પીવો આ 3માંથી એક જ્યૂસ, રહેશો તણાવ અને હાઇપર ટેન્શનમાંથી મુક્ત
હાઈ બ્લડ પ્રેશર કે પછી હાઈપરટેન્શનનો વિકાસ જયારે થાય છે ત્યારે લોહી લોહીની નસો પર વધારે દબાવ લાગે છે જેનાથી બ્લડ પ્રેશર વધી જાય છે જે ૧૪૦/૯૦ mmHg ની સીમા રેખાને પાર કરી જાય છે.
આજકાલની ભાગદોડ ભરેલા જીવનની જીવનશૈલી અને અયોગ્ય ખાન- પાનના કારણે કેટલીક બીમારીઓ થઈ જાય છે જેમાંથી હાઈ બ્લડપ્રેશર અને ડીપ્રેશન સૌથી સામાન્ય બીમારી થઈ ગઈ છે. અહિયાં સુધી કે ડીપ્રેશનની બીમારી નાના બાળકોને પણ પોતાનો શિકાર બનવા લાગ્યા છે. અત્યારના સમયમાં હાઈ બ્લડપ્રેશર અને ડીપ્રેશનના દર્દીઓ ખુબ જ જલ્દીથી વધતા જ જઈ રહ્યા છે.
આજે અમે આપને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ અને ડીપ્રેશનના દર્દીઓ માટે કેટલાક એવા ફ્રુટ જ્યુસ વિષે જણાવીશું જેની મદદથી આપ પોતાની બીમારી હાઈ બ્લડ પ્રેશર અને ડીપ્રેશનના દર્દીઓને દુર કરવામાં ખુબ જ મદદ કરી શકે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ અને ડીપ્રેશનના દર્દીઓ સ્વસ્થ આહારનું સેવન કરો છો તો આમ કરવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે આજે અમે આપને કેટલાક ફ્રુટ જ્યુસના સેવન વિષે જણાવીશું જેને અપનાવીને આપ પોતાનું બ્લડ પ્રેશર લેવલને નિયંત્રિત કરી શકો છો.
-દાડમનું જ્યુસ:
દાડમનું જ્યુસ પર્યાપ્ત વિટામિન્સ અને પ્રોટીનથી ભરપુર હોય છે જે લોહીને યોગ્ય રીતે બનાવવામાં મદદ કરે છે દાડમના રસને એસીઈ એટલે કે એન્જિયોટેન્સિન પરિવર્તિત એન્ઝાઈમ સામે લડવામાં અને સમાપ્ત કરવા માટે જાણવામાં આવે છે. એન્જિયોટેન્સિન પરિવર્તિત એન્ઝાઈમ- એક એવું એન્ઝાઈમ છે જે રક્ત વાહિકાઓને કઠોર કરે છે, આમ કરવાથી આપના બ્લડ પ્રેશરમાં વૃદ્ધિ થાય છે. હાઈપરટેન્શનથી આપ પોતાના શરીરને બચાવી શકો છો.
-સંતરાનું જ્યુસ:
સંતરાના જ્યુસ વિટામીન સી ભરપુર પ્રમાણમાં હોય છે સંતરાના ફળના તાજા જ્યુસમાં પોટેશિયમ, ફોલેટ અને પ્રાકૃતિક સાઈટ્રસ બાયોફ્લેવોનોઈડસનું ભરપુર પ્રમાણમાં મળી આવે છે જે આપના શરીરના બ્લડ પ્રેશરને ઘટાડો કરવામાં મદદ કરે છે. સંતરાનું જ્યુસ આપના શરીરની ચયાપચયની ક્રિયાને સુધાર કરે છે અને આપના હ્રદયના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે.
-લાલ રંગની ખાટી બેરીનું જ્યુસ:
લાલ રંગની સ્વાદમાં ખાટી એવી ક્રેનબેરી એક સઘન પોષક તત્વોથી ભરપુર ફળ છે. ક્રેનબેરીમાં વિટામીન સીનું ભરપુર પ્રમાણમાં મળી આવે છે. ક્રેનબેરીમાં ખુબ જ ઓછી કેલેરી હોય છે. ક્રેનબેરીનું જ્યુસ આપના શરીરના લોહીને પાતળું કરવામાં અને લોહીના યોગ્ય પરીસંચરણ કરવામાં મદદ કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "પીવો આ 3માંથી એક જ્યૂસ, રહેશો તણાવ અને હાઇપર ટેન્શનમાંથી મુક્ત"
ટિપ્પણી પોસ્ટ કરો