ખીલની સમસ્યાથી ત્વચાને બચાવવા માટે અહીં જણાવેલા ઉપાય અજમાવો
યુવાવસ્થામાં ખીલની સમસ્યા થવી સામાન્ય છે,પણ ત્યારબાદ આ ખીલને દૂર કરવા માટે પાર્લરમાં જવું અથવા તો બજારમાં મળતા કેમિકલ્સવાળા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો.આ બધું તમારા ચેહરા પર ખીલની સમસ્યા ઘટાડવાના બદલે ખીલની સમસ્યા વધારવાનું કારણ બની શકે છે.આવા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો તેના કરતા તમારી જીવનશૈલી પર ધ્યાન આપવાથી તમારી ખીલની સમસ્યા દૂર થઈ શકે છે.કોરોનાના સમયગાળા દરમિયાન આપણને પાર્લરમાં જતા અથવા તો અજાણી પ્રોડક્ટ્સ પર વિશ્વાસ કરતા થોડો ડર લાગે છે,તેથી આજે અમે તમને તમારી જીવનશૈલીમાં કેવી રીતે બદલાવ લાવવો અને થોડા ઘરેલુ ઉપાય વિશે જણાવીશું.જેની મદદથી તમારા ચેહરા પરની ખીલની સમસ્યા છુમંતર થઈ જશે.
કબજિયાત પણ ચેહરા પર ખીલ થવાનું કારણ બની શકે છે.શરીરમાં જરૂરિયાત મુજબ પાણી ન હોવું,હોર્મોન્સના અસંતુલનના કારણે,ડાયટ,ઊંઘ પુરી ન કરવી અથવા તો તણાવ જેવી સમસ્યા પણ કબજિયાતનું કારણ હોય શકે છે.તેથી હમેશા તે કાળજી રાખવી કે તમને કબજિયાતની સમસ્યા ન રહે અથવા તો તમને વારંવાર કબજિયાતની સમસ્યા થતી હોય તો ડોક્ટર પાસે તાપસ કરાવવી જરૂરી છે.
પાણી
શરીરમાં અંદરની સંભાળ રાખવી જરૂરી છે.ઘણા લોકો માત્ર ત્યારે જ પાણી પીવે છે,જયારે તેમને તરસ લાગે છે.આ કરવું ખોટું છે,કારણ કે શરીર માંગે એ પહેલા શરીરમાં પાણી પૂરું પડવું જોઈએ.તમારે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 10 ગ્લાસ પાણી પીવું જોઈએ.પાણી પીવાથી તમારા શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને તમે સ્વસ્થ રહો છો.તેથી તમારા ચેહરા પર પણ ગ્લો આવે છે અને તમારી ખીલની સમસ્યા દૂર થાય છે.
તાજા ફળો
તમે બધા તો જાણો જ છો કે ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે.આપણે જયારે બીમાર હોઈએ છે ત્યારે ડોક્ટર પણ ફળો ખાવાની સલાહ આપે છે.કારણ કે ફળોમાં એવા વિટામિન હોય છે જે આપણા શરીરને સીધા પ્રાપ્ત થાય છે.ફળો માત્ર શરીર માટે જ નહીં,પરંતુ આપણી ત્વચા માટે પણ ખુબ ફાયદાકારક છે.ફળોનું સેવન કરવાથી ત્વચા પર થતી બધી જ સમસ્યાઓ દૂર થાય છે અને ફળો તમારા વજનને પણ નિયંત્રિત કરે છે.
જંક-ફૂડથી દૂર રેહવું
બારણું ખાન-પાન માત્ર તમારા શરીર માટે જ નહીં,પરંતુ ચેહરા માટે પણ હાનિકારક છે.ડોકટરો હંમેશા જંક-ફૂડથી દૂર રહેવા માટેની જ સલાહ આપે છે.તમારા ચેહરા પર ખીલની સમસ્યા થવાનું એક મોટું કારણ જંક-ફૂડ પણ છે.તેથી શક્ય હોય તેટલું આઈસ્ક્રીમ,ચોકલેટ,કોલ્ડ-ડ્રિંક્સ અથવા બહાર મળતા અન્ય ખોરાકનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
ચા-કોફી
તમારા ચેહરા પરના ખીલને દૂર કરવા માટે ચા અને કોફીનું સેવન બન્ધ કરવું પડશે.ઘણા લોકો એવા હોય છે કે તેમની સવાર ત્યારે જ પડે જયારે તેઓ ચા પીવે.આવા લોકોએ હર્બલ ચાનું સેવન કરવું જોઈએ.હર્બલ ચા તમારા ચેહરા પરના ખીલને દૂર કરશે અને તમારા જાડાપણાની સમસ્યા પણ દૂર કરશે.લેમનગ્રાસ,તજ અને કૈમોમિલ ચા તમારા માટે ખુબ સારો વિકલ્પ છે.લેમનગ્રાસ ચા તમને કેન્સરથી દૂર રાખે છે અને કૈમોમિલ ચા તમને તાણથી બચાવે છે.તેથી અહીં જણાવેલા ચાના વિકલ્પો તમારા ચેહરા માટે અને તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
વ્યાયામ
વ્યાયામનો તમારા નિત્યક્રમમાં સમાવેશ કરો.જો તમે ખુલ્લી હવામાં વ્યાયામ કરો છો,તો તમારા લોહીનો પ્રવાહ સારો રહે છે.વ્યાયામ સિવાય તમે યોગા,એરોબિક્સ અથવા તો ડાન્સ કરીને પણ તમારી શરીર અને તમારી ત્વચા સ્વસ્થ રાખી શકો છો,પણ આ માટે જરૂરી છે કે તમે નિયમિત વ્યાયામ અથવા તો યોગા,એરોબિક્સ કરો.
વાળમાં ડેનડ્રફ
વાળમાં થતો ડેનડ્રફ પણ તમારા ચેહરા પરના ખીલનું કારણ બની શકે છે.વાળમાં ડેનડ્રફ થવાથી લોકો વાળમાં તેલ નાખવાનું ભૂલી જ જાય છે,પણ જરૂરી છે કે જયારે પણ તમારા વાળમાં ડેનડ્રફ થાય ત્યારે તમે નાળિયેર તેલથી તમારા વાળની મસાજ કરો અને બીજા દિવસે તમારા વાળ ધોઈ લો અથવા તો તમે તમારા માથા ઉપરની ચામડીમાં લીંબુ ઘસીને વાળ ધોઈ શકો છો.આ બંને ઉપાય તમારા વાળ પર થતો ડેનડ્રફ દૂર કરશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ખીલની સમસ્યાથી ત્વચાને બચાવવા માટે અહીં જણાવેલા ઉપાય અજમાવો"
ટિપ્પણી પોસ્ટ કરો