અક્ષય કુમારએ વિડીયો શેર કરીને ચાહકોની માંગી માફી, જાણો કેમ?

અક્ષય કુમારએ વિડીયો શેર કરીને ફેંસની માંગી માફી, જાણો કેમ?

અભિનેતા અક્ષય કુમારએ તા. ૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ પોતાનો ૫૩મો જન્મદિન મનાવ્યો હતો. અક્ષય કુમારએ પોતાના જન્મદિન પર ફેંસ દ્વારા તેમને ઘણી શુભકામનાઓ આપી છે જેના જવાબમાં હવે બોલીવુડ અભિનેતા અક્ષય કુમારએ એક વિડીયો શેર કર્યો છે. આ સાથે જ અભિનેતા અક્ષય કુમારે મોડા રીપ્લાય કરવા માટે ફેંસની માફી પણ માંગી છે.

image source

અભિનેતા અક્ષય કુમારએ આ વિડીયોમાં કહ્યું છે કે, ‘સૌથી પહેલા હું આપના બધાની માફી માંગવા ઈચ્છું છું કેમ કે, હું ત્રણ દિવસ પછી આપ બધાને રીપ્લાય કરી રહ્યો છું. પરંતુ જેમ કે આપ બધા જાણો છો કે, હું અત્યારના દિવસોમાં સ્કોટલૅન્ડમાં શુટિંગ કરી રહ્યો છે અને આ દરમિયાન પરિવારની સાથે સમય વિતાવવાનો પણ અવસર મળ્યો છે. હું આપના બધાનો દિલથી ધન્યવાદ કહેવા ઈચ્છું છું.’

image source

અભિનેતા અક્ષય કુમાર વધુ જણાવતા કહે છે કે, ‘મારા બધા ફેંસએ આટલા મુશ્કેલ સમયમાં પણ મારો જન્મદિન આટલી સારી રીતે મનાવ્યો. કોઈ ફેન ક્લબએ અનાજનું વિતરણ કર્યું છે, કોઈએ ઝાડ લગાવ્યા છે, તો કોઈએ રક્તદાન કર્યું છે અને કેટલીક વ્યક્તિઓએ ભારતના વીર સૈનિકો માટે ડોનેશન આપ્યું છે.’

image source

અક્ષય કુમારએ પોતાના એક ફેન રમેશના સ્પેશિયલ મેસેજ આપ્યો છે અને કહ્યું છે કે, ‘મારા એક ફેન છે રમેશ જી જે વર્ષોથી ઉઘાડા પગે ફરી રહ્યા છે. રમેશ જી ચપ્પલ પહેરી લો, કોરોના વાયરસ સંક્રમણનો સમય છે એનાથી આપના પરિવારને મુશ્કેલી થશે. ક્યારેક હું રાજસ્થાન આવ્યો તો આપની સાથે મુલાકાત થશે. આપના બધાનો ધન્યવાદ અને હંમેશાની જેમ જે હું કહું છું કે, આપ છો તો હું છું. ધન્યવાદ.’

અક્ષય કુમારએ જણાવ્યું, આરવ કોઈને નથી જણાવતો કે તે મારો દીકરો છે, જાણો તેના કારણ.

તાજેતરમાં જ અક્ષય કુમારએ જણાવ્યું છે કે, તેમના દીકરા આરવ ક્યારેય કોઈને જણાવતા નથી કે, તેઓ તેમના દીકરા છે. અક્ષય કુમારએ આ વાત બેયર ગ્રિલ્સના શોમાં જણાવી છે. તેમણે કહ્યું છે કે, ‘મારો દીકરો ઘણો અલગ છે. આરવ કોઈને નથી જણાવતા કે તેઓ મારા દીકરા છે. તે લાઈમલાઈટથી દુર રેહવા ઈચ્છે છે. આરવ કુમાર પોતાની ઓળખ બનાવવા ઈચ્છે છે. હું તેની આ વાતને સમજુ છું એટલા માટે તેને જેમ રહેવું છે, હું તેને એમ રહેવા દવ છું.’

image source

અક્ષય કુમારને આ પણ જણાવ્યું છે કે, તેમના પિતા તેમના માટે સૌથી મોટી પ્રેરણા છે અને તે તેમના નિયમ- કાયદાઓને ફોલો કરે છે. અક્ષય કુમારએ કહ્યું છે કે, ‘મારા પિતાએ જ મારા જીવનને સૌથી વધારે પ્રભાવિત કર્યો છે અને હું તેમના નિયમો- કાયદાઓને ફોલો કરું છું. મને આશા છે કે, મારો દીકરો પણ આ માર્ગ પર ચાલે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "અક્ષય કુમારએ વિડીયો શેર કરીને ચાહકોની માંગી માફી, જાણો કેમ?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel