ભારતના કેદીઓની આવી હાલત જોઈને તમારી આંતરડી કકળી ઉઠશે, જાનવર કરતાં પણ વધારે ભયંકર દુખી છે આ લોકો

જેલ જેલ હોય છે. ત્યાં જલસા તો ન જ હોય. આ વાત આખું ગામ ભલીભાતી જાણે છે. પરંતુ કહેવાય ને કે દરેક વસ્તુની કોઈ એક સીમા નક્કી હોય. જેલમાં પણ કેદી હોય એનો અર્થ એ નથી કે હદ બહાર હેરાન કરવાં, પરંતુ વિદેશમાં અમુક જેલ એવી છે કે જ્યાં ભારતના કેદીઓ સાથે ખુબ ખરાબ વ્યવહાર કરવામાં આવે છે અને પશુની જેમ રાખવામાં આવે છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો કે જ્યારે સાઉદી અરેબિયાની એક જેલના ઓરડામાં અઢીસોથી વધુ ભારતીયોને જાનવરની જેમ રાખવામાં આવતાં ગૂંગળાયેલા એક ભારતીય કેદીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મદદ માગી હતી.

image source

આ જેલમાં રહેલાં મોટા ભાગના કેદીઓ લૉકડાઉનનો ભંગ કરતાં પકડાયા હતા. અત્યાર સુધી લોકોના મનમાં એવું જ હતું કે લોકડાઉનના ભંગની સજા વળી કેવીક હોતી હશે. કારણ કે ભારતમા લોકડાઉનનો ભંગ કર્યો હોય અને જેલ થઈ હોય એવા કિસ્સા નથી, વધારેમાં વધારે તો ભંગ કરવા બદલ પોલીસે મોર બોલાવ્યા હતા. પરંતુ વિદેશમા આવું નથી. ત્યાં જેલમાં મોટા ભાગના ભારતીય કેદીઓને જાનવરની જેમ રાખવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

image source

દેવબંદના એક મુસ્લિમ યુવાન મુસ્તકિમે વડા પ્રધાનને સોશિયલ મીડિયા પર વિનંતી કરી હતી કે અમને આ જાળમાંથી બહાર કાઢી લો. વાયરલ ઓડિયો-વિડિયો ક્લીપમાં એવો દાવો કરાયો હતો કે લૉકડાઉનનો ભંગ કરનારા હજારો ભારતીયો અહીં જેલમાં જાનવરની જેમ સડી રહ્યાં હતા. આ સંદેશો ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં દાવાનળની પેઠે વાઇરલ થયો હતો. સાઉદી અરેબિયાની જેલમાં રહેલા આ ભારતીય કેદીઓએ ચૂપચાપ આ વિડિયો ક્લીપ બનાવીને સોશિયલ મિડિયા પર મૂકી હતી. જ્યારે હવે ઈન્ટરનેટ પર વાયુવેગે વાયરલ થઈ રહી છે અને વિદેશના કાયદાની ટીકા કરવામાં આવી રહી છે.

image source

માત્ર એક યુવકે જ નહીં પણ આ મુસ્તકિમના પરિવારજનોએ પણ PM મોદીને વિનંતી કરી હતી કે આ લોકોને છોડાવવામાં તમે કંઈક કરો અને અમારા સંતાનો સાથે બીજા હજારો ભારતીયોને આ મુસીબતમાંથી ઉગારો. આ યુવકે એવો દાવો પણ કર્યો હતો કે લ઼ૉકડાઉનનો ભંગ કરતાં ઝડપાયેલા બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓને છોડાઇ રહ્યા હતા જ્યારે અમને એક જ રૂમમાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા હતા.

image source

અમારી સાથે જાનવર જેવી વર્તણુક કરવામાં આવી રહી છે. સહરાનપુરમાં મુસ્તકિમની પત્ની શબાનાએ કહ્યું કે- મારો પતિ લોકડાઉન પહેલાં સાઉદી અરેબિયા કામ કરવા ગયો હતો. સોશિયલ મીડિયામા જે વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે એ મારા પતિ મુસ્તકિમની જ છે. એ સાઉદી અરેબિયાની જેલમાં ખૂબ હેરાન થઇ રહ્યો હતો. તો તમને વિનંતી કરુ છું કે એને અને એના જેવા અનેક ભારતીયોને આ મહા-મુસીબતમાંથી બચાવી લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "ભારતના કેદીઓની આવી હાલત જોઈને તમારી આંતરડી કકળી ઉઠશે, જાનવર કરતાં પણ વધારે ભયંકર દુખી છે આ લોકો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel