ડ્રગ્સ અને નશાની આદતમાં આ બોલિવૂડ સ્ટાર્સ થઇ ગયા બરબાદ, જેમાં આ અભિનેતાએ તો બધી હદો કરી દીધી છે પાર

ડ્રગ અને દારૂના નશામાં કેટલૂં ડૂબેલું છે બોલીવૂડ ! શા માટે બોલીવૂડના ફિલ્મ સ્ટાર્સ તેમની દારૂ તેમજ ડ્રગ્સની આદતના કારણે બદનામ છે
ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે વિચારીને તમારા મનમાં કઈ વાતો ઘુમરાય છે ? જો સકારાત્મક રીતે વિચારીએ તો મનોરંજન અને આર્ટ તેમજ કલ્ચરનો ગઢ એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવો આપણો સામાન્ય ખ્યાલ હોય છે. તો નકારાત્મક રીતે જોવા જઈએ તો તો તે નેપોટિઝમનો અડ્ડો છે, બોલીવૂડ માફિયાઓની દુકાન સહિત અગણિત નકારાત્મક વિચારો આપણા મગજમાં ઘુમરાયા કરે છે.

image source

આ બધાની સાથે સાથે આજકાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ કારણે પણ ચર્ચામાં છે કે જે કલાકારો મોટા પરદા પર યુવાનોના રોલ મોડેલ અને ઇન્સ્પિરેશન બને છે તેઓ વાસ્તવિક જીવનમાં એવી એવી આદતો ધરાવતા હોય છે કે જેની કલ્પના કરવી પણ એક સભ્ય સમાજ માટે કલંક સમાન છે. પણ બદલાતા સમયમાં જ્યાં સમાજ અને લોકોના વિચારો વ્યાપક રીતે બદલાઈ રહ્યા છે ત્યાં લોકોની જીવનશૈલી પણ એવી બની રહી છે, જ્યાં મજબૂર તેમજ ગંદી આદતોની ગુલામીને મોટા મોટા સ્ટાર્સ માન્યતા આપે છે.

image source

આ આદતો દારૂ, ડ્રગ્સ, ગાંજો, કોકીન, મેરીજુઆના, એલએસડી, હસીસ સહિત અન્ય માદક પદાર્થ સાથે જોડાયેલી છે. હવે દરે વ્યક્તિના મગજમાં આ વાતો આવવા લાગી છે કે બોલીવૂડ ડ્રગ્સ અ નશામાં ડૂબેલું છે અને તેના કારણ ટેલેન્ટેડ લોકોની કેરિયર ખતમ થઈ જાય છે સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ મામલામાં ડ્રગ એંગલના સામે આવ્યા બાદ લોકોને ફરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક કાળુ સત્ય દેખાયું છે. જેના પડછાયામાં મોટા મોટા સ્ટાર્સ પોતાની કેરિયર ડૂબાડી દે છે. અથવા એમ કહો કે ડ્રગ્સ અને દારૂના ઓછાયા હેઠળ જ તેઓ પોતાની કલાકારીનો જલવો પણ દેખાડે છે.

image source

સુશાંતના મૃત્યુના મામલામા રિયા ચક્રવર્તી અને ડ્રગ ડીલરના સંપર્ક, કંગના રનૌતના બોલીવૂડના એક મોટા સ્ટારની ડ્રગ્સ લેવાની આદત વિષે પરોક્ષ રીતે જણાવવું, સૈફ અલી ખાનનો ખુલાસો કે તેમણે 22 વર્ષની ઉંમરમાં એલએસડીનુ સેવન કર્યું હતું, સહિત વિવિધ મામલાઓ સામે આવ્યા બાદ તો જાણે એવું જ લાગે છે કે બોલીવૂડ રેવ પાર્ટી જેવું છે, જેમા સેક્સની સાથે સાથે ડ્રગ્સ અને દારૂની બોલબાલા હોય છે અને તેનાથી ઘણા ઓછા લોકો અળગા રહી શકે છે જેના વિષે દુનિયાને પણ ખબર છે.

શું કરણ જોહર ડ્રગ્સ પાર્ટી કરે છે ?

