એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર વાનગી, આજે જ બનાવો ખુબ જ ટેસ્ટી મિસળ પાવ..
દરેક લોકોને દરરોજ નવી નવી વાનગી ખાવાનો શોખ હોય છે, આજકાલ કોઈ પણ વ્યક્તિને એક ને એક વસ્તુ ખાવાનું પસંદ હોતું નથી. આજે અમે તમને એક એવી સ્વાદિષ્ટ અને ખુબ જ ટેસ્ટી વાનગી ની રેસીપી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને દરેક લોકો ખુબ જ પસંદ કરે છે. આ એવી વાનગી છે જે મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. જેનું નામ છે મિસળ પાવ. જે કઠોળમાંથી બનાવવામાં આવે છે. મિસળ પાવ ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ હોય છે. તો ચાલો એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર મિસળ પાવ બનાવવાની રેસીપી વિશે જણાવી દઈએ..
image source
જરૂરી સામગ્રી
- ફણગાવેલા મગ અને મઠ (બાફેલા પણ લઇ શકો છો)
- બાફેલા સૂકા વટાણા,
- બાફેલા ચણા,
- થોડું તેલ,
- ટામેટાં,
- ડુંગળી ઝીણી સમારેલી,
- કળી લસણ,
- મીઠા લીમડાના પાન,
image source
- આદુ મરચાની પેસ્ટ,
- જીરુ,
- હળદર,
- હિંગ,
- ધાણાજીરું,
- મરચું,
- ગરમ મસાલો,
- મીઠું સ્વાદાનુસાર.
image source
મિસળ પાવ બનાવવાની રીત
- સૌ પ્રથમ કઠોળ (મગ અને મઠ) ને સરખી રીતે સાફ કરીને બાફી લેવા..
- ત્યારબાદ 2 ટામેટાં નું કટિંગ કરી લેવુ, ફોલેલું લસણ અને મીઠા લીમડાંના પાન લેવા અને પછી એને એક મિક્સર બઉલમાં લઇને એ બધી વસ્તુને ક્રશ કરી લેવી.
- હવે એક કડાઈ માં તેલ મુકો અને ગરમ થાય પછી તેમાં જીરું, હિંગ અને હળદર મિક્સ કરીને પછી તેમાં ડુંગળી નાખી સાંતળો.
- એ પછી તેમાં વધેલું એક ટામેટું, આદુ મરચાંની પેસ્ટ અને ટામેટાં, લસણનો ક્રશ નાખીને બરાબર સાંતળો.
- હવે ધાણાજીરું, મરચું નાખીને બરાબર સાંતળો. ત્યાં પછી બધા જ બાફેલા કઠોળ એક પછી એક મિક્સ કરતુ જવું અને હલાવવું.
- ત્યાર બાદ 2 ગ્લાસ પાણી નાખીને 15 થી 20 મિનિટ ધીમા તાપમાન પર ઉકાળવા દેવું, પછી ગરમ મસાલો અને લીંબુ નાખીને 2 મિનિટ થવા દો. પછી ગેસ બંધ કરી દેવો.
image source
હવે તૈયાર છે મિસળ પાવ. આ મિસળ ને કોથમીરથી ગાર્નિશ કરીને પાવ અને ચેવડો કે તીખી સેવ સાથે સર્વે કરો. આ મિસળ બાળકો થી લઈને દરેક લોકોને પસંદ આવશે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી




0 Response to "એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર વાનગી, આજે જ બનાવો ખુબ જ ટેસ્ટી મિસળ પાવ.."
ટિપ્પણી પોસ્ટ કરો