શું તમે જાણો છો વિશ્વના આ 5 દેશો વિશે? જે છે ભૂખમરાથી પીડિત.
ગ્લોબલ હંગર ઇન્ડેક્સની આ વર્ષની યાદી જાહેર થઈ ગઈ છે. આ યાદી અનુસાર ભૂખમરાથી પીડિત દેશોમાં ભારતનું સ્થાન 94 મું છે. જો કે ગત વર્ષની યાદીના સ્થાન કરતા આ વેળા તેમાં સુધારો થયો છે તેમ છતાં જેને આર્થિક રીતે નબળા માનવામાં આવે છે તેવા બાંગ્લાદેશ, મ્યાનમાર અને પાકિસ્તાન આ યાદીમાં ભારત કરતા સારી સ્થિતિ ધરાવે છે.
રિપોર્ટ અનુસાર ભારતની 14 ટકા વસ્તી કુપોષણથી પીડાઈ રહી છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને ભૂખમરાથી પીડાઈ રહેલા પાંચ ટોચના દેશો વિશે જણાવવાના છીએ.
હૈતી
ભૂખમરાથી પીડિત દેશોમાં હૈતી સૌથી ઉપરનું સ્થાન ધરાવે છે. અહીં અન્ય મુશ્કેલીઓની સાથે સાથે વારંવાર આવતી કુદરતી આફતો પણ એક કારણ છે. આ કારણોને લીધે જ હૈતીની લગભગ 55 ટકા વસ્તી ગરીબી રેખા હેઠળ જીવે છે. જ્યારે ઘણા ખરા લોકોની એક દિવસની આવક માંડ 140 રૂપિયાની જ હોય છે.
ચડ
લિબિયા અને સુદાન વચ્ચે આવેલા ચડ દેશ પણ ભૂખમરાથી પીડિત દેશોમાં શામેલ છે. આ દેશની મોટાભાગની વસ્તીને જમવા માટેનું ખાવાનું નથી મળતું. એટલું જ નહીં આ દેશમાં કુપોષણનું પ્રમાણ એટલું વધુ છે કે 1 થી 5 વર્ષના બાળકોનો મૃત્યુ દર પણ વધુ છે. અહીં પ્રતિ 10 પૈકી એક બાળક પાંચ વર્ષનું થતા પહેલા જ મૃત્યુ પામે છે. ચડ સતત ત્રણ વર્ષ સુધી ભૂખમરાથી પીડિત સૌથી પ્રભાવિત દેશોમાં સ્થાન ધરાવે છે.
તિમોર લેસ્તે
સાઉથ ઇસ્ટ એશિયાનો દેશ તિમોર લેસ્તેની મોટાભાગની વસ્તીને જમવા માટેનું ખાવાનું નથી મળતું. દુષ્કાળની સમસ્યા સામે લડી રહેલા આ દેશમાં ખેતીવાડી લગભગ નહીં જેવી જ થાય છે. એ સિવાય સ્થાનિક લોકો જમવાની ગુણવતા અને તંદુરસ્તી બાબતે પણ સજાગ નથી. ઉપરાંત પાણીજન્ય અને ગંદકીને કારણે ફેલાતી બીમારી તેમજ જમવાની સામગ્રીના અભાવે અહીંના 15 ટકાથી વધુ બાળકો પાંચ વર્ષ પહેલાં જ મૃત્યુ પામે છે.
મેડાગાસ્કર
મેડાગાસ્કર દેશમાં ભૂખમરો એટલો વધુ છે કે આ દેશને ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં અલાર્મિંગ યાદીમાં રાખવામાં આવ્યો છે. કુપોષણને કારણે આ દેશમાં લગભગ 41.6 ટકા બાળકોનો સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ નથી થતો. મેડાગાસ્કરમાં વારંવાર સાયકલોન જેવી આફતો પણ આવતી હોય છે જેથી અહીં ખેતીવાડી પણ યોગ્ય પ્રમાણમાં નથી થઈ શકતી.
મોઝામ્બિક
દક્ષિણ આફ્રિકાના દેશ મોઝમબીકને ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં પાંચમા સ્થાને રાખવામાં આવ્યો છે. વર્ષ 2015 માં આ દેશની હાલત કઇંક અંશે સુધરી હતી પરંતુ ત્યારબાદથી તેની સ્થિતિ ખરાબ થઈ રહી છે. હાલમાં આ દેશની 32.6 ટકા વસ્તી ભૂખમરાનો શિકાર છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "શું તમે જાણો છો વિશ્વના આ 5 દેશો વિશે? જે છે ભૂખમરાથી પીડિત."
ટિપ્પણી પોસ્ટ કરો