એક વર્ષ પહેલાં એટલે કે 2019ના ઓગસ્ટ મહિનામા એક ખબર ખૂબ વાયરલ થઈ હતી કે કરણ જોહરે પોતાના ઘરે પાર્ટીનુ આયોજન કર્યું હતું જેમા દિપિકા પાદુકોણ, રણબીર કપૂર, વિકી કૌશલ, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, વરુણ ધવન, શાહિદ કપૂર, મીરા કપૂર, નતાશા દલાલ, શકૂન બત્રા, જોયા અખ્તર, અયાન મુખર્જી સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા ફેમસ ચહેરા હતા. અકાલી દળના વિધાયકે ફરિયાદ નોંધાવી હતી કે કરણ જોહરની આ પાર્ટીમાં બધા જ સ્ટાર્સે ડ્રગ્સનું સેવન કર્યું છે અને વિડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લોકો નશાની હાલતમાં છે. સિરસાના આ આરોપ બાદ ઘણો હોબાળો મચ્યો હતો અને લોકોએ ખરેખર કરણ જોહરની પાર્ટીને ડ્રગ્સ પાર્ટી સમજી લીધી હતી.

image source

જો કે પાછળથી કરણ જોહરના નજીકના લોકોએ નિવેદન જાહેર કર્યું કે આ કોઈ ડ્રગ પાર્ટી નહોતી અને તેમાં દેખાઈ રહેલા એક્ટર્સ નશાની હાલતમા નહોતા. પણ કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઇમેજ એવી બની ગઈ છે કે લોકોને લાગ્યું કે દારૂ, ડ્રગ્સ અને મેરિજુઆના એક્ટિંગની સાથે સાથે તેમના જીવનની સૌથી મોટી હકીકત છે. જેને તે લોકો છૂપાવવાનો પ્રયાસ કરે છે પણ છૂપાવી નથી શકતા.

ડ્રગ્સ અને દારૂના વ્યસની સેલેબ્રિટીની છે લાંબી યાદી

image source

વાસ્તવિકતા એ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી લાંબા સમયથી દારૂ તેમજ ડ્રગ્સ સહિત અન્ય નશીલા પદાર્થોની લપેટમાં છે. તે પછી મીના કુમારી, ગુરુદત્ત, મધુબાલા, ધર્મેન્દ્ર હોય કે પછી સરંજય દત્ત, બોબી દેઓલ, પ્રતીક બબ્બર, રણબીર કપૂર, ફદીન ખાન, પૂજા ભટ્ટ, મનીષા કોઇરાલા, હની સિંહ, કપિલ શર્મા તેમજ નવા જમાનાના કેટલાક સ્ટાર્સને દારૂ, ડ્રગ્સ તેમજ મેરીજુઆનાની લત છે તે દુનિયા જાણે છે. જો કે તેમાંના મોટા ભાગના લોકોએ પોતાની આદત સુધારી લીધી છે અને હવે તેમના વિષે તેવા કોઈ જ સમાચાર નથી આવતા, જેનાથી તેમના ફેન્સને ખરાબ લાગે.

image source

આટલું જ નહીં રવીના ટંડન, ગૌરી ખાન, સુજેન ખાન, પ્રિતિ ઝિંટા સહિત અન્ય સેલેબ્રિટી પણ નશીલા પદાર્શોના સેવનના કારણે ચર્ચામાં રહ્યા હતા. હાલના સમયમાં આવા ખૂબ જ ઓછા એક્ટર કે એક્ટ્રેસ જોવા મળે છે જેમને સ્મોકિંગ કે દારૂની આદત ન હોય, અને આ આખાએ સમાજની હકીકત છે આ માત્ર ફિલ્મ સમાજની જ વાત નથી. દારૂ અને વિવિધ પ્રકારના નશીલા દ્રવ્યોના મૂળમાં સમાજના દરેક સ્તરના લોકો આવે છે, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેનાથી વધારે ખરડાયેલી છે અને તેના કારણે ઘણા બધા સ્ટાર્સ બદનામ પણ થયા છે.

સંજય દત્ત વિષે કોણ નથી જાણતુ

image source

થોડા દિવસો પહેલા જ્યારે સુશાંત સિંહ રાજપૂત વિષે ખબર આવી કે તે ગાંજાનુ સેવન કરતા હતા. સાથ સાથે એ વાત પણ સામે આવી કે રિયા સુશાંતને જાણે-અજાણે ડ્રગ્સ આપતી હતી, ત્યાર બાદ ફિલ્મ ઇડસ્ટ્રીમાં દારૂ અને ડ્રગ્સના વધતા પ્રભાવ અને તેનાથી થઈ રહેલા નુકસાનની ચર્ચાઓ છેડાઈ ગઈ હતી. કંગના રનૌતે તો જાણે ફરી મોટા સ્ટાર્સના ચહેરા પરથી પરદા ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. તો સૈફ અલી ખાને પણ પોતાની જૂની આદતો વિષે વાત કરી હતી. આ બધા વચ્ચે કેટલાક સ્ટાર્સ એવા છે જેમની હકીકતો બધાએ સાંભળવી જોઈએ.

