અંકિતા લોખંડેની આ સુંદર વાઇટ સાડી જોઈ લોકોને યાદ આવી ગયા સુશાંત સિંહ રાજપૂત
અંકિતા લોખંડેએ થોડા દિવસ પહેલા જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સુંદર સફેદ સાડીવાળો પોતાનો એક ફોટો શેર કર્યો અને લોકો અંકિતા લોખંડેના આ લુકના દીવાના થઈ ગયા. અંકિતા લોખંડેએ પોતાનો ફોટો શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે “ખુશ કેવી રીતે રહી શકાય….દરેક સવારે એ નક્કી કરી લો કે તમારો મૂડ સારો છે.”
ફેન્સને અંકિતા લોખંડેનો આ સાડી લુક ખૂબ જ પસંદ પડી રહ્યો છે કારણ કે અંકિતા આ સફેદ સાડીમાં ગજબની સુંદર લાગી રહી હતી. અંકિતા લોખંડેની આ સફેદ સાડી સી-થ્રુ હતી અને એના પર ઝીણું ભરતકામ કરીને ડિઝાઇન બનાવેલી હતી. આ સફેદ સાડીના પાલવમાં વધુ ભરતકામ હતું. એટલું જ નહીં આ ખૂબ જ સુંદર સફેદ સાડી સાથે અંકિતા લોખંડેએ જે બ્લાઉઝ પહેર્યું હતું એ પણ ઘણું જ સેક્સી હતું.
ફેન્સને ન ફક્ત અંકિતા લોખંડેની આ સફેદ સાડી પસંદ આવી પણ એમને તો આ સાડીનું કનેક્શન સુશાંત સિંહ રાજપૂત સાથે પણ જોડી દીધું. ઘણા બધા ફેન્સે લખ્યું કે અરે આ તો એ જ સાડી છે ને જે તમે સુશાંત સિંહ રાજપૂત સાથે પણ પહેરી હતી. અમુક ફેન્સે એવું પણ લખ્યું કે લાગે છે કે આ સાડી સુશાંત સિંહ રાજપૂતની ફેવરીટ રહી હશે એટલે જ તમને ઘણી વાર આ સાડીમાં સુશાંત સિંહ રાજપૂત સાથે જોવામાં આવ્યા છે.
વાત જાણે એમ છે કે ફેન્સ જે સાડીની વાત કરી રહ્યા હતા એ સાડી અંકિતાએ હાલમાં પહેરેલી સાડી કરતા થોડી અલગ હતી પણ તેમ છતાં લોકો આજે પણ અંકિતા લોખંડેને સુશાંત સિંહ રાજપૂત સાથે જોડીને જ જોવે છે.
આ હતી એ સાડી જે અંકિતા લોખંડેએ સુશાંત સિંહ રાજપૂત સાથે પહેરી હતી.
એક ફેને તો કમેન્ટમાં આ પણ પોસ્ટ કર્યું અને સાથે લખ્યું કે ગેઝ કરો કે આ કોણ છે, લોકોને આ પણ ખૂબ જ ગમ્યું હતું અને આના પર પણ લોકો સુશાંત સિંહ રાજપૂત માટે કમેન્ટ કરી રહ્યા છે.
અંકિતા લોખંડેએ હાલ થોડા દિવસ પહેલા જે સફેદ સદીમાં પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે એ સાડી આ છે.
તમને જણાવી દઈએ કે અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત એક સમયે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. એમનો આ પ્રેમ સંબંધ 6 વર્ષ સુધી ચાલ્યો અને આખરે બંનેનું વર્ષ 2016માં બ્રેકઅપ થઈ ગયું હતું. સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેમના જ ફ્લેટમાં પંખે લટકેલા મળી આવ્યા હતા. એ દિવસથી અંકિતા સતત સુશાંત સિંહ રાજપૂતના પરિવારને સહારો આપતી જોવા મળી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અંકિતા લોખંડેની આ સુંદર વાઇટ સાડી જોઈ લોકોને યાદ આવી ગયા સુશાંત સિંહ રાજપૂત"
ટિપ્પણી પોસ્ટ કરો