આ ૬ અભિનેતાઓ જોડે રહ્યું હતું બિપાશા બસુનું અફેયર, યાદીમાં છે દિગ્ગજ અભિનેતાઓના નામ

બોલીવુડની સૌથી હોટ અને ફીટ અભિનેત્રીમાંથી એક બિપાશા બસુ અને અભિનેતા કરણ સિંહ ગ્રોવરના લગ્નને ૪ થી વધારે વર્ષ થઇ ગયા છે. બંને એપ્રિલ ૨૦૧૬ માં લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૫ માં આવેલી ફિલ્મ અલોનમાં બંનેએ એક સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શુટિંગ દરમિયાન જ બંને એકબીજાની નજીક આવ્યા હતા. લગભગ ૧ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી લગ્ન કરવાનો નિર્ણય કર્યો. જોકે, કરણ સાથે લગ્ન પહેલા બિપાશા પોતાના લવ અફેયર્સને લઈને ઘણી ચર્ચામાં રહી છે. આજે અમે તમને આ અભિનેત્રીના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છે.
મિલિન્દ સોમન
મિલિન્દ સોમન બિપાશાના પહેલા બોયફ્રેન્ડ છે, અભિનેત્રીએ મિલિન્દને મોડલિંગના દિવસોથી ડેટ કરવાનું શરુ કર્યું હતું. જે સમયે બિપાશા મોડેલીંગની દુનિયામાં આવી હતી, એ સમયે મિલિન્દ એક સુપરમોડેલ હતા. એક અસાઇનમેન્ટ દરમિયાન બંનેની મિત્રતા થઇ, એ પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. જોકે, આ બંનેનું બહુ જ જલ્દી બ્રેકઅપ થઇ ગયું હતું.
ડિનો મોરયા
બિપાશા અને ડિનો મોરયાના અફેયર વિષે ઘણી ચર્ચા થઇ હતી. બંને પહેલી વાર ફિલ્મ રાજ માં જોવા મળ્યા હતા. આ ફિલ્મના બોલ્ડ સીનની ઘણી ચર્ચા થઇ હતી. મીડિયા રીપોર્ટસ અનુસાર, રાજ ફિલ્મના શુટિંગ દરમિયાન જ બંને એક બીજાની નજીક આવી ગયા હતા. કેટલાક દિવસો સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું.
જોન અબ્રાહમ
ડિનો સાથે બ્રેકઅપ પછી બિપાશાના જીવનમાં જોનનો પ્રવેશ થયો અને આ કપલ બોલીવુડનું સૌથી હોટ કપલ કહેવાયું. જણાવી દઈએ કે બંને લગભગ ૯ વર્ષ સુધી લિવઇનમાં રહ્યા. એ પછી એકબીજા સાથે ઝગડાને લીધે બંનેનું બ્રેકઅપ થઇ ગયું. જોકે, બંનેના બ્રેકઅપનું કોઈ ખાસ કારણ નથી જણાવાયું, પણ એવું કહેવામાં આવે છે કે બિપાશા પોતાના આ સંબંધને લગ્નમાં બદલવા ઇચ્છતી હતી, પણ જોન એવું નહતા ઇચ્છતા.
રાણા દગ્ગુબતી
ફિલ્મ બાહુબલીથી લાઈમ લાઈટ આવેલા એક્ટર રાણા દગ્ગુબતીએ પણ બિપાશા બસુને ડેટ કરી છે. જણાવી દઈએ કે બંનેએ વર્ષ ૨૦૧૧ માં રિલીજ થયેલી ફિલ્મ દમ મારો દમમાં એક સાથે કામ કર્યું હતું. ફિલ્મના શુટિંગ સેટ પણ જ બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો, જોકે આ સંબંધ વધારે ચાલ્યો નહિ. મીડિયા રીપોર્ટસ અનુસાર, રાણાએ બિપાશાને છેતરી હતી, એટલે એમનું બ્રેકઅપ થઇ ગયું હતું.
સૈફ અલી ખાન
રાણા સાથે બ્રેકઅપ પછી બિપાશાનું દિલ સૈફ અલી ખાન પર આવી ગયું હતું. બંનેએ ફિલ્મ રેસ ૨ માં એકસાથે કામ કર્યું હતું, એ દરમિયાન જ બંનેને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો હતો. જોકે આ ફિલ્મના થોડા જ દિવસો પછી સૈફે કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા હતા.
હરમન બાવેજા
અભિનેતા હરમન ફિલ્મ ઢીશક્યાઉં દરમિયાન બિપાશા બસુને મળ્યા. ફિલ્મના શુટિંગ દરમિયાન બંનેને પ્રેમ થઇ ગયો. જણાવી દઈએ કે હરમન બિપાશાના છઠ્ઠા બોયફ્રેન્ડ હતા, જોકે બંનેએ જલ્દી એકબીજાનો સાથ છોડી દીધો.
0 Response to "આ ૬ અભિનેતાઓ જોડે રહ્યું હતું બિપાશા બસુનું અફેયર, યાદીમાં છે દિગ્ગજ અભિનેતાઓના નામ"
ટિપ્પણી પોસ્ટ કરો