ગુજરાતમાં વરસાદની સાથે સર્જાશે થંડરસ્ટોર્મની અસર, જાણો ક્યાં ક્યારે આવશે વરસાદ

ગુજરાતમાં આ 3 દિવસ દરમિયાન રહેશે થંડરસ્ટોર્મની અસર, જાણો વરસાદની સ્થિતિ

ચોમાસુ હવે અંતિમ તબક્કમાં છે. ગુજરાતના માથે એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જે સક્રિય થઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે.

image source

ગુજરાત માટે આગામી થોડા દિવસો માટે વરસાદનું જોર જોવામાં આવશે તેવી આગાહી પૂર્વે જ હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી હતી ખાસ કરીને 12 અને 13 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતમાં અનેક સ્થળોએ ભારેથી લઇ હળવા વરસાદનો ખતરો જોવા મળે તેવી આગાહીના પગલે કહી શકાય કે પૂર્વગામી અસરના કારણે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ગઇકાલથી જ સારો વરસાદ નોંધવામાં આવ્યો હતો. જો કે, આગામી થોડા દિવસ પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

image source

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની સાથે સાથે થંડર સ્ટોર્મની પણ આગાહી કરી છે. આવતી કાલે એટલે કે, 13 સપ્ટેમ્બરે દરિયામાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતમાં થંડર સ્ટોર્મનો કહેર પણ નોંધવામાં આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી આપી આ મામલે તંત્રને અને લોકોને સચેત રહેવા જણાવ્યું છે.

આવી રહેશે થંડર સ્ટોર્મની અસર, જાણો ક્યાં રહેશે વરસાદ

image source

13મી સપ્ટેમ્બરે ખેડા, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, આણંદ, હબોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢમાં વરસાદ પડી શકે છે. જ્યારે 14મી સપ્ટેમ્બરે ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, વલસાડ, નવસારી સહિતના વિસ્તારમાં 40 કિ.મી. ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

આગામી દિવસોમાં ભારે વરસાદનું અનુમાન

image source

તો અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. તો સાથે જ હવામાન વિભાગે થંડર સ્ટ્રોમની પણ આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધી 122 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં અનેક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. તો હજુ આગામી દિવસોમાં ભારે વરસાદને કારણે પાકમાં વધુ નુકસાન થઈ શકે છે.

આજે અહીં થશે વરસાદ

image source

હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં અત્યારે પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે. 12મી સપ્ટેમ્બરે સુરત, નર્મદા, વલસાડ, નવસારી, દમણ-દાદરા-નગર હવેલી, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદ પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "ગુજરાતમાં વરસાદની સાથે સર્જાશે થંડરસ્ટોર્મની અસર, જાણો ક્યાં ક્યારે આવશે વરસાદ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel