જમતા સમયે નીકળે વાળ તો તે આપે છે પિતુદોષનો સંકેત, તેવુ થાય તો કરો આ ઉપાય
૨ સપ્ટેમ્બરથી પિતૃપક્ષ શરૂ થઇ ચુક્યા છે. આ દિવસોમાં, ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો તેમના પૂર્વજોની ઉજવણી કરવા તેમજ તેમના આત્માની શાંતિ માટે પંડિતોને તેમના ઘરે આમંત્રણ આપે છે અને તેમને ભોજન કરાવે છે. તેમના આત્માની શાંતિ માટે, તે ગરીબ તેમજ જરૂરતમંદોને તેમના નામે દાન આપે છે. તેવામાં પૂર્વજો પણ તેમનાથી ખુશ છે અને આશીર્વાદ આપે છે.
image source
હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, જ્યાં ઘરોમાં શ્રાદ્દ કે તર્પણ ન કરવામાં આવે છે તે લોકોના જીવનમાં કષ્ટ તેમજ દુઃખ સહન કરવું પડે છે. તેવી સ્થિતિમાં, પિતરુની આત્માને શાંતી ન મળવાથી તેઓ તેમના પરિવારથી નારાજ થાય છે અને ઘર પર ગુસ્સે થાય છે. તેમના જીવન નકારાત્મકતા ફેલાય છે. તેથી, હિન્દુ ધર્મમા પૂર્વજોનું શ્રાદ્દ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પૂર્વજો ગુસ્સે થવાથી ઘર તેમજ પરિવારને થોડા સંકેત આપે છે. તો ચાલો જાણીએ તે સંકેતો વિશે…
image source
ભોજનમા વાળ આવવુ
ઘણીવાર કેટલાક લોકોને ખાવામા વાળ આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણી વાર, આ વાળ આવ્યો ક્યાંથી તે જાણી શકાયું નથી. સાથે જ, તે ઘરના કોઇ એક સભ્યની પ્લેટમાંથી જ નીકળે છે. તેવી સ્થિતિમાં, તેને અવગણવાની જગ્યાએ, તેના પર વિચાર કરવો જરૂરી છે. તેની પાછળનુ સીધુ કારણ પિત્તુદોષ કહેવામાં આવે છે. તેવામા વ્યક્તિને જીવનમાં ઘણી વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ માટે કોઈ પંડિત પાસે જઈને પિત્તુદોષ દુર કરવાના પગલાં લેવા જોઈએ.
image source
સ્વપ્નમાં વારે વારે પિતૃનું દેખાવુ અથવા તેની સાથે વાત કરવી
લોકોને ઘણીવાર સપનામાં પિત્રુના દર્શન થાય છે. આ એક માત્ર સંયોગ નથી પરંતુ પિત્રુની ઇચ્છાથી થાય છે. માનવામાં આવે છે કે આ રીતે ધરના કોઇ વ્યક્તિના સ્વપ્નમાં પિત્રુના આવવાનો અર્થ એ છે કે તેની કોઇ અધુરી ઇચ્છા છે. તેઓ તેમની આ ઇચ્છાને પૂર્ણ કરવા માટે વારે વારે આ સ્વપ્નમાં આવે છે. આ માટે, જે સભ્યના સ્વપ્નમાં આવે છે તેણે તેના પૂર્વજની પસંદની કોઈ પણ વસ્તુ દાન કરવી જોઈએ. તેનાથી તેના પૂર્વજોની ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને તેમના આત્માને શાંતિ મળે છે.
image source
બાળકોને લગતી સમસ્યા
ઘણા યુગલો એવા હોઇ છે કે જેઓના લગ્નન ઘણા વર્ષો પછી પણ સંતાન સુખ પ્રાપ્ત થતુ નથી. આ પાછળનું કારણ પિત્તુદોષ હોઈ શકે છે. માનવામાં આવે છે કે કોઈ કારણોસર પૂર્વજો અથવા પિત્તુ તમારાથી ગુસ્સે હોઇ શકે છે. તેથી, કુટુંબના મોટા વડીલો સાથે હંમેશા આદર સાથે વર્તવું જોઈએ. તેમની સારી કાળજી લઈને તેમના સુખ અને દુખની ક્ષણોમાં તેમને ટેકો આપવો જોઈએ. જેથી તેના મૃત્યુ પછી પણ તેઓ તમારી સાથે ખુશ રહે. સાથે જ તેમના મૃત્યુ પછી તેમના નામ પર પંડિતોને ભોજન કરાવો અને ત્યાર બાદ થોડું દાન તેમજ દક્ષિણા આપો.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "જમતા સમયે નીકળે વાળ તો તે આપે છે પિતુદોષનો સંકેત, તેવુ થાય તો કરો આ ઉપાય"
ટિપ્પણી પોસ્ટ કરો