સરકારી શાળાના શિક્ષકને કમજોર સમજતા લોકો જોઈ લો ટેલેન્ટનો ઉત્તમ દાખલો, ગુજરાતની આખા દેશમાં વાહ-વાહી થઈ

છેલ્લા ૬ મહિનાથી ગુજરાતમાં કોરોના મહામારીના કારણે શાળા – કોલેજોમાં શૈક્ષણિક કાર્યો બંધ છે. વર્તમાન કોરોનાની મહામારીના સમયમાં વિદ્યાર્થીઓ શાળાએ જઇ શક્તા નથી. સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષા ભલે ચાલુ કરાયું હોય પણ ઘણા એવા અંતરિયાળ વિસ્તારો છે, જ્યાં નેટવર્ક અને વીજળીનો અભાવ છે, તથા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે એન્ડ્રોઇડ ફોન પણ નથી. અને જે વાલીઓ પાસે એન્ડ્રોઇડ ફોનની સુવિધા ઉપલબ્ધ હોય, એવા મોટાભાગના વાલીઓ વહેલી સવારે ધંધાર્થે નીકળી જાય અને મોડી સાંજે ઘરે આવે ત્યારે લેશન થાય કે ન થાય એવી ઘણી સમસ્યાઓ રહેતી હોય છે. ત્યારે માંડવી તાલુકાના મસ્કા ગામના શિક્ષકે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

ઘર આંગણે જઈને ઇલેકટ્રોનિક માધ્યમથી અભ્યાસ કરાવી શકાય

image source

આ શિક્ષકને વિચાર આવતા ઘરે જઈને શિક્ષણ આપવાનું શરૂ કર્યું અને તેમણે રાજયની પ્રથમ હરતી – ફરતી ડિજિટલ શાળા બનાવી. જેના દ્વારા બાળકોને ઘર આંગણે જઈને ઇલેકટ્રોનિક માધ્યમથી અભ્યાસ કરાવી શકાય છે. આ રીતે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું . જેનો પ્રારંભ બાગ ગામની હુંદરાઇ બાગ પ્રાથમિક શાળાએથી કરવામાં આવ્યો હતો. હુંદરાઇ બાગ ગામે શિક્ષણ રથનો પ્રારંભ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો. મસ્કાના રહેવાસી તથા બાગની હુંદરાઇ બાગ પ્રાથમિક શાળાના શિક્ષક દીપકભાઈ મોતાને શિક્ષણ રથનો વિચાર આવતાં તેમણે પોતાની કારમાં કન્ટેન્ટ સંગ્રહિત લેપટોપ દ્વારા સંચાલિત ૪૨ ઇંચનું એલસીડી ટીવી યુનિટ ફિટ કરીને હરતી – ફરતી ડિજિટલ શાળા બનાવી હતી .

ડિજિટલ શાળા અભિનંદનીય

image source

બાળકો શાળામાં નથી જઇ શકતા પણ શાળા તો બાળકો પાસે જઈ શકે એ ઉદ્દેશ્ય સાથે કરાયેલા આ કામ ને શિક્ષણ વિભાગે પણ બિરદાવ્યું હતું. આ કામ શરૂ થતાં ઘણા ગરીબ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકશે. તેમજ નજીકના વિસ્તારની શાળાઓના વિદ્યાર્થી સહિત તાલુકાના વિદ્યાર્થીઓને આ સેવાનો લાભ મળે તે હેતુસર શરૂ કરાયેલી ડિજિટલ શાળા અભિનંદનીય છે. વિવિધ વાલીઓ પણ આ કાર્ય જોઈને ખુશ થઈ ગયા હતા અને અભિનંદન પાઠવ્યા હતાં.

શિક્ષણ રથ એએ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોમાં રહેલા ટેલેન્ટનો પુરાવો છે

image source

પૂર્વ જિલ્લા શિક્ષણ કેળવણી નિરીક્ષક, પ્રિન્સિપાલ ભરત મહેતાએ કહ્યું હતું કે શિક્ષણ રથએ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોમાં રહેલા ટેલેન્ટનો પુરાવો છે. તો આ શિક્ષણ રથના દાતા જેઠાલાલ મોતા પરિવારે પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. સરકારને આશા છે કે હજુ પણ આવી ડિજિટલ શાળા ખુલે અને વધારે વિદ્યાર્થીઓ લાભ લઈ શકે.

image source

ઉલ્લેખનીય છે કે ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ જાહેરાત કરી હતી કે હવે રાજ્યમાં દિવાળી સુધી શાળા ખુલશે નહીં. ઘણી બધી અટકળો બાદ આ નિર્ણય લેવાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "સરકારી શાળાના શિક્ષકને કમજોર સમજતા લોકો જોઈ લો ટેલેન્ટનો ઉત્તમ દાખલો, ગુજરાતની આખા દેશમાં વાહ-વાહી થઈ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel