મોટી તક: ૫૦ હજારથી પણ વધુ કમાણી કરવા માંગતા હોય તો આજે કરો અપ્લાય, ૪ કલાકમાં જ થશે હજારોની કમાણી….

આજકાલ દરેક લોકો ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છે. ઓનલાઈન શોપિંગ કરવા માટે ઘણી એપ્લીકેશન માર્કેટમાં જોવા મળે છે. જેમ કે એમેજોન, ફ્લિપકાર્ટ, ક્લબ ફેક્ટરી, મિશો, મ્યત્રા વગેરે ઘણી એપ્લીકેશન પરથી શોપિંગ કરી શકાય છે. એમાંથી એમેજોન કંપની ખુબ જ મોટી છે. આ ઓનલાઈન એપ્લીકેશન પરથી દુનિયાના ઘણા લોકો શોપિંગ કરે છે. મોટી ઓનલાઇન શૉપિંગ કંપની Amazon સાથે જોડાઇને કોઇપણ વ્યક્તિ ઓછા સમયમાં વધુ રૂપિયાની કમાણી કરી શકે છે. બેરોજગારો માટે આ એક સારી તક છે.

image source

અમેઝોન માં તમે ફુલ ટાઇમ જૉબ સાથે પાર્ટ ટાઇમ જોબ પણ કરી શકો છો. અમેઝોન સાથે સ્ટુડન્ટ્સ પણ પાર્ટ ટાઇમ જોબ કરીને રૂપિયા કમાઇ શકે છે અને પોતાનો ખર્ચ કાઢી શકે છે. આજે અમે તમને એના વિશે વધારે માહિતી જણાવી દઈએ. અમેઝોન ડિલીવરી બૉય બનીને જોરદાર કમાણી કરી શકો છો. તો ચાલો તમને જણાવી દઈએ આ વિશે માહિતીવાર…

image source

દેશભરમાં લાખો લોકો અમેઝોન ના ડિલીવરી ની જોબ કરે છે આ અમેઝોનના ડીલીવરી બૉય દરરોજ લાખો પેકેજ ડિલીવર કરે છે. આ ડીલિવરી બોયને આશરે 100 થી 150 પેકેજ એક દિવસમાં ડિલીવર કરવાના હોય છે. અમેઝોન સેન્ટરમાંથી આશરે 10-15 કિલોમીટરના એરિયામાં પેકેજ ડિલિવર કરવામાં આવે છે. અમેઝોન ડિલીવરી બોયનું કહેવુ છે કે તે એક દિવસમાં આશરે 4 કલાકમાં 100 થી 150 પેકેજ ડિલીવર કરે છે.

જરૂરી ડોક્યુમેન્ટ્સ

સ્કૂલ કે કોલેજ નું પાસિંગ સર્ટિફિકેટ હોવુ જરૂરી છે. ડિલીવરી કરવા માટે તમારી પાસે તમારી બાઇક કે સ્કૂટર પર હોવુ જરૂરી છે. સાથે જ બાઇક કે સ્કૂટરનું ઇન્શ્યોરન્સ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ હોવુ જરૂરી છે.

image source

કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન

અમેઝોન માં ડિલીવરી બોયની નોકરી કરવા માટે તમે તમારા ઇમેલ આઇડી દ્વારા રજીસ્ટર કરાવી શકો છો. જો તમે ડિલીવરી બોયની નોકરી કરવા માગતા હોવ તો અમેઝોન ની સાઇટ https://ift.tt/2NLRenH પર ડાયરેક્ટ અરજી કરી શકો છો. આ ઉપરાંત એમેઝોનના કોઇપણ સેન્ટર પર જઇને નોકરી માટે અપ્લાય કરી શકો છો.

image source

થઇ શકે છે હજારોની કમાણી

સામાન્ય રીતે એમેઝોન ડિલીવરી બૉયને દર મહિને સેલરી પર મળતું હોય છે. પરંતુ તેમાં પેટ્રોલનો ખર્ચ તમારો પોતાનો હોય છે. એક પ્રોડક્ટ કે પેકેજ ડિલીવર કરવા પર તમને 15 થી 20 રૂપિયા મળે છે. જો કોઇ વ્યક્તિ દરરોજ 100 પેકેજ ડિલીવર કરે તો એક મહિનામાં આરામથી 60 થી 70 હજાર રૂપિયાની કમાણી કરી શકે છે. આ રીતે ૫૦ હજારથી પણ વધારે કમાણી થઇ શકે છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "મોટી તક: ૫૦ હજારથી પણ વધુ કમાણી કરવા માંગતા હોય તો આજે કરો અપ્લાય, ૪ કલાકમાં જ થશે હજારોની કમાણી…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel