સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ કે પછી આત્મહત્યા? આ દિવસે થઇ શકે છે આ વાતનો મોટો ખુલાસો, જાણી લો તારીખ
સુશાંત સિંહ રાજપૂતની કરવામાં આવી હતી હત્યા કે પછી હતી આત્મહત્યા – આ તારીખે થશે આ બાબત પર મોટો ખુલાસો
સુશાંત સિંહ રાજપુતના મૃત્યુના મામલાએ આખાએ દેશને હચમચાવી દીધો છે. અને મુંબઈ પોલીસના હાથમાંથી તપાસ સીબીઆઈના હાથમાં જતાં આ મામલામાં ઘણા બધા ખુલાસાઓ દીવસેને દીવસે થઈ રહ્યા છે. હાલ આખા કેસને ડ્રગ્સ એંગલથી તપાસવામાં આવી રહ્યો છે અને તપાસમાં એક મોટા ડ્રગ રેકેટ અને તેમાં કેટલાએ બોલીવૂડ કલાકારોની સંડોવણીની શંકાઓ પણ સેવાઈ રહી છે. પણ સુશાંતે ખરેખર આત્મહત્યા કરી હતી કે પછી તેની હત્યા થઈ હતી તે બાબત પર તો આજે પણ રહસ્યના વાદળો છવાયેલા છે. અને આ વાતનો ખુલાસો 20મી સપ્ટેમ્બરે એટલે કે રવિવારે થઈ શકે છે.

આ બાબત પર એમ્સના એક્સપર્ટ એ નિર્ણય લેશે કે 14મી જુને સુશાંતની હત્યા થઈ હતી કે પછી તેણેજ પોતાની જાતને મારી નાખી હતી. આ બાબતની માહિતિ સુશાંતના ઓટોપ્સી રિપોર્ટ તેમજ વિસેરા રિપોર્ટ પરથી મળી શકશે.

આ બાબત અંગે એમ્સના ફોરેન્સિક એક્સપર્ટની પેનલની એક બેઠક રવિવારના રોજ યોજવાની છે. જેમાં ફોરેન્સિક એક્સપર્ટ ડો. સુધીર ગુપ્તા આગેવાની કરશે. અને આ બેઠકમાં સુશાંત સિંહ રાજપૂતના ઓટોપ્સી રિપોર્ટ અને વિસેરા રિપોર્ટની ચર્ચા કરવામા આવશે. અને ત્યાર બાદ પેનલ સુશાંતના મૃત્યુ બાબતે આખરી સલાહ આપશે.

આ કેસમાં ઘણા લોકોને એવી શંકા છે કે સુશાંતે આત્મહત્યા નહીં કરીને કોઈએ તેની હત્યા કરી છે. જેના કારણે એમ્સના ડોક્ટરોએ સુશાંતના વિસેરા રિપોર્ટની ફરી તપાસ કરી હતી. આ પહેલાં મુંબઈમાં સ્થિત કપૂર હોસ્પિટલ દ્વારા પણ સુશાંતનો વિસેરા રિપોર્ટ લેવાયો હતો, પણ સીબીઆઈ તપાસ બાદ એમ્સ દ્વારા તેને ફરી કરાવવાનું કહેવામાં આવ્યુ હતું. રવિવારે થનારી બેઠકમાં સુશાંતને મૃત્યુ પહેલાં ઝેર આપ માં આવ્યું હતું કે નહીં તે વાતનો ખૂલાસો કરશે. સુશાંતનો 20 ટકા વિસેરા સુરક્ષિત રાખવામા આવ્યું હતું અને તેના જ આધારે આ રિપોર્ટ ફરી લેવામાં આવ્યો છે.

હજુ સુધી આ મામલામાં કોઈ નક્કર દિશા મળી નથી અને આગળની વ્યુહરચના નક્કી કરવા માટે ઉચ્ચ અધિકારીઓ સહિત નુપુર પ્રસાદ તેમજ અનિલ યાદવ વચ્ચે આગળની બેઠક યોજાશે. આ મામલામાં નૂપુર પ્રસાદ અને અનિલ યાદવ પોતાના ઉચ્ચ અધિકારીઓને 22 ઓગસ્ટ સુધી દાખલ કરવામાં આવેલા સાક્ષીઓના નિવેદનો વિષેની જાણકારી આપશે.
સુશાંતની બહેને સોશિયલ મિડિયા પર કરી સુશાંતને ન્યાય અપાવવાની અપીલ

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ થોડા દિવસ માટે સોશિયલ મિડિયાને અલવિદા કહી દીધું છે. આ વાતની જાણકારી તેણે સુશાંત સાથેની પોતાની એક તસ્વીરને શેર કરીને આપી છે. સુશાંતના મૃત્યુ બાદ તેમની બહેન શ્વેતા સિંહ કિર્તિએ સેશિયલ મડિયા દ્વારા પોતાના ભાઈના માટે ન્યાયની માંગ કરી છે. તેણી હમેશા સોશિયલ મિડિયા પર સુશાંત સાથે જોડાયેલી પોતાની યાદો શેર કરતી હતી. પણ હવે સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ થોડા દવસો માટે સોશિયલ મડિયાને અલવિદા કહ્યું છે. તે વાતની જણકારી તેણે સુશાંત સાથેની પોતાની એક તસ્વીર શેર કરતા આપી હતી. શ્વેતાએ આ પોસ્ટમાં લખ્યું છે કે તમે ભલે ગમે તેટલા મજબૂત બનવાનો પ્રયાસ કરો, પણ પીડા તમારા પર હાવી થઈ જ જાય છે.
શ્વેતાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તેણીએ 10 દિવસ સોશિયલ મિડિયાથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. સુશાંત સિંહ રાજપૂતની બહેને પોતાની પોસ્ટમા આગળ લખ્યું છે, ‘વાસ્તવમાં હવે ભાઈ નથી રહ્યા. હવે ક્યારેય તેને અડી નહીં શકીએ, ક્યારેય તેને હસતા નહીં જોઈ શકીએ અને ક્યારેય તેને જોક કહેતા પણ નહીં સાંભળી શકીએ. મને આશ્ચર્ય થઈ રહ્યું છે કે આને સંપૂર્ણ રીતે ઠીક થવામાં કેટલો સમય લાગશે. તેવામાં 10 દિવસનો ઓફ લેવાનો અને પોતાને પ્રાર્થનામાં લીન કરવાનો નિર્ણય કર્યો છે. વાસ્તવમાં આ પીડામાંથી બહાર આવવાની જરૂર છે.’
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ કે પછી આત્મહત્યા? આ દિવસે થઇ શકે છે આ વાતનો મોટો ખુલાસો, જાણી લો તારીખ"
ટિપ્પણી પોસ્ટ કરો