ડાયાબિટીસના દર્દીઓ ખાસ કરો આ ફૂલનો આ રીતે ઉપયોગ, શુગર લેવલ થઇ જશે કંટ્રોલમાં
કેળાના ઝાડ ઉષ્ણકટીબંધીય વાતાવરણમાં ઉગે છે.ભારત સહિત કેરેબિયન દેશોમાં તેની વધુ ખેતી થાય છે.તેના સેવનથી શરીરમાં ઝડપી ઉર્જા મળે છે.જ્યારે કેળા ખાવાથી વજન પણ વધે છે.દુર્બળ લોકો માટે કેળું દવાથી ઓછું નથી.આ સાથે કેળાના ફૂલ પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
એવું માનવામાં આવે છે કે સૌપ્રથમ કેળા મલેશિયામાં જોવા મળ્યા હતા.જ્યારે યુગાન્ડા દેશમાં કેળાનો વધુ વપરાશ થાય છે.જો કે,આ ફળ પ્રાચીન સમયથી ભારતમાં ખીલી ઉઠ્યું છે.સનાતન ધાર્મિક ગ્રંથોમાં તેનું સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે.જ્યારે કેળા સૌથી વધુ ભગવાન વિષ્ણુને પ્રિય છે.આ માટે ગુરુવારે કેળાના છોડની પૂજા કરવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે કેળાના છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આજે પણ દેશમાં કેળાના પાન પર લોકો ભોજન કરે છે.આરોગ્યની દૃષ્ટિથી જોઈએ તો કેળા ખૂબ જ ફાયદાકારક ફળ માનવામાં આવે છે.
એવી જ કેળાના ફૂલના સેવનથી વ્યક્તિને ડાયાબિટીઝમાં રાહત મળે છે.કેટલાંક સંશોધન પરથી જાણવા મળ્યું છે કે ડાયાબિટીસના દર્દીઓએ કેળાના ફૂલનું સેવન કરવું જ જોઇએ.જો તમને તેના ફાયદા નથી ખબર,તો ચાલો આપણે જાણીએ કે તે ડાયાબિટીઝમાં કેવી રીતે મદદગાર છે .એક સંશોધન લેખ અનુસાર,કેળાના ફૂલમાં ગ્લાયસિમિક ઇન્ડેક્સ ખૂબ ઓછું હોય છે.ગ્લાયકેમિક ઇન્ડેક્સ માપવાની એ પ્રક્રિયા છે,કે જેનાથી એ ખબર પડે કે કાર્બોહાઇડ્રેટ્સમાંથી ગ્લુકોઝ બનાવવામાં કેટલો સમય લાગે છે.કેળાના ફૂલના સેવનથી ગ્લુકોઝ ઓછું થાય છે.કારણ કે તેમાં ફાઇબર અને એન્ટીઓકિસડન્ટો પણ હોય છે,જે ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે.તેથી આ સમસ્યા દુર કરવા માટે ડાયાબિટીઝના દર્દીઓ કેળાનાં ફૂલ ખાઈ શકે છે.ખાસ કરીને કેળાના ફૂલના ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.આ સાથે,તે એક અસરકારક ઉપાય છે.
જાણો કેળાના ફૂલના સેવનથી થતા ફાયદાઓ
-કેળાના ફૂલનો ઉપયોગ એનિમિયા એટલે કે લોહીની ઉણપ દૂર કરવા માટે થાય છે.તેને ખાવાથી શરીરમાં આયરનની ઉણપ પણ દૂર થાય છે.
-કેળાના ફૂલ કેન્સર જેવા ગંભીર રોગથી બચવા માટે પણ મદદગાર છે.તેમાં એન્ટી-ઓક્સિડેન્ટ તત્વ વધુ જોવા મળે છે જે ફ્રી-રેડિકલ સામે રક્ષણ આપવા તેમજ કેન્સર સામે રક્ષણ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
– કેળાના ફૂલમાં મેગ્નેશિયમ,એન્ટી-ઓક્સિડેન્ટ અને એન્ટી ડિપ્રેસન્ટ તત્વોનો મોટો જથ્થો હોય છે જે તમને માનસિક તાણથી બચાવે છે અને તમારો સારો મૂડ જાળવી રાખે છે.