image source

ડ્રગ્સની આદતના શિકાર બોલીવૂડ સ્ટાર્સમાં સંજય દત્ત, પ્રતીક બબ્બર અને ફદીન ખાનનું નામ સૌથી પહેલા આવે છે. જો કે આ યાદી ઘણી લાંબી છે પણ આ ત્રણ સ્ટાર્સની ચર્ચા વધારે થાય છે. સંજય દત્ત વિષે કહેવાય છે કે તેમણે દુનિયામાં મળતા દરેકે દરેક નશીલા દ્રવ્યનું સેવન કર્યું છે. જે વિષે તેના જીવન પર આધારિત ફિલ્મ સંજુમાં પણ ઉલ્લેખ કરવામા આવ્યો હતો. તેની આ આદતને છોડાવવા માટે તેણે અમેરિકામાં રિહેબિલિટેશન સેન્ટરમાં રહેવુ પડ્યું હતું. તો વળી રાજ બબ્બર અને સ્મિતા પાટિલના દીકરા પ્રતીક બબ્બરે તો 13 વર્ષની ઉંમરથી જ ડ્રગ લેવાનુ શરૂ કરી દીધું હતું અને લાંબા સમય બાદ તેમને તેમની આ ખરાબ આદતનું ભાન થયું અને છેવટે તેમાંથી છૂટકારો મેળવ્યો. આવું જ કંઈક ફિરોઝ ખાનના દીકરા ફરદીન ખાનનું પણ છે. તો વળી એવું પણ જાણવા મળ્યું છે કે રણબીર કપૂર ફિલ્મ સ્કૂલમાં અવારનવાર મરીજુઆનાનું સેવન કરતા હતા.

શા માટે દારૂ અને ડ્રગ્સની આદત પડે છે ?

image source

વાસ્તવમાં દારૂ અને ગાંજો, ડ્રગ્સ સહિત અન્ય નશીલા દ્રવ્યો વિષે એક સામાન્ય ધારણા એ છે કે તે સુખ અને દુઃખ બન્ને સમયના સાથી હોય છે. ફિલ્મ ચાલી ગઈ તો સેલિબ્રેટ કરતી વખતે તેનુ સેવન કરી લીધું અને જો ફિલ્મ નિષ્ફળ ગઈ તો દુઃખ ભુલાવવા માટે તેનુ સેવન કર્યું. આ એક રીતે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી જ નહીં, પણ દરેક ક્ષેત્રના લોકોની માનસિકતા બની રહી છે. ફરક માત્ર એટલો જ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો તેનાથી વધારે પ્રભાવિત છે. કામનું પ્રેશર, કામ ન મળવાથી આવતી નિરાશા, પ્રેમ અને દૈહિક જરૂરિયાતો પૂરી ન થવાનું દુઃખ સહિત આવી ઘણી બધી સ્થિતિઓ છે, જેના કારણે લોકો નશાની દુનિયામાં જાય છે અને પછી તેઓ તેમા એવા ઝકડાઈ જાય છે કે લોકો તેમાંથી મહા મુસિબતે છૂટકારો મેળવી શકે છે.

image source

તમે પ્રિયંકા ચોપરા અને કંગના રનૌતની ફિલ્મ ફેશન જોઈ હશે તો તેમાં પણ ફેશન ઇન્ડસ્ટ્રીની હકીકતો દર્શાવવામાં આવી હતી, તે એક જીવતું જાગતુ ઉદાહરણ છે. થોડા દિવસો પહેલાં બોબી દેઓલે જે રીતે જણાવ્યું કે કેવી રીતે દારૂની લતે તેમની ફિલ્મી કેરિયર ડૂબાડી દીધી હતી. તે એક એવી હકીકત છે જેનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના સેંકડો હજારો નાનામોટા કલાકારો લાંબા સમય સુધી ઝઝૂમતા રહે છે અને દિવસેને દિવસે તેનું સ્વરૂપ ઓર વધારે વિશાળ બનતું જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

Related Posts

0 Response to "ડ્રગ્સ અને નશાની આદતમાં આ બોલિવૂડ સ્ટાર્સ થઇ ગયા બરબાદ, જેમાં આ અભિનેતાએ તો બધી હદો કરી દીધી છે પાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel