ગુજરાતમાં વધ્યો કોરોના, અમદાવાદમાં સ્થિતિ કાબૂમાં લેવા થઈ આ કામગીરી શરૂ
ભારતમાં કોરોનાનું સંક્રમણ યથાવત જોવા મળી રહ્યું છે. અહીં એક દિવસમાં 88 હજાર 759 કેસ નોંધાયા છે. આ સાથે જ ભારતમાં એક દિવસમાં 92 હજાર 359 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 9 લાખ 56 હજાર 511 છે. તો ભારતમાં કોરોનાના કુલ કેસ 59 લાખ 90 હજાર 581 સુધી પહોંચી ચૂક્યા છે. દેશમાં કોરોનાનું સંક્રમણ વધતાં તંત્ર સતર્ક બન્યું છે.
ગુજરાતમાં વધ્યું કોરોનાનું સંક્રમણ

રાજ્યમાં કોરોના કહેર યથાવત રહેતો જોવા મળી રહ્યો છે ત્યારે તંત્રની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1,31,808 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1417 પોઝિટિવ કેસ નોંધાયા છે તો ગઈકાલે 1419 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓ સાજા થવાનો દર 84.90 ટકા પહોંચ્યો છે. અત્યાર સુધી 1,11,909 દર્દીઓ સાજા થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અત્યારની સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં 16,490 કોરોના દર્દીઓ સારવાર હેઠળ હોવાનું નોંધાયું છે. આ સાથે જ અત્યાર સુધી કોરોનાથી કુલ 3409 દર્દીઓના મૃત્યુ થયા છે. તો રાજ્યમાં અત્યાર સુધી કુલ 41,72,051 ટેસ્ટ કરવામાં આવ્યા છે. કુલ 6,09,071 લોકોને ક્વોરન્ટાઇન કરાઈ ચૂક્યા છે. તો 392 વ્યક્તિઓને ફેસિલિટિ ક્વોરન્ટાઇન કરીને સારવાર આપવામાં આવી રહી છે. કોરોનાને કાબૂમાં લેવા માટે અનેક પ્રકારના શક્ય પ્રયાસો સરકાર કરી રહી છે.
અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર ઘટ્યા

ગુજરાતમાં અમદાવાદની વાત કરીએ તો રાહતના સમાચાર એ છે કે શહેરમાં હાલમાં 221 માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર હતા. તેમાંથી અત્યારે 22 વિસ્તારને કન્ટેઇનમેન્ટમાંથી મુક્ત જાહેર કરાયા છે. અમદાવાદમાં કોરોના કેસમાં સતત થઈ રહેલા વધારા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અહીં અગ્રેસીવ ટેસ્ટિંગની રણનીતિ બાદ પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ રોકવા AMCની કડક કાર્યવાહી

AMCનું શિવરંજની, નવરંગપુરા-વસ્ત્રાપુર વિસ્તારમાં ચેકિંગ કરાયું છે. આ ચેકિંગમાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવા માટે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. HL કોલેજ પાસેનું ચાય સુટ્ટા બાર આ કારણે સીલ કરાયું છે, તો IIM રોડ પર ડેનિસ કોફીબાર પણ સીલ થયું છે. સામાજિક અંતર ન જળવાતા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 2 દિવસ પહેલા SG હાઇવે પર કાફે સીલ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટના આદેશ બાદ AMCની કડક કાર્યવાહી શરૂ થઈ છે. આ કાર્યવાહીના ભાગ રૂપે ગઈકાલે શિવરંજનીમાં આવેલા તનિષ્કના શોરૂમની પણ મુલાકાત લેવાઈ હતી અને કાર્યવાહી બાદ તેને 30 હજારનો દંડ કરાયો હતો.
દુનિયામાં છે આવી સ્થિતિ

વિશ્વમાં કોરોનાનું સંક્રમણ યથાવત રહ્યું છે. અહીં એક દિવસમાં 2 લાખ 93 હજાર 873 કેસ નોંધાયા છે. વિશ્વમાં કોરોનાથી એક દિવસમાં 5 હજાર 297ના મૃત્યુ થયા છે અને હાલ વિશ્વમાં કોરોનાના એક્ટીવ કેસ 76 લાખ 46 હજાર 630 છે. વિશ્વમાં કોરોનાના કુલ કેસ 3 કરોડ 30 લાખ 46 હજાર 290 પહોંચ્યો છે. વિશ્વમાં અત્યાર સુધી કોરોનાથી 9 લાખ 98 હજાર 276ના મૃત્યુ થઈ ચૂક્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ગુજરાતમાં વધ્યો કોરોના, અમદાવાદમાં સ્થિતિ કાબૂમાં લેવા થઈ આ કામગીરી શરૂ"
ટિપ્પણી પોસ્ટ કરો