મન કી બાતમાં પીએમ મોદીએ આ મુદ્દાને આપ્યું મહત્વ, કોરોનાને લઈને પણ કહી આ વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશની જનતાને સંબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં લોકોને કોરોના કાળમાં સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી.

image source

મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમના માધ્યમથી દેશને સંબોધિત કર્યું. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ લોકોને કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની અપીલ કરી. મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે કોરોનાના સમયમાં બે ગજનું અંતર રાખવું ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાને કહ્યું કે, કોરોના સંકટના કાળમાં પણ કૃષિ ક્ષેત્રે પોતાનું કૌવત દર્શાવ્યું છે. દેશના ખેડૂત, ગામ જેટલા મજબૂત થશે, દેશ એટલો આત્મનિર્ભર થશે. વડાપ્રધાને કહ્યું કે, ખેડૂતોની મજબૂતીથી જ આત્મનિર્ભર ભારતનો પાયો બનશે. ખેડૂત મજબૂત હશે તો ભારત આત્મનિર્ભર બનશે.

શહીદ ભગતસિંહને કર્યા યાદ

image source

શહીદ ભગતસિંહને યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભગતસિંહનો જુસ્સો આપણા દિલમાં હોવો જોઈએ. દેશની આઝાદીમાં ભગતસિંઘનો મોટો ફાળો છે. હું શહીદ વીર ભગતસિંહને નમન કરું છું. બ્રિટિશ સરકાર તે 23 વર્ષીય વ્યક્તિથી ડરતી હતી.

PM મોદીએ જણાવ્યું વાર્તાઓનું મહત્ત્વ, કહ્યુ- દેશમાં કથાની પરંપરા

image source

PM મોદીએ દેશમાં કથાની પરંપરાની અગત્યતા વિશે વાત કરતાં જણાવ્યું કે, વાર્તાઓનો ઈતિહાસ એટલો જ જૂનો છે, જેટલી માનવ સભ્યતા. વાર્તાની તાકાત અનુભવ કરાવે તો કોઈ માતા પોતાના બાળકોને ભોજન ખવડાવતી વખતે વાર્તા સંભળાવે છે. ભારતમાં કથાની પરંપરા રહી છે. આપણને ગર્વ છે કે આપણે એ દેશના વાસી છીએ, જ્યાં હિતોપદેશ અને પંચતંત્રની પરંપરા રહી છે.

ખેડૂતો પર મૂક્યો ભાર

image source

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણા દેશમાં કહેવામાં આવે છે જે જમીનથી જેટલો જોડાયેલો હોય છે તે મોટામાં મોટા તોફાનોમાં પણ અડગ રહે છે. કોરોનાના આ આકરા સમયમાં આપણું કૃષિ ક્ષેત્ર, આપણા ખેડૂત તેનું જીવંત ઉદાહરણ છે. આજે ખેડૂતોને પોતાની મરજીથી ઉપજ વેચવાની આઝાદી મળી છે. ગત થોડા સમયમાં આ ક્ષેત્રએ અનેક અડચણોથી આઝાદ કર્યું છે. અનેક માન્યતાઓ તોડવાના પ્રયાસ કર્યા છે.

પહેલાંની મન કી બાતમાં વોકલ ફોર લોકલ પર ભાર મૂક્યો હતો

image source

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અગાઉના મન કી બાત કાર્યક્રમ દરમિયાન વૉકલ ફોર લોકલની સાથોસાથ કોરોનાથી જંગ અંગે સલાહ આપી હતી. દેશમાં સ્થાનિક રમકડાઓની ખૂબ જ સમૃદ્ધ પરંપરા રહી છે. ઘણા પ્રતિભાશાળી અને કુશળ કારીગરો છે જે સારા રમકડા બનાવવામાં નિષ્ણાત છે. ભારતના કેટલાક વિસ્તારો રમકડા ક્લસ્ટરો તરીકે પણ વિકસી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું, વૈશ્વિક રમકડા ઉદ્યોગમાં 7 લાખ કરોડથી વધુ છે. 7 લાખ કરોડ રૂપિયાનો આટલો મોટો ધંધો છે, પરંતુ તેમાં ભારતનો હિસ્સો ઘણો ઓછો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "મન કી બાતમાં પીએમ મોદીએ આ મુદ્દાને આપ્યું મહત્વ, કોરોનાને લઈને પણ કહી આ વાત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel