અક્ષય કુમારની ફિટનેસ પાછળ છે આ અનેક રહસ્યો, જેમાં અક્કી રોજ કરે છે ગૌમુત્રનું સેવન અને સાથે આ પણ…
અક્ષય કુમાર ગૌમુત્રનું નિયમિત સેવન કરે છે – ઘરના લોકોને તેનો મૂછવાળો લૂક જરા પણ પસંદ નથી
હાલ અક્ષય કુમાર સ્કોટલેન્ડમાં પોતાની આવનારી ફિલ્મ બેલ બોટમ માટે શૂટીંગ કરી રહ્યો છે. તેનું સાથે તેની પત્ની અને બાળકો પણ સ્કોટલેન્ડમાં જ રજાઓ માણી રહ્યા છે. જોકે અક્ષય પોતે અત્યારે ખૂબ જ વ્યસ્ત છે તેણે પોતાના બર્થડે પર પણ કામ કર્યું છે. તાજેતરમાં તેણે એક ઇન્સ્ટાગ્રામ લાઈવ કર્યું હતું જેમાં તેની સાથે બ્રીટીશ હોસ્ટ અને એડ્વેન્ચરર બેર ગ્રીલ્સ હતા અને આ સાથે જ તેણે પોતાની સાથે જોડાયેલા કેટલાક રહસ્યોનો ખુલાસો કર્યો હતો.
બેર ગ્રીલ્સ સાથેની આ ઇન્સ્ટાગ્રામ લાઇવ એક પ્રમોશનલ વિડિયો જ હતો કારણ કે અક્ષય કુમારને તમે ટુંક જ સમયમાં બેર ગ્રીલ્સ સાથે જંગલમાં સાહસ કરતા જોઈ શકશો. આ અત્યંત લોકપ્રિય ટેલિવિઝન શો કે જેનું નામ ઇનટુ ધ વાઇલ્ડ વિથ બેર ગ્રીલ્સ છે, તેમાં તમે કર્ણાટકના વાઘના અભયારણ્ય બંદીપુર ટાઇગર રિઝર્વમાં અક્ષય અને બેરને સાહસ કરતા જોઈ શકશો.
આ ઇન્સ્ટાગ્રામ લાઈવમાં તેમણે શોની વાતોની સાથે સાથે કેટલીક અંગત વાતો પણ કરી હતી. જ્યારે આ લાઇવ વિડિયોમાં હુમા કુરેશી કે જેણી અક્ષય કુમાર સાથે બેલબોટમ ફિલ્મ કરી રહી છે તેણીએ પૂછ્યું હતું કે અક્ષય કુમાર હાથીના છાણની ચા પીવા કેવી રીતે માન્યા ત્યારે તેમણે જવાબ આપ્યો હતો. ‘હું જરા પણ ભયભીત નહોતો. હું તો ભયભીત થવા માટે ઉત્તેજિત હતો. હું ગૌમુત્રના આયુર્વેદિક ગુણોના કારણે તેને રોજ પીઉં છું માટે હાથીના છાણની ચા મારા માટે ઠીક હતી.’ કદાચ તમે અક્ષય કુમારનું આ સિક્રેટ ક્યારેય નહી જાણતા હોવ પણ હવે તમે જાણી ગયા છો અને તમે પણ હવે ગૌ મુત્રનું સેવન કરતા ખચકાશો નહીં.
અક્ષય કુમારને તમે બેર ગ્રીલ્સ સાથે સાહસ કરતાં ડિસ્કવરી ચેનલ પર 14મી સપ્ટેમ્બરની રાત્રે 8 વાગે જોઈ શકશો. તમને જણાવી દઈએ કે આ પહેલાં બેર ગ્રીલ્સે સાઉથ સુપર સ્ટાર રજનીકાંત સાથે પણ એક એપિસોડ શૂટ કર્યો હતો તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ શૂટ કર્યું હતું.
અક્ષય કુમારના ઇન્સ્ટાગ્રામ લાઈવે ઘણા બધાને આકર્ષ્યું હતું જેમાં રણવીર સિંહનો પણ સમાવેશ થાય છે. રણવીરે અક્ષયને આ પોસ્ટ પર બર્થ ડે વિષ કરી હતી અને તેમના મૂછ વાળા લૂકના વખાણ પણ કર્યા હતા.
અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ 2021માં રિલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં વાણી કપૂર, હુમા કુરેશી અને લારા દત્તા પણ જોવા મળશે. તેમની બીજી ફિલ્મ લક્ષ્મી બોમ્બ દિવાળી પર ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય તમને ડરાવશે પણ ખરા અને હસાવશે પણ ખરા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "અક્ષય કુમારની ફિટનેસ પાછળ છે આ અનેક રહસ્યો, જેમાં અક્કી રોજ કરે છે ગૌમુત્રનું સેવન અને સાથે આ પણ…"
ટિપ્પણી પોસ્ટ કરો