મોદી સરકારની મોટી ભેટ: દિવાળી પહેલા આ કર્મચારીઓને પડી જશે બખ્ખા, સરકારે રૂ. 3,737 કરોડનું બોનસ કર્યું મંજૂર

કોરોનાકાળમાં મોટાભાગના લોકો આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા તો બીજી તરફ દેશની ઈકોનોમી પણ હાલમાં ડાઉન છે. અર્થતંત્રને સુધારવા અને લોકો લોકોની ખરીદ શક્તિ વધારવા સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટની બુધવારે યોજાયેલી બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2019-2020 માટે પ્રોડક્ટિવિટી લિંક્ડ અને નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી કેન્દ્રના 30 લાખ નોન-ગેઝેટેડ કર્મચારીઓને લાભ થશે. દશેરા અગાઉ બોનસની આ રકમ એક જ હપ્તામાં ચુકવી આપવામાં આવશે.

3,737 કરોડ ખર્ચ કરવામાં આવશે

IMAGE SOUCRE

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બોનસ પાછળ રૂપિયા 3,737 કરોડ ખર્ચ કરવામાં આવશે. બોનસની ચુકવણી કર્મચારીઓના બેન્ક ખાતામાં જમા કરી દેવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ પહેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણએ સરકારી કર્મચારીઓને સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની જાહેરાત કરી હતી. આ સ્કીમ દ્વારા કર્મચારી એડવાન્સમાં 10 હજાર રૂપિયા લઇ શકશે.

આ કર્મચારીઓન મળશે બોનસનો લાભ

IMAGE SOUCRE

જેમને બોનસનો લાભ મળવાનો છે તેમાં રેલવે, પોસ્ટ ઓફિસ, EPFO અને ESICના 17 લાખ કર્મચારીનો સમાવેશ થાય છે. તેને પ્રોવક્ટિવિટી લિંક્ડ બોનસ આપવામાં આવશે. અન્ય 13 લાખ કેન્દ્રીય કર્મચારીઓને નોન- પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ મળશે. સરકારનો આ નિર્ણય એટલા માટે મહત્વનો છે કારણ કે તહેવારોની સિઝનમાં લોકો વધારે ખર્ચ કરી શકે.

IMAGE SOUCRE

સરકારનું કહેવું છે કે મધ્યમ વર્ગના હાથમાં પૈસા આવવાથી બજારમાં માંગ વધશે અને અર્થતંત્રને ફાયદો થશે. ઉલ્લેખનિય છે કે, બીન-પીએલબી અથવા તદર્થ બોનસ નોન ગેઝેટેડ કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવે છે. સરકારની આ જાહેરાતથી 13.70 લાખ કેન્દ્રીય કર્મચારીઓને લાભ થશે અને સરકાર પર 946 કરોડનો આર્થિર બોજો પડશે. બોનસથી કુલ 30.67 લાખ કર્મચારીઓને લાભ થશે અને કુલ નાણાંકિય ખર્ચ 3737 કરોડ રૂપિયા થશે.

જમ્મૂ કાશ્મીરમાં જિલ્લા પંચાયત ચૂંટણી કરવાને મંજૂરી

IMAGE SOURCE

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં જમ્મૂ કાશ્મીરમાં જિલ્લા પંચાયત ચૂંટણી કરવાને મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરએ કહ્યું કે કલ 370 દૂર કર્યા બાદ જમ્મૂ કાશ્મીરમાં તમામ કાયદા લાગૂ થઇ જશે. ગત અઠવાડિયા જ ત્રિસ્તરીય પંચાયત ચૂંટણીનો કાયદો થઇ ગયો. આજે કેન્દ્રીય કેબિનેટએ જિલ્લા પરિષદની સીધી ચૂંટણી કરાવવાના પ્રસ્તાવ પર મોહર લગાવી દીધી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "મોદી સરકારની મોટી ભેટ: દિવાળી પહેલા આ કર્મચારીઓને પડી જશે બખ્ખા, સરકારે રૂ. 3,737 કરોડનું બોનસ કર્યું મંજૂર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel