સુરતની ONGCમાં વહેલી સવારે આગ, બોઈલરમાં આગ લાગતાં ફાયરબ્રિગેડે મેજર કોલ કર્યો જાહેર

A Fire Broke Out At ONGC’s Gas Terminal In Hazira, Surat, Early In The Morning

સુરતની હજીરા સ્થિત ONGC કંપનીમાં વહેલી સવારે એક પછી એક 3 બ્લાસ્ટ થયા હતા. બોઈલરમાં લીકેજ બાદ પ્રચંડ બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. સુરત ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો. અડાજણ, પાલ અને વેસુ વિસ્તાર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો.

image source

આગ પર કાબૂ લેવા માટે 300 મીટર દૂરથી પાણી-કેમિકલ ફોમનો મારો ચલાવાઈ રહ્યો છે. સુરત આવતી બોમ્બે હાઈ ગેસની પાઈપલાઈનના ટર્મિનલમાં બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર પાઇપ લાઈન પેટ્રોલિયમ લીક્વિડથી ભરાયેલી હતી ત્યારે ઘટના બની હતી. આગ બાદ ચીમનીમાંથી વધુ ગેસ છોડવાનો શરૂ કરાયો હતો. અત્યારે 3 કર્મચારી અને 1 સુરક્ષાકર્મી લાપતા હોવાના સમાચાર મળ્યા છે. ONGC નજીકની ઈમારતો ધ્રૂજી ઉઠી અને સાથે જ સુરત, હજીરા, રિલાયન્સની ફાયરબ્રિગેડ ,ક્રિભકો અને NTPCની ટીમ પણ પહોંચી ગઈ હતી. હાલમાં બ્લાસ્ટ બાદ 4 વ્યકિત ગૂમ થયાના સમાચાર મળી રહ્યા છે.

नवी मुंबई के ONGC प्लांट में लगी आग ; 4 लोगों की मौत, तीन घायल - Republic World
image source

ધડાકા બાદ ONGCના ફાયર વિભાગની 10થી 12 ગાડીઓ અને સુરત ફાયર વિભાગની ગાડીઓ પણ આગને કાબૂમાં લેવા માટે પહોંચી છે. 108 એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે. સુરક્ષાના ભાગરૂપે પ્લાન્ટમાં જવાના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. પોલીસની ગાડીઓ પણ પ્લાન્ટ તરફ રવાના થઇ છે. દુર્ઘટના સ્થળેથી પણ લગભગ તમામ કોન્ટ્રક્ટના કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે.

સુરત ONGCમાં કુલ 24 ટર્મિનલ છે

image source

ટર્મિનલ નંબર 1 અને 2માં બોમ્બે હાઈ ગેસમાંથી ક્રૂડ ઓઈલ આવે છે. બોમ્બે હાઈથી સુરત સુધીની પાઈપલાઈન 240 કિલોમીટર લાંબી છે. આ પાઈપલાઈન દરિયા કિનારે નંખાઈ છે. દુર્ઘટના બાદ ઉભરાટ ખાતેનો વાલ્વ બંધ કરાયો છે. આશરે 15 કિલોમીટર પાઈપલાઈનમાં જે ગેસ હશે તેને ફલેમ ટાવરથી બાળી મૂકાશે.

કલેક્ટરે કહ્યુ હાલ કોઈ જાનહાની સર્જાઈ નથી

image source

સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગેસ લિકેજ બાદ આગ લાગી છે. હજુ સુધી કોઈને ઈજા કે જાનહાનિ થઇ હોય એવું સામે આવ્યું નથી. હાલ રાહત અને બચાવની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

image source

સુરતના હજીરા વિસ્તારમાં આવેલ ONGC કંપનીના ગેસ ટર્મિનલમાં વહેલી સવારે 3 વાગ્યાને 15 મિનિટ આસપાસ ત્રણ વિસ્ફોટ થયા હતાં. આ ધડાકાથી ગામવાસીઓ ધ્રુજી ગયા હતાં અને ઘર બહાર નિકળી ગયા હતાં. ગેસ ટર્મિનલમાંથી દૂર દૂરથી આગની જ્વાળાઓ આકાશમાં નજરે પડી રહી છે. ઘટનામાં જાનહાનીની આશંકા સેવાઇ રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા મગદલ્લા ચોકડીથી ઈચ્છાપોર ચોકડી સુધીના અવરજવરના હાઇવેના રસ્તાઓ બંધ કરાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "સુરતની ONGCમાં વહેલી સવારે આગ, બોઈલરમાં આગ લાગતાં ફાયરબ્રિગેડે મેજર કોલ કર્યો જાહેર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel