આ ગામમાં જોવા મળી અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા, નિધન થયેલા માણસને ફરીથી સાજો કરવા અજમાવ્યો આ કીમિયો

ભારતમાં જેટલી ધર્માંધ પ્રજા છે સામે એટલી જ અંધશ્રદ્ધા અને કુરિવાજો પણ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. ઘણી ઘટનાઓ એવી બનતી હોય કે ત્યારે ખરેખર આ મુદ્દા વિશે વિચારવું જોઈએ. હાલમાં જ એક ગંભીર ઘટના સામે આવી છે જે સાંભળીને કમકમાટી ઉપડી જાય એવું છે. આ વાત છે ઉત્તરપ્રદેશના અમરોહ ગામના એક ખેડૂતની. આ ગામમાં એક ખેડૂતનું મોત થતાં જ અંધશ્રદ્ધાનો આશરો લેવામાં આવ્યો હતો.

image source

ઉત્તરપ્રદેશના અમરોહમાં બન્યું એવું કે વીજળીના તાર સાથે ચોંટીને એક ખેડૂતનું મોત થયું હતું. ત્યારબાદ પરિવારે અંધશ્રદ્ધાનો આશરો લીધો હતો. ખેડૂતના મૃતદેહને કલાકો સુધી ગોબરમાં દબાવીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ જે માણસ પરલોકમાં પહોંચી ગયું એ ફરીથી જીવિત થોડું થવાનું છે. આ ઘટના અમરોહ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બની છે. આ વિસ્તારના ઉક્ષી ગામનો રહેવાસી 51 વર્ષીય સુરેન્દ્રસિંહ બુધવારે સવારે ખેતરમાં ઘાસચારો લેવા જઇ રહ્યો હતો. વિધિની અધૂરા લેખના કારણે ન ઘટવાની ઘટના ઘટી હતી.

image source

બુધવારની વાત છે. ખેડૂતને ખેતરે પશુ માટે ઘાસચારો લેવા જવાનું થયું. એટલે ટ્રેક્ટર લઇને તે ઘરની બહાર નીકળ્યો કે અચાનક ઉપરથી પસાર થતો વીજળીનો વાયર તૂટી પડ્યો અને તેના પર પડ્યો. ખેડૂતને જોરદાર કરંટ લાગ્યો અને આ જોઈને હાજર ગ્રામજનોએ પાવર હાઉસને ફોન કરીને વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. આ પછી ખેડૂતને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. હવે વાત અહી પૂરી થઈ જતી નથી. પરંતુ મોતની ખબર હોવા છતાં અંધશ્રદ્ધાનો આશરો લીધો અને મૃતદેહને સાચવી રાખ્યો

image source

રસ્તામાં જ મોતના સમચાર સામે આવતા પરિવારમાં કોહરામ મચી ગયો હતો. પછી પરિવારે અંધશ્રદ્ધાનો આશરો લીધો હતો અને સુરેન્દ્રની લાશને ગાયના ગોબરમાં દબાવીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સુરેન્દ્ર સાજો થાય એ આશાએ પરિવારના લોકોએ કલાકો સુધી ગોબરમાં દબોચી રાખ્યો હતો. પરંતુ મોતને ભેટી ગયેલ સુરેન્દ્ર ફરીથી થોડો સાજો થવાનો હતો. આ પછી પોલીસ સ્ટેશનને આ માહિતી આપવામાં આવી હતી. માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસ પણ આ રીત રિવાજ જોઈને થોડી વાર ચકિત રહી ગઈ હતી.

૨૦૧૯માં બનાસકાઠામાં કઈક આવો કિસ્સો બન્યો હતો

બનાશ ડેરી દુધ ઉત્પાદકો હો તો આ પેજ અનુસરો - 1,055 Foto - Pakar Veterinar -
image source

બનાસકાંઠાના દિયોદર તાલુકાના લવાણામાં ડેરીની આશાપુરા દૂધ મંડળીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. અંધશ્રદ્ધાના નામે કેટલાક પશુપાલકોનું દૂધ ડેરીએ લેવાનું બંધ કરી દીધુ હતું. એટલું જ નહીં પરંતુ માતાને નામે ડારો અપાઈ રહ્યો હતો કે માતા રજા આપે તો જ આ પશુ પાલકોનું દૂધ લેવાય નહીં તો ન લેવાય. 3 ખેડૂતોનું દૂધ ખરાબ આવતું હોવાનું કહી દૂધ બંધ કરાયુ હતું. દૂધ મંડળીના મંત્રીએ કહ્યું, ”માતા રજા આપે તો દૂધ લઉં”. ખોટા રિપોર્ટ બનાવી ખેડૂતોનું અંગત અદાવતમાં દૂધ બંધ કરવામાં આવ્યુ હોવાના આક્ષેપો થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "આ ગામમાં જોવા મળી અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા, નિધન થયેલા માણસને ફરીથી સાજો કરવા અજમાવ્યો આ કીમિયો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel