ધાકડ ગર્લ કંગના રનૌત પાસે છે અઢળક સંપત્તિ, બે વાર આંકડો વાંચશો તો પણ નહિં થાય આ વાત પર વિશ્વાસ
મહારાષ્ટ્રની સરકારને હચમચાવી નાખનાર કંગના રનૌતની પાસે છે કરોડોની સંપત્તિ – આંકડો જાણીને હોશ ઉડી જશે
બોલીવૂડમાં કંગના રનૌતનું નામ પંગા ગર્લ તરીકે પણ પ્રખ્યાત છે કારણ કે તે અવારનવાર તેના સાથી કલાકારો સાથે કે પછી બીજા કોઈ સાથે પંગો લેતી રહે છે. તાજેતરમાં સુશાંતના કેસમાં તેણીએ નેપોટિઝમનો મુદ્દો ઉઠાવીને કંઈ કેટલાએ બોલીવૂડ સ્ટાર્સને પોતાના નિશાન બનાવ્યા છે. અને ત્યાર બાદ હવે કંગનાની હડફેટે મુંબઈ આવી ગયું છે.
કંગનાએ થોડા દિવસ પહેલાં જ મુંબઈની સરખામણી પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મિર સાથે કરી હતી. અને તેની આ કમેન્ટ મહારાષ્ટ્ર સરકાર અને ખાસ કરીને બીએમસીને જરા પણ રાસ નહોતી આવી અને તાજેતરમાં જ કંગના રનૌતની 48 કરોડ રૂપિયાની ભવ્ય ઓફિસ પર બીએમસીએ બુલ્ડોઝર ફેરવી દીધું છે.
કંગના બોલિવૂડમાં છેલ્લા 15 વર્ષથી કામ કરી રહી છે. તેણે આ મુકામ પર પહોંચવા માટે ખૂબ મહેનત કરી છે. તેણી આજે એક એક્ટરમાંથી ફિલ્મ પ્રોડ્યુસર પણ બની ગઈ છે. તેણીને રાષ્ટ્રીય પુરસ્કાર ઉપરાંત તેની એક્ટિંગ માટે ઘણાબધા પુરસ્કારો પણ મળી ચુક્યા છે. તેને ભારત સરકારના ઉચ્ચ સમ્માન એવા પદ્મશ્રીથી પણ નવાજનવામા આવી ચૂકી છે.
પણ 48 કરોડની ઓફિસની માલિક હોવાની વાત ઉઠતાં જ સોશિયલ મિડિયામાં કંગનાની પ્રોપર્ટીને લઈને લોકોમાં એક કુતુહલ ઉભું થઈ રહ્યું છે. તો આજે અમે તમને જણાવીશું કે કંગના ખરેખર કેટલા કરોડોની માલિક છે.
કંગનાએ પોતાની કરોડોની કમાણી પોતાની ફિલ્મો તેમજ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા મેળવી છે. કંગનાની ગણતરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધારે કમાણી કરતી અભિનેત્રીઓમાં થાય છે. મળેલી માહિતી પ્રમાણે કંગના એક ફિલ્મના રૂપિયા 11 કરોડ ચાર્જ કરે છે. આ સિવાય તેણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના એક કરોડથી બે કરોડ ચાર્જ કરે છે.
એક અહેવાલ પ્રમાણે કંગના રનૌતની કુલ સંપત્તિ 93 કરોડ રૂપિયા આસપાસ છે. તેણી મુંબઈમાં આલિશાન ફ્લેટ્સ ધરાવે છે તો તેના વતન એવા મનાલીમાં તેણી એક મોટી વિશાળ હવેલી પણ ધરાવે છે જેની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. આ સિવાય તેણી ઓર્ગેનિક ફાર્મિંગ પણ કરે છે.
કંગના એક ક્લોધિંગ લાઇન પણ ધરાવે છે જેનું નામ Vero Moda. કંગના રનૌતની વાર્ષિક આવક લગભઘ 7.5 કરોડની બતાવવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કંગનાની નેટવર્થમાં લગભગ 37 ટકાનો ઉછાળો આવ્યો છે. કંગના રનૌતે રિયલ એસ્ટેટમાં ખૂબ પૈસા ઇનવેસ્ટ કર્યા છે. મુંબઈમાં તેનું સુંદર અને આલિશાન ઘર છે તો એક ભવ્ય પ્રોડક્શન હાઉસ પણ છે.
કંગનાની લક્ઝરી કાર્સ વિષે વાત કરીએ તો કંગના રનૌત પાસે બીએમડબ્લૂ 7 સિરિઝ અને મર્સિડીઝ બેન્ઝ જીએલઈ એસયુવી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ધાકડ ગર્લ કંગના રનૌત પાસે છે અઢળક સંપત્તિ, બે વાર આંકડો વાંચશો તો પણ નહિં થાય આ વાત પર વિશ્વાસ"
ટિપ્પણી પોસ્ટ કરો