ગુજરાતના આ શહેરમાં કોરોનાનો રાફડો ફાટતાં હાહાકાર, એક જ દિવસમાં સીધા આટલા મોત થતાં લાશોનો ઢગલો થયો
કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં 1326 પોઝિટિવ કેસ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 113662એ પહોંચી છે. જ્યારે ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3213એ પહોંચ્યો છે. એક તરફ સારા સમાચાર પણ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 82.71 ટકા છે. પરંતુ એક શહેરમાંથી ખુબ જ ખરાબ સમાચાર આવી રહ્યા છે. અમદાવાદ અને સુરત બાદ રાજકોટની સ્થિતિ ખુબ જ ભયાનક દેખાઇ રહી છે. રાજકોટમાં કોરોનાનું સંક્રણ ખુબ જ વધી ગયું છે. સરકારી ચેપના કોરોના પોઝિટિવ કેસનો આંકડો 6000 કરતાં પણ વધારે છે જ્યારે 110 લોકોએ જીવ ગુમાવ્યા છે.
પહેલાંથી જ આમ જનતા અને મીડિયા રિપોર્ટમાં એવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે સરકારી આંકડાઓમાં કંઇ ગોલમાલ કરવામાં આવી રહી છે. હાલમાં પણ તેવા આક્ષેપો નાંખવામાં આવી રહ્યા છે. રાજકોટમાં મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ આંકડાઓ પર મોઢું બંધ રાખી અને પીછેહઠ કરવામાં આવી રહી હોય એવા એંધાણ દેખાઈ રહ્યા છે. કારણ કે હાલમાં જ એક ચોંકાવનારા સમાચાર વહેતા થયા છે.
જયંતિ રવિએ પણ કોરોના કાળમાં સારી કામગીરી કરી હતી. ત્યારે રાજકોટમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને કંટ્રોલમાં લેવા માટે આરોગ્ય સચિવ પોતે શહેરની મુલાકાતે ગયા હતા અને તેમણે અમદાવાદના તબીબોની ટીમને પણ શહેરની કોવિડ હોસ્પિટલોમાં બોલાવી ધીધા અને કાર્યવાહી હાથ ધરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે. છતાં આ મહામારીને કાબુમાં લેવાને બદલે મૃત્યુઆંક છૂપાવવાની જે નિષ્ઠુર ચેષ્ટા થઈ રહી છે તેને સ્મશાનોના નોંધાયેલા ચોંકાવનારા આંકડાઓએ ઉઘાડા પાડી રહ્યા છે. એક તરફ રાજકોટમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓ પણ યોગ્ય સારવાર નહીં મળવાની બૂમો પાડી રહ્યા છે. ત્યારે રાજકોટથી વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં એક જ દિવસમાં કોવિડ હોસ્પિટલમાં વધુ 36 દર્દીનાં મોત થવાથી અફરા તફરીનો માહોલ પેદા થયો હતો.
આજે રવિવારે રાજ્યમાં આટલા મોત
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 4, સુરત 4, સુરત કોર્પોરેશન 2, ભરૂચ 1, ભાવનગર 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3213એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 94,010 નાગરીકો સાજા થઈ ગયા છે. 3213ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,439 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 87 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,352 સ્ટેબલ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ગુજરાતના આ શહેરમાં કોરોનાનો રાફડો ફાટતાં હાહાકાર, એક જ દિવસમાં સીધા આટલા મોત થતાં લાશોનો ઢગલો થયો"
ટિપ્પણી પોસ્ટ કરો