તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય રબર બેન્ડના આટલા બધા ફાયદાઓ, જાણો અને આ રીતે લો કામમાં

આપણા બધાના ઘરમાં રબર તો હોય છે. પણ કદાચ આપણે તેનો મર્યાદિત ઉપયોગ કરતા હોઈએ છીએ. આજે અમે તમારી સમક્ષ એવી કેટલીક ટેકનિક લઈને આવ્યા છીએ જેનાથી તમે રબર બેન્ડ વિવિધ કામમા ઉપયોગ કરી શકશો. કદાચ આ પહેલા તમે આ ટ્રીક અજમાવી નહીં હોય. તેનો ઉપયોય જાણીને તમે પણ બોલી ઉઠશો કે આવું અમે વિચાર્યું પણ નહોતું.

image source

રબર બેન્ડને કાગળ પર વીંટાળવા સિવાય પણ તેના અનેક અલગ ઉપયોગ છે. જેને તમે રોજ બરોજના કામમાં ઉપયોગ કરી શકો છો. જેમકે હેગરના બંને છેડે રબર બેન્ડ લગાવો. તેનાથી શર્ટ કે ટી શર્ટ તેની પરથી નીચે પડશે નહીં. આંગળી પર રબર બેન્ડના આંટા મારી ફિટ કરી લો. તેને તમે પેન્સિલથી લખ્યા બાદ ઇરેઝરના રૂપમાં પણ યૂઝ કરી શકો છો. તો આવા તો ઘણા કામમાં રબર આવે છે તો ચાલો આજે જોઈએ રબર બેન્ડના વિવિધ ઉપયોગ વિશે.

હેંગરમાંથી કપડા પડી જવાની સમસ્યા કોમન છે. હવે તમે હેંગરના બંને છેડે રબર બેન્ડ લગાવો. તેનાથી શર્ટ કે ટી શર્ટ તેની પરથી નીચે પડશે નહીં.

image source

ઘણી વખત ઘરમાં રાખેલા રિબિનના કે ઈલાસ્ટિકના રોલ ખુલી જવાની સમસ્યા રહેતી હોય છે. તો તમે હવે રિબિનના કે ઇલેસ્ટિકના રોલ્સ વારેઘડી ખુલી જતા હોય તો તેની પર પણ રબર બેન્ડ લગાવી શકો છો.

જો તમારા ઘરમાં એકસરખા કલરના ગ્લાસ છે તો તમે તેની પર અલગ અલગ કલરના રબર લગાવી લો. તે તમને યાદ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત નોનસ્ટિકના ઢાંકણાના નોબ પર રબર લગાવો અને તેને હાંડીની સાથે ફિક્સ કરો. આવું જ બીજી બાજુ પણ બીજા રબરથી કરો. તેનાથી ઢાંકણું હલશે નહીં.

image source

નાના બાળકો લિક્વિડ સોપનો બગાડ વધારે કરતા હોય છે. જો બાળકો વધારે લિક્વિડ સોપ યૂઝ કરી રહ્યા છે અને તે વેસ્ટ થાય છે તો તેના પંપ પર રબર બેન્ડ લગાવી દો. તેનાથી વધારે સોપ યૂઝ થતો અટકાવી શકાય છે અને બાળકો વધારે વેસ્ટ પણ નહી કરે.

જો તમારા ઘરમાં રાખેલુ સફરજન કાળું પડી જતુ હોય તો આ ટ્રિક અજમાવો ક્યારેય નહી પડે કાળું. સફરજનને મનપસંદ સ્લાઇસમાં કાપી લો. હવે તેને ફરી ભેગી કરીને એપલ બનાવો. તેની પર રબર બેન્ડ લગાવી લો. તે કાળું નહીં પડે.

image source

તમારા પેન્ટની સાઇઝને વધારવી છે તો તેના બટન પર રબર લગાવીને તેને ગાજમાં ફસાવી લો. અને ફરી તેને બટન પર ફસાવો.

જો તમારા કલરના ડબ્બામાં બ્રશ અંદર જતું રહેતું હોય તો ડબ્બા પર ઊભા ભાગમાં રબર લગાવો અને પછી બ્રશ રાખો. તે અટકી રહેશે.તેની પર બ્રશ ઘસવાથી વધારાનો કલર પણ નીકળી જશે.

image source

ઘરમાં રબર હોય તો ઈરેઝરની પણ જરૂર નહી પડે. આંગળી પર રબર બેન્ડના આંટા મારી ફિટ કરી લો. તેને તમે પેન્સિલથી લખ્યા બાદ ઇરેઝરના રૂપમાં પણ યૂઝ કરી શકો છો.

દરવાજામાં નોબ લોક હોય તો તેને અટકાવી રાખવા અંદરની તરફના નોબ પર રબર લગાવો અને તેને બહારની સાઇડ પર ફરી લગાવો. તેનાથી દરવાજો બંધ થશે પણ લોક નહીં થાય.

image source

બુક્સને બેગમાં સેફ રાખવા માટે તેના ખુલ્લા ભાગ પર ઊભું રબર બેન્ડ લગાવો. બેગમાં તે ખુલશે નહીં અને ખરાબ થશે નહીં.

image source

તમારા કેબલ, ચાર્જર કે ઇયર ફોનને સારી રીતે ઓર્ગેનાઇઝ કરવામાં રબર તમારી મદદ કરે છે. તેને વાળીને તેની પર રબર બેન્ડ લગાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય રબર બેન્ડના આટલા બધા ફાયદાઓ, જાણો અને આ રીતે લો કામમાં"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel