વાળને વધતા રોકે છે સ્પિલ્ટ એન્ડ્સ, આ 5 હેર ટિપ્સથી મેળવો આ સમસ્યામાંથી છૂટકારો

બે મોંવાળા વાળ ખુબ જ ખરાબ લાગે છે અને વાળને વધતા પણ અટકાવે છે.આહારમાં ફેરફાર કરીને અને કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને આ સમસ્યાથી છુટકારો મળી શકે છે.સ્પિલ્ટ એન્ડ્સની સમસ્યાને રોકવા માટે કેટલીક વસ્તુઓની કાળજી લેવી મહત્વપૂર્ણ છે.

સ્પિલ્ટ એન્ડ્સ વાળની સુંદરતાને બગાડે છે અને વાળને વધતા અટકાવે છે.વાળમાં આ સમસ્યા વિટામિન બી 3 અને બી 12 ના અભાવને કારણે આવે છે.આ સિવાય હિમોગ્લોબિનનો અભાવ અને હોર્મોન્સની ગડબડીના કારણે પણ વાળને અસર થાય છે.વાળમાં થતી સ્પિલ્ટ એન્ડ્સની સમસ્યાને કેટલીક વિશેષ ટીપ્સ અપનાવીને દૂર કરી શકાય છે.તો ચાલો અમે તમને જણાવીએ સ્પિલ્ટ એન્ડ્સની સમસ્યાથી છુટકારો મેળવવાના ઉપાયો.

image source

સ્પિલ્ટ એન્ડ્સ વાળના અંતમાં હોય છે,જેને બે મોંવાળા વાળ પણ કહેવામાં આવે છે.આ સમસ્યા દૂર કરવા માટે,તે મહત્વનું છે કે તમે સમય સમય પર વાળ વ્યવસ્થિત રાખો અને મહિનામાં એક વાર વાળ ટ્રિમિંગ જરૂર કરો.

હેર-ડ્રાયરનો વધુ પડતો ઉપયોગ કરવો નહીં

image source

વાળ સૂકવવા માટે હેર-ડ્રાયર અથવા કોઈ પણ ગરમ મશીન વાળને ખૂબ નુકસાન કરે છે.તેમાંથી નીકળતો ગરમ પવન વાળમાંથી તમામ ભેજ શોષી લે છે,જેના કારણે વાળ શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે.શુષ્કતાને લીધે, વાળ અલગ થવા લાગે છે.

વાળના પોષણ માટે,તમારા ખોરાક અને પીણાં પર ધ્યાન આપવું સૌથી મહત્વપૂર્ણ છે.તમારો આહાર વિટામિન અને પ્રોટીનથી ભરપુર હોવો જોઈએ.વાળની સુંદરતા વધારવા માટે આહારમાં સુકા ફળ,એવોકાડો, ઓટ્સ અને સોયાનો સમાવેશ કરો.

વધુ પડતી વાળની ટ્રીટમેન્ટ ન કરાવવી

જો તમે વાળની સુંદરતા વધારવા માટે વારંવાર પાર્લર જાવ છો,તો તમે ખોટું કરી રહ્યા છો.વધુ પડતી વાળની ટ્રીટમેન્ટ કરાવવાથી તમારા વાળ બગડી શકે છે.પાર્લરમાં કરવામાં આવતી વાળની ટ્રીટમેન્ટ દ્વારા વાળમાં ઘણા બધા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે વાળને નુકસાન પહોંચાડે છે.તેના બદલે તમે ઘરેલું ઉપાય અપનાવો અને તમારા વાળ મજબૂત બનાવો.

વાળ ધોયા પછી,ચોક્કસપણે કન્ડિશનર લગાવો.તેનાથી વાળને ઓછું નુકસાન થાય છે અને વાળ તૂટી જવાથી બચે છે.કન્ડિશનર વાળને હાઇડ્રેટેડ રાખે છે અને વાળમાં થતું સ્પિલ્ટ એન્ડ્સ રોકે છે.

ગરમ તેલની માલિશ

image source

ગરમ તેલથી માલિશ કરવાથી વાળમાં ભેજ જાળવવામાં મદદ મળે છે.જેના કારણે વાળમાં સ્પિલ્ટ એન્ડ્સ થતું નથી અને વાળ નિર્જીવ થતા નથી.દરરોજ તેલની માલિશ કરવાથી વાળની ​​શુષ્ક્તા દૂર થાય છે અને વાળ જાડા થાય છે.

કેળા નો ઉપયોગ

image source

કુદરતી તેલથી ભરપૂર,પોટેશિયમ,ઝીંક,આયરન અને વિટામિન એ,સી અને ઇથી ભરપૂર કેળાના ઉપયોગથી વાળમાં પોષણ જળવાઈ રહે છે અને વાળમાં થતી સ્પિલ્ટ એન્ડ્સની સમસ્યા દૂર થાય છે.

પપૈયા

image source

પપૈયામાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે,જે વાળને પોષણ આપે છે અને તેથી વાળમાં સ્પિલ્ટ એન્ડ્સની સમસ્યા થતી નથી.પપૈયાની પેસ્ટ બનાવીને વાળમાં લગાવવાથી વાળનો ગ્રોથ ઝડપથી થાય છે અને વાળ મજબૂત થાય છે.

મધ

image source

વાળમાં મોશ્ચ્યુરાઇઝર જાળવવા માટે મધ ખુબ જ ઉપયોગી છે.વાળમાં ચમક લાવવાની સાથે તેમાં હાજર રહેલા ઘણા તત્વો વાળમાં પોષણ પૂરું પડે છે,જેનાથી વાળ ચમકદાર અને મજબૂત બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "વાળને વધતા રોકે છે સ્પિલ્ટ એન્ડ્સ, આ 5 હેર ટિપ્સથી મેળવો આ સમસ્યામાંથી છૂટકારો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel