માં બનવાની છે ૪૭ વર્ષની ઐશ્વર્યા રાય, પણ ગર્ભાવસ્થાથી થઇ શકે છે જોખમ

અભિનેતા અભિષેક બચ્ચનએ હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેમાં એમણે ‘સરપ્રાઈઝ’ લખ્યું હતું. અભિષેકની આ પોસ્ટ પછી એવી અટકળો લગાવાઈ રહી છે કે કદાચ ઐશ્વર્યા ફરીથી માં બનવાની છે. તમને જણાવી દઈએ કે અભિષેક અને ઐશ્વર્યાની એક દીકરી છે. તો હવે એવી ખબરો આવી રહી છે કે ઐશ્વર્યા અને અભિષેક બીજા બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છે.
અભિષેક બચ્ચનની પોસ્ટ સિવાય ઐશ્વર્યાનો એક ફોટો પણ સામે આવ્યો હતો, જેમાં એમનો બેબી બંપ દેખાઈ રહ્યો હતો. ઐશ્વર્યાના ફોટા જોઇને લાગી રહ્યું હતું કે એ બીજીવાર માં બનવાની છે. જોકે, અત્યાર સુધી બચ્ચન પરિવાર તરફથી એ વાતની કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી.

શું આ ઉંમરે માં બની શકે છે ઐશ્વર્યા ?

ઐશ્વર્યા બચ્ચનની ઉંમર ૪૭ વર્ષની છે અને આ ઉંમરમાં માં બનવું સરળ નથી. વધારે ઉંમરમાં કુદરતી રીતે માં બનવાની શક્યતા બહુજ ઓછી થઇ જાય છે. એમ તો ૪૫ વર્ષની ઉંમર પછી પણ મહિલાઓ પ્રેગનેન્ટ થઇ શકે છે. પણ કુદરતી ગર્ભવતી થવામાં મહિલાને સમસ્યા થાય છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, ૨૦ વર્ષની ઉંમર પછી મહિલાઓની ગર્ભવતી થવાની શક્તિ સૌથી વધારે હોય છે. ૩૦ ના મધ્યની ઉંમરમાં એ શક્તિ ઓછી થવા લાગે છે અને ૪૦ ની ઉંમર પછી એમાં જડપથી ઘટાડો આવે છે અને મહિલાના ગર્ભમાં ૧/૩ સંખ્યામાં જ ઈંડું બની શકે છે એટલે કે જેમ જેમ ઉંમર વધે છે,ઈંડાની સંખ્યા ઘટવા લાગે છે.

જોખમ રહે છે મિસકેરેજનું

૪૫ વર્ષની ઉંમર પછી કુદરતી રીતે ગર્ભવતી થવું મુશ્કેલ હોય છે અને બાળકને પેદા કરવા માટે ફર્ટીલીટી સારવાર લેવી પડે છે. સાથે જ આ ઉમરમાં મિસકેરેજનું જોખમ વધી જાય છે.

માં બનવાના ઘણા વિકલ્પ છે

જે મહિલાઓ ૪૫ વર્ષ પછી ગર્ભવતી થવા ઈચ્છે છે , એમણે આઈવીએફની મદદ લેવી પડી શકે છે. ઘણી મહિલાઓ તો પોતાના એગ ફ્રીજીંગ કરાવી લે છે, અને જયારે માં બનવા ઈચ્છે છે , ત્યારે એ જ એગ ને ઈમ્પ્લાન્ટ કરાવી લે છે. એટલે બની શકે કે ઐશ્વર્યા અને અભિષેક આ વિકલ્પોની મદદથી બીજી વાર માતાપિતા બનવાના હોય.
ખાસ વાત એ છે કે હાલમાં જ ઐશ્વર્યા અને અભિષેકને પણ કોરોના થઇ ગયો હતો. એટલે એ લાંબો સમય હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. જોકે, હવે તેઓ બંને સ્વસ્થ છે.

0 Response to "માં બનવાની છે ૪૭ વર્ષની ઐશ્વર્યા રાય, પણ ગર્ભાવસ્થાથી થઇ શકે છે જોખમ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel