એક બોટલ દારુની કિંમતમાં આવી જશે કેટલીય મોંઘી-મોંઘી કાર, વિશ્વના સૌથી મોંઘા દારુનો ભાવ તમારુ મોઢું ખુલ્લુ રાખી દેશે
ગુજરાતમાં દારુબંધી છે અને રાજ્ય સરકાર પણ બડાસ કરી રહી છે કે અહીં કોઈ જ દારુ નથી પીતું. છતાં આજે આખા રાજ્યને ખબર છે કે ગુજરાતમાં કેટલો દારુ પીવાય છે. ખેર, એ વાતો તો છે જ પણ આજે એક એવી માહિતી સામે આવી છે કે જે સાંભળીને તમારી આંખો પહોળી રહી છે.

તમે અત્યાર સુધીમાં દસ હજાર કે વીસ હજારની કિંમત્તની દારુની બોટલ જોઈ હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિશ્વની સૌથી મોંઘી દારુની બોટલની કિંમત શું હોઈ શકે છે? યુરોપિયન દેશ હંગેરીના મુખ્ય પર્યટક સ્થળ ટોકજના દારુ ઉત્પાદકોએ એક વાઇન તૈયાર કરી છે, જેની એક બોટલની કિંમત 28.41 લાખ રૂપિયા છે. એટલું જ નહીં, તેને વિશ્વની સૌથી મોંઘી દારુની બોટલ પણ કહેવામાં આવે છે.

આ દારુનું નામ ઇન્સેસિયા 2008 ડિસેંસ્ટર છે. ‘ઈસેન્સિયા 2008 ડિસેંસ્ટર’ વિશેની સૌથી અગત્યની બાબત એ છે કે તે મર્યાદિત માત્રામાં તૈયાર કરવામાં આવે છે. હજી સુધી આ દારૂની માત્ર 20 બોટલો તૈયાર કરવામાં આવી છે, એટલી મોંઘી હોવા છતાં એમાંથી 11 બોટલ તો વેચાઇ પણ ગઈ છે. ‘ઈસેન્સિયા 2008 ડિસેન્ટર’ નું પેકિંગ પણ ખૂબ જ આકર્ષક છે. આ દારુની દરેક બોટલને એક ચળકતા બ્લેક બોક્સમાં મૂકવામાં આવે છે, જેમાં સ્વીચવ લગાવેલ હોય છે, જે બોટલને વધુ ચળકતી બનાવે છે. તેની બીજી ખાસ બાબત એ છે કે કોઈ પણ બોટલ એકબીજા સાથે મેચ ન થતી હોય, એટલે કે, દરેકને અલગ અને વિશેષ રીતે બનાવવામાં આવે છે.

આ દારુ 2008માં તૈયાર કરવામાં આવ્યો હતો, જે ઘણા વર્ષો પછી બોટલમાં પેક કરવામાં આવ્યો હતો. તેને બનાવનારી કંપનીના જનરલ મેનેજર જોલ્ટન કોવાક્સના મતે, ‘ઈસેન્સિયા 2008 ડિસેંસ્ટર’ દારુ તૈયાર થયાના આઠ વર્ષ પછી બોટલમાં પેક કરવાનું યોગ્ય માનવામાં આવે છે. ‘ઈસેન્સિયા 2008 ડિસેંસ્ટર’ની એક્સપાયરી ડેટ વર્ષ 2300 છે, એટલે કે લોકો ઇચ્છે તો તેને 80 વર્ષ સુધી બચાવી શકે છે.

જોલ્ટન કોવાક્સના મતે આ દારુ એક ખાસ ઋતુ માટે બનાવવામાં આવે છે અને લગભગ એક કિલો પાકેલી દ્રાક્ષનો ઉપયોગલ કરો ત્યારે એક ચમચી જેટલો દારુ બને છે. જો દારુની એક બોટલ બનાવવી હોય, તો આ માટે લગભગ 20 કિલો દ્રાક્ષની જરૂર પડે છે. તેની 37.5 સે.મી. બોટલમાં ત્રણ ટકા દારૂ હોય છે. આ બોટલમાં ફક્ત મહત્તમ ચાર ટકા આલ્કોહોલ હોઇ શકે છે, જે અન્ય દારુ કરતાં ઘણી વધારે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "એક બોટલ દારુની કિંમતમાં આવી જશે કેટલીય મોંઘી-મોંઘી કાર, વિશ્વના સૌથી મોંઘા દારુનો ભાવ તમારુ મોઢું ખુલ્લુ રાખી દેશે"
ટિપ્પણી પોસ્ટ કરો