શું તમે છો પરેશ રાવલના ખાસ ફેન્સ? તો આ નવી વાત જાણીને તમે પણ થઇ જશો ખુશ-ખુશ
નેશનલ સ્કુલ ઓફ ડ્રામાના અધ્યક્ષ બન્યા પરેશ રાવલ, બોલ્યા- પડકારજનક છે પરંતુ મજેદાર રહેશે કામ.
કેટલીક બોલીવુડ ફિલ્મોમાં પોતાના અભિનયથી મહારત મેળવી લીધેલ અને ગુજરાત રાજ્યના બીજેપીના પૂર્વ સાંસદ પરેશ રાવલને ગુરુવારના રોજ નેશનલ સ્કુલ ઓફ ડ્રામા (એનએસડી) ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ નિયુક્તિ કરવામાં આવી છે.
प्रख्यात कलाकार मा @SirPareshRawal जी को महामहिम @rashtrapatibhvn द्वारा @nsd_india का अध्यक्ष नियुक्त किया है।उनकी प्रतिभा का लाभ देश के कलाकारों एवं छात्रों को मिलेगा ।हार्दिक शुभकामनाएँ @PMOIndia @JPNadda @incredibleindia @tourismgoi @MinOfCultureGoI @BJP4India @BJP4MP pic.twitter.com/ONdM2sB3g0
— Prahlad Singh Patel (@prahladspatel) September 10, 2020
એનએસડીના અધ્યક્ષ નિયુક્ત કરવાના લીધે અભિનેતા પરેશ રાવલએ ન્યુઝ એજંસી પીટીઆઈ- ભાષાને જણાવ્યું છે કે, તે કાર્ય પડકારજનક છે પરંતુ ઘણું મજેદાર રહેશે.
અભિનેતા પરેશ રાવલને નવી જવાબદારી સોપવાની જાણકરી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલએ પણ આપી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલએ પરેશ રાવલને શુભકામના આપતા લખ્યું છે કે, ‘પ્રખ્યાત અભિનેતા પરેશ રાવલજીને મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા એનએસડીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અભિનેતા પરેશ રાવલની પ્રતિભાનો લાભ દેશના કલાકારો અને વિદ્યાર્થીઓને મળશે. હાર્દિક શુભકામનાઓ.’
ત્રીસ વર્ષના એક્ટિંગ કરિયર દરમિયાન અભિનેતા પરેશ રાવલને કેટલાક પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યા છે. અભિનેતા પરેશ રાવલને વર્ષ ૧૯૯૪માં બેસ્ટ સપોર્ટીંગ એક્ટર માટે નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો. એના સિવાય, બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં યોગદાન આપવા માટે વર્ષ ૨૦૧૪માં પૂર્વ સાંસદ પરેશ રાવલને ‘પદ્મશ્રી’ના સમ્માનથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.
આપને જણાવી દઈએ કે, અભિનેતા પરેશ રાવલના એક્ટિંગ કરિયરની શરુઆત વર્ષ ૧૯૮૪માં કરી હતી. અભિનેતા પરેશ રાવલએ ‘હોલિ’ નામની ફિલ્મમાં એક સપોર્ટીંગ પાત્ર નિભાવ્યું હતું. ત્યાર બાદ વર્ષ ૧૯૮૬માં ‘નામ’ નામની ફિલ્મમાં પણ કામ કર્યું છે. અભિનેતા પરેશ રાવલએ વર્ષ ૧૯૮૦ થી લઈને વર્ષ ૧૯૯૦ ના સમયગાળા દરમિયાન કેટલીક ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા નિભાવતા જોવા મળ્યા છે. તેમજ પરેશ રાવલએ કોમેડી ફિલ્મ ‘હેરાફેરી’માં બાબુરાવના પાત્રથી પણ અભિનેતા પરેશ રાવલને પણ ખુબ જ લોકપ્રિયતા મળી છે.
નેશનલ સ્કુલ ઓફ ડ્રામા ભારત દેશની સૌથી વધારે પ્રસિદ્ધ થિયેટર ઇન્સ્ટીટયુટ છે. વર્ષ ૧૯૫૯માં મ્યુઝિક એન્ડ ડ્રામા એકેડમી દ્વારા નેશનલ સ્કુલ ઓફ ડ્રામાની સ્થાપના કરી દેવામાં આવી છે. વર્ષ ૧૯૭૫માં નેશનલ સ્કુલ ઓફ ડ્રામાને સ્વતંત્ર સ્કુલ બનાવી દીધી હતી. નેશનલ સ્કુલ ઓફ ડ્રામાએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝને કેટલાક દિગ્ગજ કલાકારો જેવા કે, નસીરુદ્દીન શાહ, નવાઝૂદ્દીન સિદ્દીકી, ઈરફાન ખાન, અનુપમ ખેર, ઓમ પૂરી, આશુતોષ રાણા અને તિગ્માંશુ ધુલિયા જેવા ઘણા બધા દિગ્ગજ કલાકારો આપ્યો છે.
અભિનેતા પરેશ રાવલએ પોતાના અભિનય કરિયર દરમિયાન મોટાભાગે વિલનનું પાત્ર નિભાવતા જોવા મળ્યા છે. જો કે, પરેશ રાવલે વર્ષ ૧૯૮૦થી વર્ષ ૧૯૯૦ના દશક દરમિયાન સૌથી વધુ નેગેટીવ પાત્રની ભૂમિકા નિભાવી હતી. તેમજ ઘણા લાંબા સમય પછી પણ અભિનેતા પરેશ રાવલે ફિલ્મ ‘ટેબલ ન. 21’માં નેગેટીવ ભૂમિકા નિભાવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "શું તમે છો પરેશ રાવલના ખાસ ફેન્સ? તો આ નવી વાત જાણીને તમે પણ થઇ જશો ખુશ-ખુશ"
ટિપ્પણી પોસ્ટ કરો