સારા જોડે બ્રેકઅપ પછી એકદમ તૂટી ગયા હતા સુશાંત, ખુબ જ રોતાં રોતાં કહ્યું હતું ‘મારી સાથે…
જયારે બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની ખબર અઢી મહિના પહેલા સામે આવી હતી તો આખો દેશ એકદમ આઘાતમાં સરી ગયો હતો. કોઈને એ વાત પર વિશ્વાસ જ નહતો આવતો કે આટલો જીવંત વ્યક્તિ એટલું જલ્દી આ દુનિયાને અલવિદા કહીને કાયમ માટે ચાલ્યા ગયા છે. સુશાંતની મોતને લગભગ અઢી મહિના થઇ ગયા છે, પણ હજી સુધી લોકોના મોઢેથી એમનું નામ ગયું નથી. સુશાંતના મોતને લઈને રોજેરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે.

ફૂટી ફૂટીને રડ્યા હતા સુશાંત
હવે સુશાંત સિંહ રાજપૂતના પરિવારના મિત્રે પણ સુશાંતને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સુશાંતની મિત્ર સ્મિતા પારેખે સુશાંત –સારાના રીલેશનશીપ પર મોટો ખુલાસો કર્યો છે. સ્મિતાએ જણાવ્યું છે કે સારા અલી ખાન સાથે બ્રેકઅપ પછી સુશાંત ઘણા દુઃખી થયા હતા. સારા સાથે બ્રેકઅપ થયા પછી એ અંદરથી એકદમ તૂટી ગયા હતા, અને એ બ્રેકઅપ પછી કલાકો સુધી રડ્યા હતા. સુશાંતે રડતા રડતા સ્મિતાને કહ્યું હતું કે આખરે એમની સાથે જ એવું કેમ થાય છે?
ખટકી હતી આ વાત
સ્મિતાએ જણાવ્યું કે સારા ના જતા જ સુશાંતના જીવનમાં રિયા ચક્રવર્તી આવી ગઈ હતી. રિયા બહુ જ ઓછા સમયમાં સુશાંતની નજીક આવી ગઈ હતી. એટલી જલ્દી રિયાનું સુશાંતનું નજીક આવી જવું સ્મિતાને ખટક્યું પણ હતું. રિયા બહુ જ જલ્દી સુશાંતના જીવનમાં પોતાની જગ્યા બનાવી ચુકી હતી. સ્મિતાએ એવું પણ જણાવ્યું કે જયારે સુશાંત કેદારનાથનું પ્રમોશન કરી રહ્યા હતા, એ દરમિયાન ઘણા ખુશ હતા.
જણાવી દઈએ, સારા અને સુશાંતના રીલેશનશીપ પર સુશાંત સાથે જોડાયેલ ઘણા લોકો ખુલાસા કરી ચુક્યા છે. ઘણા લોકો એ જણાવી ચુક્યા છે કે સારા અને સુશાંત એકબીજાના પ્રેમમાં પાગલ હતા. બંને વચ્ચે એકબીજા માટે ઘણું સમ્માન પણ હતું. વચ્ચે એવી ખબર પણ ઉડી હતી કે સારાએ સુશાંત સાથે બ્રેકઅપ પોતાની માં અમૃતા સિંહના કહેવાથી કર્યું હતું. જોકે, આ ખબરમાં કેટલી હકીકત છે, એની કોઈ પુષ્ટિ નથી થઇ.
0 Response to "સારા જોડે બ્રેકઅપ પછી એકદમ તૂટી ગયા હતા સુશાંત, ખુબ જ રોતાં રોતાં કહ્યું હતું ‘મારી સાથે…"
ટિપ્પણી પોસ્ટ કરો