બુર્જ ખલીફાથી સામે આવ્યો એકદમ હટકે વીડિયો, આ કપલે રાખી અદ્ભૂત પાર્ટી, આવો વિચાર પણ કોઈકને જ આવે
જેન્ડર રીવિલ પાર્ટી માટે દુબઈનાં એક દંપતીએ કંઈક એવું કર્યું જે જોઈને દરેક લોકો આશ્ચર્યમાં પડી ગયાં. યુએઈ સ્થિત સીરિયન પ્રભાવિતો અનસ અને અસલા મારવાહે મંગળવારે વિશ્વની સૌથી ઉંચી ઇમારતમાં જેન્ડર રીવિલ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દંપતીએ દુબઇના આઇકોનિક બુર્જ ખલીફા પર તેમના બીજા બાળકની જેન્ડર રીવિલ પાર્ટીનું આયોજન કરાવવાનો નિર્ણય કર્યો હતો, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
જેન્ડર રીવિલ પાર્ટી કંઈ નવી વાત નથી. ઘણાં વર્ષોથી યુગલો આવી પાર્ટી કરતાં રહે છે, આ પાર્ટીમાં કપલ તેમના મિત્રો અને સંબંધીઓને આમંત્રણ આપે છે. કેટલાક લોકો આ પાર્ટીનો સખત વિરોધ કરે છે. તો કેટલાક લોકોને આ બધું દેખાવ લાગે છે. તેને આ બધું મજાક લાગે છે અને કેટલાક લોકોને આ પાર્ટી ખતરનાક પણ લાગે છે.
અનસ અને અસાલા મારવાહની યુટ્યુબ ચેનલ ધ અનસલા ફેમિલીના 7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. પર્થ નાઉના એક અહેવાલ મુજબ દંપતી પાસે સ્ટંટમાં બુર્જ ખલીફા પર “ઇટ્સ એ બોય” શબ્દો મૂક્યાં હતા. બુર્જ ખલીફામાં આ સ્ટંટની કિંમત 1 લાખ ડોલર એટલે કે 73 લાખ રૂપિયાથી વધુ છે. આ વીડિયો બે દિવસ પહેલા યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો હતો, જ્યાં ટાવર પર વાદળી લાઇટિંગ કરવામાં આવી હતી અને કાઉન્ટડાઉન પછી ‘ઇટ્સ એ બોય’ લખવામાં આવ્યું હતું.
આ ખતરનાક વીડિયોના ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં 1.7 મિલિયનથી વધુ વ્યૂઝ થઈ ગયા છે. આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. લોકોને આ વીડિયો પસંદ આવી રહ્યો છે અને અલગ અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. યુટ્યુબ પર આ વીડિયોને 15 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે એ છતાં બધા જ જવાબો હકારાત્મક રહ્યાં નથી. ઘણા લોકોએ આવી પાર્ટીની ટીકા પણ કરી હતી. તો વળી એક રિપોર્ટ એવો પણ છે કે હજુ એ વાત પાક્કી નથી થઈ કે આ દંપતીએ આ પાર્ટી માટે ચૂકવણી કરી છે કે નહીં, કે પછી આ ઘટના શહેરની એક પ્રમોશનલ ડીલ છે.
Someone did a gender reveal on the Burj Khalifa in Dubai. Cost 350 grand or so they say. Gammiest looking thing I’ve ever seen. pic.twitter.com/Z93GpNMWRJ
— Aifric Ní Chríodáin (@aifreckle) September 9, 2020
બુર્જ ખલીફા પર ગાંધી જયંતી 2019 નિમિત્તે કરાઈ હતી ઉજવણી
ગાંધી જયંતી 2019 નિમિત્તે દુબઈના બુર્જ ખલીફા પર વિશેષ લાઈટિંગ કરવામાં આવી હતી. બુર્જ ખલીફાએ ગાંધીજીની 150મી જન્મજયંતીની વિશેષ રીતે ઉજવણી કરી હતી. દુબઈ ખાતેના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા બુર્જ ખલીફા પર કરવામાં આવેલી વિશેષ લાઈટિંગનો વીડિયો જાહેર કરાયો હતો. ઉલ્લેખનીય છે કે દુનિયાની સૌથી ઊંચી ઇમારત દુબઈની બુર્જ ખલીફા છે અને તેના પછી વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ ચીનની ‘ધ શાંઘાઈ ટાવર’ છે. શાંઘાઈ ટાવર દુબઈના બુર્જ ખલીફા કરતાં માત્ર 196 મીટર નાનું છે. ચીનની આ સૌથી ઊંચી બિલ્ડિંગ દુનિયાની બીજી સૌથી ઊંચી બિલ્ડિંગ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "બુર્જ ખલીફાથી સામે આવ્યો એકદમ હટકે વીડિયો, આ કપલે રાખી અદ્ભૂત પાર્ટી, આવો વિચાર પણ કોઈકને જ આવે"
ટિપ્પણી પોસ્ટ કરો