કોરોનાને લઇને ચિંતાજનક સમાચાર, દેશના આ પ્રથમ કેસમાં યુવતી સાથે બીજી વાર થયુ કંઇક એવું કે…જે જાણીને ફાટી જશે તમારી આંખો પણ
દેશમાં પ્રથમવાર બન્યો કોરોનાનો આવો ચોંકાવનારો કિસ્સો – જે તમને મુકી દેશે ચિંતામા
ભારત સમગ્ર વિશ્વમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાં બીજા સ્થાન પર આવી ગયું છે. હવે દિવસના સરેરાશ 90,000 કોરોના પેઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, જે દેશ માટે એક ખૂબ જ મોટી ચિંતાની બાબત છે.

એક બાજુ ધીમે ધીમે ધંધારોજગારને પાટા પર લાવવા માટે એક પછી એક તબક્કાવાર લોકડાઉન ખોલવામા આવી રહ્યું છે તો બીજી બાજુ રોજના હજારોની સંખ્યામાં લોકોને કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું છે. અને તેટલું ઓછું હોય તેમ તેમાં પણ એક બીજી ચિંતાનો ઉમેરો થયો છે. અને તે એ છે કે કોરોના પોઝિટિવ દર્દી કોરોના નેગેટિવ થયા બાધ ફરીવાર પોઝિટિવ થઈ છે એટલે કે તેને ફરી કોરોનાનું સંક્રમણ લાગ્યું છે.

દેશમાં આવો કિસ્સો પ્રથમવાર બન્યો છે જે ખૂબ જ ચોંકાવનારો અને ચિંતા ઉપજાવનારો છે. આ ઘટના બેંગલુરુમાં બની છે. અહીંની એક ખાનગી હોસ્પિટલ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે એક 27 વર્ષિય મહિલા કે જેણી પહેલાં કોરોના પોઝિટિવ હતી તે સાજી થઈને કોરોના નેગેટિવ થઈ હતી તેણીને ફરીથી કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે એક વાર કોરોના થયા બાદ સંક્રમિત વ્યક્તિનું શરીર એન્ટીબોડી બનાવી લે છે અને ત્યાર બાદ તેને ફરી કોરોના વયારસનું સંક્રમણ લાગતું નથી અથવા તો તેવી શક્યતાઓ નહીંવત રહે છે. પણ હવે આ વાત ખોટી સાબિત થઈ રહી છે. આપણા દેશમાં આવો કેસ પહેલીવાર બન્યો છે.

બેંગલુરુની આ ખાનગી હોસ્પિટલના મેનેજમેન્ટ તરફથી જાણવા મળ્યું છે કે તે મહિલાને જુલાઈ મહિનામાં કોરોના પોઝિટિવ આવતા દાખલ કરવામા આવી હતી અને સારવાર બાદ તેનો ટેસ્ટ કરવામા આવ્યો ત્યારે તે નેગેટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેણીને રજા આપી દેવામા આવી હતી. ત્યાર બાદ આ મહિલામાં એક મહિના બાદ ફરિ કોરોનાના લક્ષણો જોવા મળ્યા અને જ્યારે તેનો ટેસ્ટ કરવામા આવ્યો ત્યારે તે પોઝિટિવ આવ્યો હતો. આમ આ 27 વર્ષિય મહિલા બીજીવાર કોરોના ગ્રસ્ત થઈ છે.

તેણી પ્રથમવાર જુલાઈ મહિનામાં જ્યારે કોરનાથી સંક્રમિત થઈ તે વખતે તેણીને ઉધરસ તેમજ તાવના લક્ષણો દેખાયા હતા. ત્યારે તેણીએ કોરોનાનો ટેસ્ટ કરાવતા તે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને થોડા દિવસોની સારવાર બાદ તેણી સ્વસ્થ થઈ ગઈ હતી અને તેણીને રજા આપી દેવામાં આવી હતી પણ એક મહિનામાં ફરી પાછા તેણીમાં કોરોનાના લક્ષણો દેખાતા ફરી ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. ભારતમાં આવો કેસ પ્રથમવાર બન્યો છે જે એક મોટો ચિંતાનો વિષય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કોરોનાને લઇને ચિંતાજનક સમાચાર, દેશના આ પ્રથમ કેસમાં યુવતી સાથે બીજી વાર થયુ કંઇક એવું કે…જે જાણીને ફાટી જશે તમારી આંખો પણ"
ટિપ્પણી પોસ્ટ કરો