો કરી દીધો. આ ઘટના તા. ૧૯ ઓગસ્ટ, ૨૦૨૦ની રાતના પઠાનકોટમાં આવેલ માધોપુરના થારીયાલ ગામમાં થયો હતો. લુંટેરાઓ હથિયારોથી સજ્જ હતા. પોલીસે જણાવ્યું છે કે, ‘સુરેશ રૈનાના ફુઆની ઓળખ અશોક કુમારના રૂપમાં કરવામાં આવી છે, જેઓ એક સરકારી ઠેકેદાર હતા. તેઓ આ હુમલામાં ખુબ જ ઘાયલ થયા હતા. તેમની ૮૦ વર્ષીય માતા સત્યા દેવી, પત્ની આશા દેવી, દીકરા અપિન અને કૌશલ પણ ખુબ જ ઘાયલ થયા હતા.

image source

સુરેશ રૈના આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમે છે. ફ્રેન્ચાઈઝીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) કે. એસ. વિશ્વનાથનએ શનિવાર સવારના ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, સુરેશ રૈના અંગત કારણોથી ભારત પાછા આવ્યા છે અને તેઓ આઈપીએલની આ સીઝનમાં હાજર નહી રહે. ચેન્નઈ સુપર કિંગ્સ સુરેશ રૈના અને તેમના પરિવારને પૂરું સમર્થન આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

Related Posts

0 Response to "સુરેશ રૈનાના પરિવારમાં આ નજીકની વ્યક્તિનું નિધન થતા શોકમય વાતાવરણ, જાણો આ વિશે શું કહ્યું રૈનાએ…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel