લોકડાઉન દરમિયાન ઘરની સાફસફાઈ કરતા મળી એવી વસ્તુ કે આ વ્યક્તિનાં ઉઘડી ગયા નસીબ

વૈશ્વિક મહામારી કોરોના વાયરસને કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશોએ તકેદારીના ભાગરૂપે લોકડાઉન લાગુ કર્યું હતું. આ લોકડાઉન દરમીયાન દુકાનો, બજારો, સ્કૂલો વગેરે બંધ રહયું અને લોકો પોતાના ઘરોમાં રહ્યા. ઘણા લોકો માટે લોકડાઉનનો આ સમયગાળો આકરો રહ્યો જ્યારે અનેક લોકો એવા પણ હતા જેણે આ સમયગાળાને બેકાર વેડફી નાખવાને બદલે તેનો ફાયદો મેળવ્યો. કઈંક આવા જ એક રોચક સમાચાર બ્રિટનથી છે જ્યાં લોકડાઉનના સમય દરમિયાન એક વ્યક્તિએ ઘરની સાફસફાઈ કરવાનું નક્કી કર્યું અને સફાઈ કરતા કરતા તેને લાખો રૂપિયાનો ખજાનો હાથ લાગ્યો.

image source

પોતાના ઘરની સફાઈ દરમિયાન આ વ્યક્તિને એક જુના ટીપોટને યોગ્ય જગ્યાએ રાખવાનો વિચાર આવ્યો. પહેલા તો તેને આ ટીપોટને દાન આપી દેવાનો વિચાર આવ્યો પરંતુ બાદમાં તે એને એક હરરાજી કરનાર પાસે લઈ ગયો જ્યાં તેને જાણવા મળ્યું કે તેની પાસે જે ટીપોટ છે તે કોઈ સામાન્ય ટીપોટ નથી અને બજારમાં તે ટીપોટની કિંમત લગભગ 95 લાખ રૂપિયા આસપાસ છે.

image source

સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ ઉપરોક્ત વ્યક્તિને પોતાની પાસે આટલી કિંમતી વસ્તુ છે તેનો અંદાજો પણ નહોતો. પરંતુ કોરોનાના સમયમાં આ વ્યકિના નસીબ ચમકી ગયા હતા. જો કે આ વ્યકિત કોણ છે અને તેનું નામ શું છે તેની વિગતો હજુ સામે નથી આવી.

image source

નોંધનીય છે કે 15 સેમી પહોળી આ ટીપોટ દુર્લભ શાહી બીજિંગ એનામેલ્ડ ઇવેર છે જે 1735 અને 1799 દરમિયાન ઉપયોગમાં લેવાતી હતી. અને હાલમાં તેની વર્તમાન કિંમત 1,00,000 પાઉન્ડ છે.

image source

આ ટીપોટ જેના ઘરમાં મળી છે તે વ્યકિતના જણાવ્યા મુજબ આ ટીપોટ તેના ઘરમાં વર્ષોથી હતી અને ધૂળ ખાતી હતી. લોકડાઉન દરમિયાન જ્યારે ઘરની સાફસફાઈ થતી હતી ત્યારે તેની નજર આ ટીપોટ પર પડી. શરૂઆતમાં તો તે આ ટીપોટ કોઈને ફ્રીમાં ભેટ આપી દેવા ઇચ્છતો હતો પણ બાદમાં હરરાજીના પારંગત દ્વારા તેને જાણવા મળ્યું કે આ ટીપોટ તો બહુમૂલ્ય છે અને કિયાનલોન્ગના શાસન દરમિયાન આવા ટીપોટ બહુ ફેશનેબલ હતા.

image source

જે હોય તે લોકડાઉનનો સમયગાળો બ્રિટનના ઉપરોક્ત વ્યક્તિ માટે નસીબદાર રહ્યો એ તો નોંધવા જેવું છે જ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "લોકડાઉન દરમિયાન ઘરની સાફસફાઈ કરતા મળી એવી વસ્તુ કે આ વ્યક્તિનાં ઉઘડી ગયા નસીબ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel