ભાવનગરમાં બની કરુણ ઘટના, પિતાની નજર સામે જ ડૂબી ગયા બે દિકરાઓ, પરિવાર બન્યો શોકમગ્ન

ભાવનગર: પિતાની નજર સમક્ષ જ બે સગા ભાઈઓનું નદીના પાણીમાં ડૂબી જવાથી થયું મૃત્યુ, પરિવાર પર આભ તૂટી પડ્યું.

ગુજરાત રાજ્યમાં હવે ચોમાસાની ઋતુ પૂર્ણ થવાના આરે છે અને રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં મેઘરાજા હવે શાંત થયા છે. ત્યારે ગુજરાત રાજ્યના બધા જ જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે અને બધા જ ચેકડેમો પણ અત્યાર સુધી ઓવરફલો થઈ ગયા છે.

image source

રાજ્યમાં જયારે હવે મેઘરાજા શાંત થયા છે ત્યારે હવે ઘણા બધા લોકો મોજ માણવા માટે નવા પાણીથી ભરપુર જળાશયોમાં નાહવા પડે છે જેના લીધે કેટલીક વાર વ્યક્તિ ઊંડા પાણીમાં ડૂબી જવાના લીધે મૃત્યુ થઈ ગઈ હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. હવે અમે પાને ગુજરાત રાજ્યના ભાવનગર શહેરમાં બનેલ આવી એક ઘટના બની છે જેના વિષે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ…

image source

-ભાવનગર: સીદસર ગામના બે ભાઈઓનું માલેશ્રી નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું.

-પગ લપસી જવાના અકસ્માતના કારણે બંને ભાઈ પાણીમાં ડૂબી જાય છે.

-બે ભાઈઓના મૃત્યુ થતા પરિવાર શોકમગ્ન થઈ ગયો.

image source

મળેલ માહિતીના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગરના સીદસર ગામમાં રહેતા કાનજીભાઈ રમણા પોતાના બે દીકરા મોટો દીકરો હર્ષ અને નાનો દીકરો આનંદ બંનેને પોતાની સાથે નદીમાં નાહવા માટે સાથે લઈને જતા જતા હતા. જયારે આ વખતે કાનજી ભાઈ રમણા પોતાના બંનેને પુત્રો હર્ષ અને આનંદને લઈને શામપરા ગામની નજીક આવેલ માલેશ્રી નદીમાં નાહવા માટે લઈને જાય છે. જયારે આ પિતા અને બંને પુત્રો માલેશ્રી નદીએ પહોચીને ત્યાર બાદ નાહવા માટે નદીમાં જાય છે. બંને ભાઈઓ હર્ષ અને આનંદ નદીમાં નાહવા જાય છે ત્યારે એકાએક બે માંથી એક ભાઈનો પગ પાણીની અંદર જ લપસી જ જાય છે અને પાણીમાં ડૂબવા લાગે છે. ડૂબી રહેલ પોતાના ભાઈને બચાવવા માટે બીજો ભાઈ પણ નદીના ઊંડા પાણીમાં જવા લાગે છે અને આમ બંને ભાઈ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

પરિવારના સભ્યો પર આકાશ ફાટી પડ્યું.

image source

માલેશ્રી નદીના પાણીમાં ડૂબી જવાની ઘટનાના પગલે કાનજીભાઈ રમણાના બંને પુત્રોના કમકમાટી ભર્યું મૃત્યુ થઈ ગયું હતું. કાનજીભાઈ રમણાના પરિવારના સભ્યોને આ બનાવ વિષેની જાણકારી મળતા જ પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી.

મૃતક વ્યક્તિ હર્ષ રાઈફલ શુટિંગનો નેશનલ લેવલનો ખિલાડી.

ખાસ વાત એ છે કે, કાનજીભાઈ રમણાના મોટા પુત્ર હર્ષ કાનજીભાઈ રમણા રાઈફલ શુટિંગના નેશનલ લેવલના ખિલાડી હતા. ત્યારે આ બંને પુત્રોના પિતા કાનજીભાઈ રમણા રેફ્રીજરેટર રીપેરીંગ અને તેના સ્પેર પાર્ટ્સનો ધંધો કરતા હોવાનું જાણવા મળ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

Related Posts

0 Response to "ભાવનગરમાં બની કરુણ ઘટના, પિતાની નજર સામે જ ડૂબી ગયા બે દિકરાઓ, પરિવાર બન્યો શોકમગ્ન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel