ટેલિવિઝનના આ સ્ટાર્સને મળ્યો એક ડીવોર્સીમાં પોતાનો સાચો જીવનસાથી
કોઈ પણ સંબંધ તેમની વચ્ચેના વિશ્વાસ તેમજ પ્રેમ પર ચાલતો હોય છે. લગ્ન જેવા પવિત્ર સંબંધ માટે પણ આ વાત લાગુ પડે છે. જ્યારે તમને કોઈનાથી પ્રેમ થઈ જાય છે ત્યારે તમે એ નથી જોતાં કે તમારા પ્રેમની જાતિ કઈ છે કે પછી તે કેવી વ્યક્તિ છે. પ્રેમ તો બસ થઈ જાય છે. બોલીવૂડની જેમ જ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ કેટલાએ એવા સ્ટાર્સ છે જેમને પહેલા કે બીજા લગ્નમાં સાચોપ્રેમ નસીબ ન થયો, પણ પછીથી તેમને જે જીવનસાથી મળ્યો તેમનો હાથ જન્મોજનમ માટે તેમને મળી ગયો. એમ પણ આ ઇન્ડસ્ટ્રી છે પણ એવી જ. અહીં ક્યારે કોને પ્રેમ થઈ જાય ક્યારે કોનો સંબંધ ટુટી જાય, કહી જ ન શકાય. કદાચ આ જ કારણ છે કે ગ્લેમરની દુનિયામાં ડીવોર્સ અને બ્રેકઅપ સામાન્ય વાત બની ગઈ છે. એવા ઘણા સેલેબ્સ છે, જેમણે પ્રેમ કોઈ બીજાથી કર્યો અને લગ્ન કોઈ બીજા સાથે. તો વળી એવા કપલ પણ છે જેમણે ડીવોર્સી સાથે જ જીવન પસાર કરવાનું નક્કી કરી લીધું. આજે અમે તમને તેવા જ કેટલાક ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમને છુટ્ટાછેડા લીધેલ વ્યક્તિમાં પોતાનો જીવનસાથી જોવા મળ્યો હોય.
શોએબ ઇબ્રાહિમે ડીવોર્સી દીપિકા કક્કર સાથે કર્યા લગ્ન
ટેલિવિઝન અભિનેતા શોએબ ઇબ્રાહિમને ટીવી શો સસુરાલ સિમર કાના સેટ પર એક્ટ્રેસ દીપિકા કક્કડ સાથે પ્રેમ થઈ ગયો અને તે બન્નેએ 22મી ફેબ્રુઆરી 2018ના રોજ લગ્ન કરી લીધા. શોએબ પહેલા દીપિકાના લગ્ન 2011માં રોનક સેમસન સાથે થા હતા, પણ 2015માં તેણીએ પોતાના પહેલા પતિથી ડિવોર્સ લઈ લીધા હતા.
ગૌરી પ્રધાને ડીવોર્સી હિતેન તેજવાણી સાથે લીધા ફેરા
અભિનેત્રી ગૌરી પ્રધાને કુટુંબ અને ક્યોંકિ સાસ ભી કભી બહુ થીમાં કો સ્ટાર રહી ચુકેલા હિતેન તેજવાણી સાથે લગ્ન કર્યા છે. આ જ શોઝમાં કામ કરતાં કરતાં તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને ત્યાર બાદ તેમણે લગ્ન કરી લીધા. ગૌરી પહેલાં હિતેન તેજવાણીના એકવાર લગ્ન થઈ ચૂક્યા હતા, જે વિષે તેમણે એક ઇન્ટર્વ્યૂમાં જમાવ્યું હતું. પણ 2001માં હિતેન તેજવાણીએ ડીવોર્સ લઈ લીધા. તે સમય તેમનો ખૂબ જ દુઃખમાં પસાર થયો હતો.
કામ્યા પંજાબી અને શલભ દાંગ
કામ્યા પંજાબીના પહેલા લગ્ન બંટી નેગી સાથે 2003માં થયા હતા, જેનાથી તેણીને એક દીકરી પણ છે. પણ 2013માં તેણીએ ડીવોર્સ લઈ લીધા. ત્યાર બાદ 10 ફેબ્રુઆરી 2020ના રોજ કામ્યાએ દિલ્લીમાં રહેતા ડોક્ટર શલભ દાંગ સાથે લગ્ન કર્યા, જે પણ ડીવોર્સી છે અને તેમના પણ બાળકો છે.
જેનિફર વિંગેટ
અભિનેત્રી જેનિફર વિંગેટે પણ એક ડીવોર્સી સ્ટાર સાથે લગ્ન કર્યા હતા. જેનિફરના લગ્ન કરણ સિંહ ગ્રોવર સાથે થયા હતા, જે તેના પહેલાં 2008માં અભિનેત્રી શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કરી ચુક્યા હતા. જોકે 10 મહિના બાદ તેમનો ડીવોર્સ થઈ ગયો. ત્યાર બાદ કરણે 2012માં જેનિફર સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન પણ વધારે ન ચાલ્યા અને 2017માં બન્ને અલગ થઈ ગયા. કરણે ત્યાર બાદ અભિનેત્રી બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા અને ત્યાર બાદ તેઓ હેપી મેરિડ લાઈફ જીવી રહ્યા છે. પણ જેનિફરે હજુ સુધી લગ્ન નથી કર્યા અને તેણી કોઈને ડેટ પણ નથી કરી રહી. તેણી સિંગલ છે.
લતા સભરવાલ
યે રિશ્તા ક્યા કહલાતા હૈ ઉપરાંત ઘણી બધી ટીવી સીરીઝમાં અને પોપ્યુલર બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી લતા સભરવાલને પણ એક ડીવોર્સી સાથે પ્રેમ થયો. લતાએ પોતાના કો-સ્ટાર સંજીવ સેઠ સાથે વર્ષ 2010માં લગ્ન કરી લીધા હતા. લતા સાથે લગ્ન કર્યા પહેલાં સંજીવ સેઠના માત્ર 20 વર્ષની ઉંમરમાં લગ્ન થઈ ગયા હતા. જો કે 2004માં તેમણે ડીવોર્સ લઈ લીધા હતા.
નેહા પેંડસે
એક્ટ્રેસ નેહા પેંડસેએ 5મી જાન્યુઆરી 2020ના રોજ પોતાનો બોયફ્રેન્ડ શાર્દુલ સિંહ વ્યાસ સાથે લગ્ન કર્યા છે. કહેવાય છે કે નેહાના લગ્ન કર્યા પહેલાં શાર્દુલના બે લગ્ન થઈ ચૂક્યા છે અને ત્યાર બાદ તેણે ડીવોર્સ લીધા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ટેલિવિઝનના આ સ્ટાર્સને મળ્યો એક ડીવોર્સીમાં પોતાનો સાચો જીવનસાથી"
ટિપ્પણી પોસ્ટ કરો