અ’વાદના પીરાણા ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલાં નીચે દટાઈ ગઈ 12 વર્ષની બાળકી, બે દિવસ બાદ કંઈ જ પત્તો નહીં
અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઈટમાં કચરો વીણતી એક 12 વર્ષની બાળકી કચરાના ઢગ નીચે દટાઈ ગઈ હતી. આજે સોમવાર થયો હોવા છતાં પણ અમદાવાદ તંત્રની ટીમ હજુ સુધી બાળકીને શોધી શકી નથી. 48 કલાક કરતાં પણ વધારે સમય વીત્યો છતાં પણ બાળકી ન મળતાં તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ફાયરબ્રિગેડ શનિવારથી સતત બાળકીની શોધખોળ કરી રહી છે હજુ પણ તપાસનો ધમધમાટ શરૂ જ છે. અમદાવાદના નારોલમાં પીરાણા કચરાના ઢગલામાં 12 વર્ષની બાળકી દટાઇ હોવાની દુર્ઘટના સામે આવી છે અવને હાહાકાર મચી જવા પામ્યો હતો.
ભાઈ દોડીને બચી ગયો પણ બહેન કચરાના ઢગલા નીચે દટાઈ ગઈ
જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારે ગંભીરતાના પગલે ફાયર વિભાગનો કાફલો, ફાયર વિભાગના ઉચ્ચ અધિકારી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી છે. શનિવારે સાંજે 9 વર્ષનો બાળક અને તેની 12 વર્ષની બહેન પીરાણા ડમ્પિંગ સાઈટ ખાતે કચરો વીણવા ગયા હતાં. કચરો વીણતાં-વીણતાં બંને ભાઈ-બહેન પર મોટો કચરાનો ઢગલો પડ્યો હતો.
જો કે, ભાઈ દોડીને બહાર નીકળી ગયો અને તે બચી ગયો હતો. આ રીતે ભાઈનો તો બચાવ થઈ ગયો પણ કમનસીબે 12 વર્ષની બાળકી કચરાના ઢગલા નીચે દટાઈ ગઈ હતી. ત્યારે શનિવારે 7.45 વાગ્યે બાળકી દટાઈ ગઈ હોવાનો કોલ ફાયરબ્રિગેડને મળ્યો હતો. જે વાતને આજે 40 કલાક કરતાં પણ વધારે સમય થવા આવ્યો છે.
બાળકીની શોધખોળ કરવા માટે તંત્ર સજ્જ
ચાર મશીનોની મદદથી કચરો હટાવીને બાળકીને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કચરાનો ઢગલો ખુબ જ મોટો અને ઝેરીલો ગેસ પણ હોવાથી બાળકીને શોધવાનું કામ મુશ્કેલ બન્યું છે. હાલ ફાયર વિભાગને પણ બાળકી કઇ જગ્યાએ છે અને કેટલી ઉંડી છે તે અંગે ખાસ કોઈ ખ્યાલ જાણકારી મળી નથી. ફાયર વિભાગ બાળકીને બચાવવા માટે સતત મહેનત કરી રહ્યું છે. પણ તંત્રને હજુ સુધી બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી.
અનેકર સવાલોનો ઘેરો
જો કે એક આશંકા એવી પણ છે કે, બાળકી જીવતી હશે કે નહીં તે અંગે પણ અનેક સવાલો છે. તંત્ર પાસે બાળકીને શોધવા માટેનાં હાઈટેક સાધનો છે કે નહીં તે અંગે પણ જનતા સવાલો કરી રહી છે. અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઇટ પર 12 વર્ષની બાળકી કચરો વીણી રહી હતી તેવા સમયે કચરાનો મોટો ઢગલો ઉપરથી પડતા તે દટાઇ ગઇ છે. આ ઘટના રાત્રીના 8 વાગ્યા આસપાસ બની હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે આખરે હવે ક્યારે આ બાળકીનો પતો લાગે છે અથવા તો મળે છે કે કેમ?
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અ’વાદના પીરાણા ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલાં નીચે દટાઈ ગઈ 12 વર્ષની બાળકી, બે દિવસ બાદ કંઈ જ પત્તો નહીં"
ટિપ્પણી પોસ્ટ કરો