20 સેકન્ડમાં ઉડાવી દીધા 20 લાખ, CCTV જોઈને પોલીસને પણ આવી ગયા ચક્કર

બેન્ક, મંદિર, ઓફિસ જેવી જગ્યાઓએ સુરક્ષા વધારવા માટે સીસીટીવી રાખવામાં આવે છે. જો કે હાલ તો સમય એવો આવી ગયો છે કે લોકોએ પોતાના ઘર પર પણ સીસીટીવી રાખવા પડે છે. સીસીટીવી રાખવાના આમ તો બે કારણ જણાય એક કે કોઈ વ્યક્તિ ગડબડ કરવાનું પહેલા તો કેમેરામાં આવી જવાની બીકે વિચારે જ નહીં. અને જો કદાચ કોઈ ગડબડ કરે તો તે કેમેરામા કેદ થઈ જાય અને પછી તેને પકડી પાડવા સરળ રહે.

પરંતુ કહેવાય છે ને કે ભૂતનું ઘર પીપળો એમ ચોરી કરનાર તો ચોરી કરવાના સ્થળે પહોંચી જ જાય તેને સીસીટીવી પણ નડતા કે રોકી શકતા નથી. આ વાત તાજેતરમાં હરિયાણામાં બનેલી ઘટના બાદ કહી શકાય છે. હરિયાણાની એક બેન્કમાં ધોળા દિવસે, લોકોની ભીડ વચ્ચે અને સીસીટીવી હોવા છતાં એક ચોરે ગણતરીની સેકન્ડમાં ચોરીની ઘટનાને અંજામ આપી દીધો હતો.

હરિયાણાના જિંદમાં આવેલી પંજાબ નેશનલ બેન્કમાં આ ઘટના બની હતી. ચોરીની ઘટના બાદ CCTV ફૂટેજ વાયરલ પણ થયા છે. આ CCTVમાં જોઈ શકાય છે કે બેન્કમાં વર્કીંગ અવર્સમાં કેટલાક લોકો કાઉન્ટર પર રૂપિયાની લેતી દેતીમાં વ્યસ્ત છે. તમામ લોકો કોઈપણ જાતની ચિંતા વિના બેન્કમાં રૂપિયાની લેતીદેતી કરી રહ્યા છે તો કેટલાક લોકો ખુરશી પર બેસી પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હતા.

આ લોકોમાં વચ્ચે શાંત અને માસૂમ બનીને એક ટેણીયો પણ બેઠો હોય છે. તેણે માસ્ક પહેર્યું છે અને ટોપી પહેરી રાખી છે. બેઠો હતો એક ટેણિયો. તે પોતાની બાજુમાં બેસેલી વ્યક્તિ સાથે કંઈક વાતો કરતો રહે છે. થોડીવાર પછી આ ટેણિયો કેશિયરની કેબિનમાં ઘુસી જાય છે અને માત્ર 20 સેકન્ડમાં પોતાના હાથમાં પૈસા ભરેલી થેલી લઈ બહાર આવી જાય છે. તે થેલી સાથે તુરંત જ બેન્કની બહાર નીકળી જાય છે.

જે થેલી તે બેન્કમાંથી લઈ જાય છે તેમાં 20 લાખ રૂપિયા ભરેલા હતા.. આ ટેણિયો માત્ર 20 સેકન્ડમાં જ 20 લાખ રૂપિયા બેન્કમાંછી ઉઠાવી અને રફુચક્કર થઈ ગયો અને કોઈને કાનોકાન ખબર પણ પડી નહીં.

જો કે થોડી જ વારમાં બેન્કમાં ચોરી થયાનું સામે આવી ગયું અને ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી. પોલીસે જ્યારે કેશિયરનું નિવેદન નોંધ્યું ત્યારે જાણવા મળ્યું કે તેણે 20 લાખની રકમના 5 બંડલ બનાવ્યા હતા. આ દરમિયાન તે કોઈ કામસર બીજી કેબિનમાં ગયો, જ્યારે તે પાછો આવ્યો તો જોયું કે 20 લાખ રૂપિયાના એ 5 બંડલ ત્યાં નહોતાં.

0 Response to "20 સેકન્ડમાં ઉડાવી દીધા 20 લાખ, CCTV જોઈને પોલીસને પણ આવી ગયા ચક્કર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel