તારક મહેતાની સ્ટાર કાસ્ટ માટે દુ:ખના સમાચાર, આ અભિનેત્રી નીકળી કોરોના પોઝિટીવ, ટીમે મળીને કરી પ્રાર્થના
હાલમાં જ તારક મહેતા શોએ 3000 એપિસોડ પુરા કર્યા છે અને સેટ પર એની ઉજવણી પણ કરી હતી. ત્યારે હવે તારક મહેતા ટીમની આ ખુશીને ભંગ કરતાં એક સમાચાર સામે આવી રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની રીટા રિપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજા હાલમાં કોરોના પોઝિ઼ટીવ હોવાનું જાણવા મળ્યું છે. અભિનેત્રીએ તેના મિત્રો અને ચાહકોને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ જાણકારી આપી હતી કે તેનો રિપોર્ટ કોવિડ -19 પોઝિટિવ આવ્યો છે.
શુટિંગ વગર જ આવ્યો કોરોના
અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાંબી નોટ શેર કરી અને સમગ્ર માહિતી આપી હતી. તેણીએ આ સાથે જ એક વિનંતી કરી છે કે તેના મિત્રો અને સબંધીઓ જે કોઈ પણ તેના સંપર્કમાં આવ્યા છે તે લોકો કોરોનાનો રિપોર્ટ કરાવી લેજો. પ્રિયાએ બધાને પોતાના દીકરા માટે પ્રાર્થના કરવા વિનંતી કરી હતી અને એ પણ માહિતી આપી હતી કે તે શૂટિંગ નહોતી કરી રહી.
મારા બાળક માટે પ્રાર્થના કરજો
પ્રિયાએ લખ્યું, “આ મારી ફરજ બને છે કે હું તમને જાણ કરું છું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. હું ઘરમાં જ છું અને હું એકદમ બરાબર છું. હું ડોકટર એન બીએમસી દ્વારા આપવામાં આવેલી સૂચનાનું પાલન કરું છું. હું ઘરની અંદર જ ક્વોરેન્ટાઇન છું. જે કોઈ છેલ્લા 2-3 દિવસમાં મારી સાથે સંપર્કમાં આવ્યા હતા તે બધાને નમ્ર અપીલ છે કે પોતે જાતે કોરોના ટેસ્ટ કરાવી લે. હું શૂટિંગ કરી રહી નહોતી. હું મારા ઘરે જ હતી. બધા માસ્ક પહેરવાનું ભૂલશો નહીં. કોરોનાને કોઈએ પણ હળવાશથી લેવો નહીં. તેમજ મારા બાળક માટે પ્રાર્થના કરો ”
સાથે જ રિટાએ લખ્યું છે હું હાલ શૂટિંગ નહોતી કરી રહી અને ઘરે જ હતી, જ્યારથી આ વાઈરલ ફેલાયો હતો. તમારી જાતને સુરક્ષિત રાખજો અને માસ્ક પહેરવાનું ભૂલશો નહીં. તેમ જ રીટા રિપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજા રાજડાને કહ્યું છે કે મને અને મારા દીકરા અરદાસ વતી પ્રાર્થના કરજો.
તારક મહેતાની કાસ્ટે કરી પ્રાર્થના
ગયા વર્ષે નવેમ્બરમાં જ પ્રિયાએ તેના પુત્ર અરદાસને જન્મ આપ્યો હતો અને ત્યારથી જ પ્રિયા પ્રસૂતિ વિરામ પર છે. તે શોમાં જોવા મળી રહી નથી, ફુલ આરામ મોડમાં હોવા છતાં કોરોના આવી ગયો છે. જેથી તેણે બધાને નમ્ર અપીલ કરી કે કોરોનાને કોઈ હળવાશમાં ન લે. આ સાથે જ પ્રિયાના કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવના સમાચાર વાયરલ થતાં જ દિલીપ જોશી, સમય શાહ, ભૂતપૂર્વ સોનુ (ઝીલ મહેતા) બધાએ પ્રિયાને ઝડપથી સાજી થઈ જાય એવી શુભેચ્છા પાઠવી હતી.
ગયા વર્ષે 27 નવેમ્બરે જ આપ્યો હતો બાળકને જન્મ
પ્રિયા અને માલવ રાજડાના લગ્ન 19 નવેમ્બર 2011એ થયા હતા. બન્ને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર એકબીજા સાથે પ્રેમમાં પડ્યા હતા. શૉમાં રીટા રિપોર્ટરનું પાત્ર લોકોને ઘણું પસંદ અને લોકપ્રિય છે. પ્રિયા આહુજાએ ગયા વર્ષે 27 નવેમ્બરે એક બેબી બોયને જન્મ આપ્યો હતો. માલવ તારક મહેતા કા ઉલટા ચશ્માના ચીફ ડાયરેકટર પણ છે.
હાલના એપિસોડમાં પણ કર્યો છે કોરોનાનો ઉલ્લેખ
હાલની સ્થિતીને જોઈને તારક મહેતા શૉના આવનારા એપિસોડમાં કોરોના વાઈરસની ગોકુલધામ સોસાયટીમાં એન્ટ્રી થતી જોવા મળવાની છે. સીરિયલના પ્રોમોમાં ઑલ ઈન વન જનરલ સ્ટોરના અબ્દુલને શરદી અને તાવ આવે છે અને તે કોરોના વાઈરસના ચપેટમાં આવી જાય છે. ત્યારે આખી ગોકુલધામ સોસાયટી હેરાન થઈ જાય છે. જ્યારે ડૉ. હાથીને ખબર પડે છે ત્યારે તે અબ્દુલને તપાસે છે અને તાત્કાલિક સોસાયટીમાં મીટિંગ બોલાવવાની માંગ કરે છે અને અબ્દુલમાં કોરોના વાઈરસના લક્ષ્ણો જોવા મળી રહ્યા છે, એવું ડૉ હાથી જણાવે છે. સાથે જ ભીડે, કોમલ સહિત બીજા કલાકારોને પણ આ વાતનો ડર સતાવી રહ્યો છે, કે શું આખી ગોકુલધામ ક્વૉરન્ટીન થશે?
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "તારક મહેતાની સ્ટાર કાસ્ટ માટે દુ:ખના સમાચાર, આ અભિનેત્રી નીકળી કોરોના પોઝિટીવ, ટીમે મળીને કરી પ્રાર્થના"
ટિપ્પણી પોસ્ટ કરો