હવે સિક્યુરિટી મામલે WhatsApp નહીં આ એપ પર લોકો કરી રહ્યા છે ભરોશો
તાજેતરમાં જ દિપિકા પાદુકોણ સહિતની બોલિવૂડ સેલિબ્રિટીની વોટ્સએપ ચેટ વાયરલ થઈ હતી ત્યારથી લોકો WhatsApp પર સવાલો ઉઠાવી રહ્યા છે. લોકોના મતે WhatsApp માં સિક્યુરિટીની કમી છે. લોકોના પ્રાઈવેટ ચેટ લોકો સમક્ષ આવી રહ્યા છે.પ્રાઈવેસીની સાથે થઈ રહેલી છેડછાડને જોતા હવે કરોડો યૂઝર્સે ચેટ્સ માટે WhatsApp ની જગ્યાએ બીજી એપ્લીકેશન તરફ વળવાનું શરૂ કરી દીધુ છે. લોકોના ડરનો ફાયદો ટેલીગ્રામ અને સિગ્નલ જેવી ચેટિંગ પ્લેટફોર્મ ઉઠાવી રહ્યા છે. આ સમયગાળામાં ઘણા લોકોએ ટેલીગ્રામનો ઉપયોગ વધારી દીધો છે.
ટેલીગ્રામમાં ફોન નંબર વગર પણ ચેટ કરી શકાય
ટેલીગ્રામ પર 1.5 GB ની કોઈપણ ફાઈલ મોકલી શકાય છે. જ્યારે કે, વોટ્સએપ પર વીડિયો, ઈમેજ અથવા ડૉક્યૂમેન્ટ જેવી નાની ફાઈલ મોકલવી જ શક્ય છે.
ટેલીગ્રામમાં હાજર શાનદાર સિક્યોરિટી ફીચર્સના કારણે વધુ પસંદ કરવામાં આવી રહ્યુ છે
દરેક મેસેજનું ટાઈમર સેટ કરી શકાય છે. જ્યારે ટાઈમ પૂરો થઈ જશે મેસેજ ખુદ જ ગાયબ થઈ જશે.
ટેલિગ્રામમાં કોઈપણ પ્રકારના ફોન નંબર વગર પણ ચેટ કરી શકાય છે અને પબ્લિક યૂઝરનેમ રાખી શકાય છે.
ટેલિગ્રામ યૂઝરને નોટિફાઈ કરી શકાય છે અને કોઈ બીજા ડિવાસથી એક્સેસ પણ કરી શકાતો નથી.
આ વાતોનું રાખો ધ્યાન
સિક્યોરિટી ફીચર્સના કારણે WhatsApp, ટેલિગ્રામથી વધારે પોપ્યુલર છે. તમે પણ જો ટેલીગ્રામ ડાઉનલોડ કરવા માગતા નથી અને માત્ર whsatsApp નો જ વપરાશ કરવા માગો છો તો, તમને જણાવી દઈએ કે, વોટ્સએપ પર બધી ચેટ્સ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે. મતલબ માત્ર સેન્ડર અને રિસીવર જ ચેટને એક્સેસ કરી શકે છે.
WhatsApp ચેટ્સ લીક ત્યારે થાય છે જ્યારે કોઈ તેનો સ્ક્રીન શોટ લે છે અથવા ચેટ્સ મેલ કરે છે. એવામાં મેલ એકાઉન્ટ જો કોઈ એક્સેસ કરે છે તો ચેટ સરળતાથી લીક થઈ શકે છે અને બેકએપ ચેટ્સ વોટ્સએપની એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ પોલિસીથી બહાર હોય છે. જેની સેફ્ટીની ગેરન્ટી કંપની લેતી નથી.

14 કરોડ લોકોને ટેલીગ્રામને ડાઉનલોડ કરી
મોબાઈલ ઈંટેલિજેંસ ફર્મ Sensor Tower ની રીપોર્ટ પ્રમાણે, દીપિકાની ચેટ લીક થયા બાદ 19-24 સપ્ટેમ્બરની વચ્ચે લગભગ 14 કરોડ લોકોને ટેલીગ્રામને ડાઉનલોડ કરી છે. તો ઘણા યુઝર્સ Signal Private Messenger એપનો પણ વપરાશ કરી રહ્યા છે. જાણકારી પ્રમાણે ચેટ લીક થયા બાદ સીગ્નલ એપના 44,000 યૂઝર્સ વધી રહ્યા છે.
0 Response to "હવે સિક્યુરિટી મામલે WhatsApp નહીં આ એપ પર લોકો કરી રહ્યા છે ભરોશો"
ટિપ્પણી પોસ્ટ કરો