આજથી પિતૃપક્ષ શરૂ, જાણો શ્રાદ્ધમાં શા માટે કાગડાને ભોજન કરાવવામાં આવે છે
આ વખતે આજના દિવસથી પિતૃપક્ષ ની શરૂઆત થઇ ચુકી છે. આ પક્ષ 17 તારીખ સુધી ચાલશે. આ દિવસોમાં પિતઓને પિંડદાન, શ્રાદ્ધ, તર્પણ વગેરે કર્મ કરવામાં આવે છે. પિતૃપક્ષમાં આપણાં પિતૃઓ ધરતી પર આવીને આપણને આશીર્વાદ આપે છે. આ પિતૃઓ પશુ-પક્ષીઓના માધ્યમથી આપણી પાસે આવે છે. તેઓ આ જીવોના માધ્યમથી જ ભોજન ગ્રહણ કરે છે.
પિતૃઓ પશુ-પક્ષીઓના સ્વરૂપમાં ધરતી પર આવીને પોતાના વંશજોને આશીર્વાદ આપે છે. જેથી શ્રાદ્ધપક્ષમાં પશુ-પક્ષીઓની સેવા કરવી જરૂરી માનવામાં આવે છે. ખાસ કરીને કાગડા, ગાય અને કૂતરાને ભોજન આપવાની, ચોખાના બનેલાં પિંડનું દાન કરવાની પરંપરા છે. તો ચાલો જાણી લઈએ કાગડા, કુતરા અને ગાય ને શા માટે ભોજન કરાવવામાં આવે છે.
image source
કાગડા, ગાય અને કૂતરાને ભોજન કેમ?
બધા જ પિતૃઓનો વાસ પિતૃલોક અને થોડાં સમય માટે યમલોક પણ રહે છે. પિતૃપક્ષમાં યમ બિલ અને શ્વાન બલિ આપવાનનું વિધાન છે. યમબલિ કાગડાને અને શ્વાન બલિ કૂતરાને ભોજન સ્વરૂપે આપવામાં આવે છે. કાગડાને યમરાજનો સંદેશાવાહક માનવામાં આવે છે. યમરાજ પાસે બે શ્વાન એટલે કૂતરા છે. તેના જ કારણે કૂતરા અને કાગડાને ભોજન આપવામાં આવે છે. ગાયમાં બધા દેવી-દેવતાઓનો વાસ છે. જેના કારણે ગાયને પણ ભોજન આપવામાં આવે છે.
image source
કાગડા થી જોડાયેલ શાસ્ત્રો માં બહુ બધા શુભ અને અશુભ સંકેતો ના વિષે જણાવ્યું છે, એવું કહેવામાં આવે છે કે જો પિતૃપક્ષ ના દિવસો માં કેટલાક સંકેત મળે છે તો તેનાથી તમે પોતાના જીવન ની પરિસ્થિતિઓ ના વિષે અંદાજો લગાવી શકો છો.
- જો તમે પિતૃપક્ષ ના દિવસો માં કાગડા ને લીલા ભરેલ વૃક્ષ અથવા પછી ઘર ની છત પર બેસેલ દેખો છો તો આ વાત ની તરફ સંકેત કરે છે કે તમને અચાનક ક્યાંક થી આર્થીક લાભ ની પ્રાપ્તિ થઇ શકે છે.
- જો તમે પિતૃપક્ષ માં કાગડા ને ડાબી તરફ થી આવીને ભોજન ગ્રહણ કરતા દેખો છો તો આ વાત નો સંકેત હોય છે કે તમારા દ્વારા કરેલ યાત્રા અથવા પછી કોઈ પણ કાર્ય કોઈ બાધા વગર સફળ થઇ શકે છે.
- જો તમે પિતૃપક્ષ ના દિવસો માં કોઈ કાગડા ની ચાંચ માં ફૂલ અને કોઈ પાંદડું દેખો છો તો તેનો અર્થ થાય છે કે તમારી મનોકામના બહુ જલ્દી પૂરી થઇ શકે છે.
image source
શ્રાદ્ધના ભોજનમાં ખીર-પૂરી
પિતૃપક્ષમાં પકવેલું અનાજ દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ખીરને પાયસ અન્ય માનવામાં આવે છે. પાયસને પ્રથમ ભોગ માને છે. તેમાં દૂધ અને ચોખાની શક્તિ હોય છે. ધાન એટલે ચોખા એવું અનાજ છે, જે જૂના થવાથી પણ ખરાબ થતું નથી. જેટલાં જૂના હોય છે, તેટલાં જ સારા માનવામાં આવે છે. ચોખાના આ ગુણના કારણે તેને જન્મથી મૃત્યુ સુધીના સંસ્કારોમાં સામેલ કરવામાં આવે છે. એટલે પિતૃઓને ખીરનો ભોગ ધરાવાય છે. ભારતીય સમાજમાં ખીર-પૂરી મોટાભાગે વિશેષ તિથિ-તહેવાર ઉપર બનતું પકવાન છે. પિતૃપક્ષ પણ પિતૃઓનો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસોમાં પિતૃઓ આપણાં ઘરે પધારે છે. એટલે તેમના સત્કાર માટે ખીર-પૂરી બનાવવામાં આવે છે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "આજથી પિતૃપક્ષ શરૂ, જાણો શ્રાદ્ધમાં શા માટે કાગડાને ભોજન કરાવવામાં આવે છે"
ટિપ્પણી પોસ્ટ કરો