ગુજરાતની આ જગ્યા પર એક વાર જશો તો કાશ્મીરની સૌદર્યંતાને પણ ભૂલી જશો, કોરોના કાળમાં અનેક લોકો આ જગ્યા પર માણી રહ્યા છે જોરદાર મજા
જોઈ લો પાવગઢનો આ એક નજારો, જંગલોથી લીલોછમ બન્યો પર્વત, કશ્મીરને પણ ભૂલી જશો.
હાલ સમગ્ર દુનિયા કોરોના મહામારી સાથે લડી રહી છે. જ્યારે મોટાભાગના લોકોને દિમાગમાં કોરોના ઘર કરીને બેઠો છે ત્યારે પોતાના દિમાગને આરામ આપવા માટે લોકો નાના મોટા પ્રવાસ કરી રહ્યા છે. આજે અમે તમને આવી જ એક જાણીતી જગ્યાના ફોટાઓ દ્વારા ગુજરાતની સુંદરતા વિશે જણાવવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છે.

આ ફોટાને જોતા એ ચોક્કસપણે કહી શકાય કે દુનિયામાં કોરોના નામની મહામારી થોડા સમયમાં ખોટી થઈ જશે. અમે વાત કરી રહ્યા છે મધ્ય ગુજરાતના પાવાગઢ વિશે, વરસાદ પછીની અહીંની સુંદરતા તો જુઓ જરા એકવાર.

પાવાગઢ પિકનીકની સાથે સાથે ધાર્મિક તીર્થસ્થળ માટેની પણ એક જગ્યા છે. પાવાગઢ વડોદરાથી ફક્ત 50 કિમી દૂર છે. મહાકાળી માતાના વિશ્વ પ્રસિદ્ધ મંદિર એક પહાડ પર આવેલું ક્ષહે. ગુજરાતમાં 2930 ફૂટ પર પાવાગઢ પર્વત પર આવેલું છે.

ધાર્મિક માન્યતા પ્રમાણે, પતઇ કુળના રાજા પાવગઢમાં વર્ષો પહેલા શાસન કરતા હતા અને એ મહાકાળીના ભક્ત હતા.માતા મહાકાળી આ કુળની ભક્તિથી પ્રસન્ન થયા હતા અને નવરાત્રી દરમિયાન ગરબા રમવા માટે અહીંયા આવ્યા હતા. જો કે ચોમાસાની શરૂઆતની સાથે જ આ જગ્યાની પ્રાકૃતિક સુંદરતા સોળે કળાએ ખીલી છે. જેને જોવા નાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે
પાવાગઢના સુંદર દ્રશ્યોનો આનંદ લેવા માટે પ્રવાસીઓ આવે છે.

પૌરાણિક તીર્થસ્થળ પવાગઢ ડુંગર પર ચોમાસાની શરૂઆતની સાથે જ પ્રાકૃતિક સુંદરતાની લીલી ચાદર ઢંકાઈ જાય ચેમ પ્રકૃતિ પ્રેમી અને અને પર્યટકો પાવાગઢના શાનદાર દ્રશ્યોનો આનંદ લે છે .સતત એક અઠવાડિયાથી વરસાદ વરસતો હોવાને કારણે પાવાગઢ ડુંગર પર ખુનિયા મહાદેવ ધોધ અને ગુપ્તેશ્વ ધોધ શરૂ થઈ ગયો છે, જેના કારણે પાવગઢનું દ્રશ્ય અત્યંત રમણીય લાગે છે
.હાલમાં ફોટોગ્રાફી માટે જાણીતું છે પાવાગઢ.

ધોધ ફોટોગ્રાફી માટે સૌથી સારો વિકલ્પ છે. જેમ કે પાવાગઢ પર ધોધ શરૂ થઈ ગયી છે તો મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ પાવાગઢ પરના ધોધનો આનંદ લેવા આવે છે. પાવાગઢ ડુંગર લીલી ચાદર ઓઢી લેતો ડુંગરો નયન રમ્ય નજારો જોઇ પ્રવાસીઓ અભિભૂત થતાં હોય છે.

ત્યારે ધોધની સાથે અહીં આસપાસનો નજારો પણ પ્રવાસીઓનું મન મોહી લે છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંના કુદરતી સૌદર્યની મજા માણતા તેમજ સેલ્ફી તેમજ ફોટોગ્રાફી કરતા જોવા મળે છે. જ્યારે વરસાદ સારો થતાં પાવાગઢ નજીક આવેલા હાથણી માતાનો ધોધ તેમજ શિવરાજપુર નજીક આવેલ નજર માતાનો ધોધ પણ શરૂ થઈ જાય છે.
strong>અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ગુજરાતની આ જગ્યા પર એક વાર જશો તો કાશ્મીરની સૌદર્યંતાને પણ ભૂલી જશો, કોરોના કાળમાં અનેક લોકો આ જગ્યા પર માણી રહ્યા છે જોરદાર મજા"
ટિપ્પણી પોસ્ટ કરો