રિયાના ભાઇની ધરપકડ થતા સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ કર્યું કંઇક ‘આવું’, મેસેજ વાંચીને તમે પણ બોલી ઉઠશો…
અભિનેત્રી રીયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તી થયા ધરપકડ, તો અંકિતા લોખંડેએ આપી આવી પ્રતિક્રિયા.
તા. ૧૪ જુન, ૨૦૨૦ રવિવારના રોજ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે હવે સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુના કેસની તપાસ ચાલી રહી છે જેમાં થોડાક દિવસ પહેલા જ આ કેસની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને સોપવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપ હવે અભિનેત્રી રીયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપુતના ઘરના મેનેજર સૈમુઅલ મિરાંડાની ધરપકડ કરી લેવામાં આવી છે તેની પર ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતપોતાની પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે.

સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રીયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તી અને અભિનેતાના પૂર્વ કર્મચારી સૈમુઅલ મિરાંડાની ધરપકડ કરવામાં આવ્યા છે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ

શૌવિક ચક્રવર્તી તસ્કર અબ્દુલ બાસિત પરિહાર પાસેથી ગાંજો અને મારિજુઆના ડ્રગ ખરીદતા હતા અને એના માટે શૌવિક ચક્રવર્તી ગુગલ પે એકાઉન્ટ દ્વારા ચુકવણી કરતા હતા. મુંબઈની એક અદાલતમાં અબ્દુલ બાસિત પરિહારને પેશ કરવા દરમિયાન એનસીબીએ આ વાતનો ખુલાસો કર્યો.

શૌવિક ચક્રવર્તી અને સૈમુઅલ મિરાંડાની ધરપકડ થઈ ગયા પછી અભિનેત્રી અંકિતા લોખંડેએ એક પોસ્ટ કરી છે અંકિતા લોખંડેએ આ પોસ્ટમાં ॐ લખીને શેર કરતા લખ્યું છે કે, હર હર મહાદેવ. સચ કી જીત હોગી.
Har har Mahadev 🔱#satyamevjayte #truthwins #justiceforsushant pic.twitter.com/AWZ2w8JqZ8
— Ankita lokhande (@anky1912) September 5, 2020
એનસીબીએ દાવો કર્યો છે કે, તેમને સૈમુઅલ મિરાંડા, ડ્રગ પૈડર્સ અને રીયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીની વચ્ચે ડાયરેક્ટ લીંક મળી છે. એનસીબીએ ડ્રગ્સની તસ્કરીની બાબતમાં જૈદ વિલાત્રા સાથે પુછપરછ કરી હોવાના આધાર પર અબ્દુલ બાસિત પરિહારની પણ ધરપકડ કરવામાં આવી છે. એનસીબીના સુત્રોના જણાવ્યા મુજબ બંનેએ સુશાંત સિંહ રાજપૂતના ઘરના મેનેજર સૈમુઅલ મિરાંડા અને અભિનેત્રી રીયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીના નામોના ખુલાસા કર્યા છે.
સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિની પ્રતિક્રિયા.

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ રીયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીની ધરપકડ થયા પછી એક પોસ્ટ શેર કરતા લખે છે કે, ‘ભગવાન આપનો ધન્યવાદ, સચ્ચાઈની દિશામાં અમને બધાને આવી જ રીતે માર્ગદર્શન કરતા રહો. શ્વેતા સિંહ કીર્તિની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ જ કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એનસીબી દ્વારા કરવામાં આવેલ શૌવિક ચક્રવર્તી અને સૈમુઅલ મિરાંડાની ધરપકડ થવા પર બોલીવુડ ઇન્ડસ્ટ્રીના અન્ય કલાકારો પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "રિયાના ભાઇની ધરપકડ થતા સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ કર્યું કંઇક ‘આવું’, મેસેજ વાંચીને તમે પણ બોલી ઉઠશો…"
ટિપ્પણી પોસ્ટ કરો