-કેળાના ફૂલ પાચન માટે પણ ખૂબ જ સારા હોય છે અને પાચનની સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. કેળાના ફૂલના સેવનથી તમને ગેસ,અપચો,એસિડિટી વગેરે જેવી પેટની સમસ્યા દૂર કરી શકો છો.
-જન્મ આપ્યા પછી મોટાભાગની સ્ત્રીઓના સ્તનમાં દૂધનું ઉત્પાદન ઘટે છે.જેના કારણે બાળકને પૂરતું પોષણ મળતું નથી અને તે કુપોષિત થઈ શકે છે.તેથી,જે સ્ત્રીઓની દૂધની ઉત્પાદન ક્ષમતા ઓછી હોય છે,તેઓએ આહારમાં કેળાના ફૂલોનો સમાવેશ કરવો જોઇએ.તે સ્તનપાન કરાવતી સ્ત્રીઓમાં દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકે છે.આ સિવાય કેળાના ફૂલોના સેવન કરવાના ફાયદા વધારે રક્તસ્રાવ દૂર કરવામાં પણ મદદગાર છે.જે ગર્ભાશયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.ગર્ભાવસ્થા દરમ્યાન કેળાનાં ફૂલનું સેવન મહિલાઓને કબજિયાતથી બચાવવામાં પણ મદદગાર છે.તેથી,સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ તેમના આહારમાં કેળાના ફૂલનો સમાવેશ કરવો જ જોઈએ.
-વજન ઘટાડવા માટે ફાયબર અને અન્ય પોષક તત્વોથી ભરપૂર કેળાના ફૂલ સારો વિકલ્પ હોઈ શકે છે.કેળાના ફૂલોનું નિયમિત સેવન કરવાથી પેટ સાફ રહે છે.તેમાં રહેલું ફાઈબર તમારી પાચન શક્તિને સ્વસ્થ રાખે છે અને તમારી ભૂખને કાબૂમાં રાખે છે.જેથી તમને વારંવાર ભૂખ લગતી નથી.જેની મદદથી તમે તમારું વજન નિયંત્રિત કરી શકો છો.વજન ઘટાડવા માટે તમે કેળાનાં ફૂલની મદદથી શાકભાજી અથવા સલાડ અને સૂપ વગેરે બનાવીને પણ ખાઈ શકો છો.જે વજન ઘટાડવામાં તમારી મદદ કરશે.
-સ્ત્રીઓને માસિક સ્રાવ દરમિયાન વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.આવી સ્થિતિમાં,કેળાના ફૂલના ઔષધીય ગુણધર્મો મહિલાઓની આ સમસ્યાઓ દૂર કરી શકે છે.કેળાના ફૂલનું નિયમિતપણે સેવન કરવામાં આવે ત્યારે પ્રોજેસ્ટેરોનના સ્તરમાં સુધારો થાય છે,જે પીરિયડ્સ દરમિયાન ભારે રક્તસ્ત્રાવ ઘટાડવામાં મદદ કરી શકે છે.
-કેળાના ફૂલો તમને રક્તવાહિની આરોગ્યને વધુ સારું બનાવવામાં મદદ કરી શકે છે.કેળાના ફૂલોમાં ઉચ્ચ પ્રમાણમાં ટેનીન,એસિડ,ફલેવોનોઈડ્સ અને અન્ય એન્ટી-ઓકિસડન્ટો હોય છે.આ બધા ઘટકો તમારા હૃદયને નુકસાન પહોંચાડે તેવા ફ્રી-રેડિકલ્સને રોકવામાં મદદગાર છે.આ સિવાય કેળાના ફૂલોમાં મળતા એન્ટીઓકિસડન્ટો ઓક્સિડેટીવ નુકસાનને રોકવામાં પણ મદદગાર છે જેનાથી હૃદયની ઘણી ગંભીર બીમારીઓ થવાની સંભાવના છે.કેળાના ફૂલોનો નિયમિત ઉપયોગ કરવાથી તમે આ બધી સમસ્યાઓથી બચી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ડાયાબિટીસના દર્દીઓ ખાસ કરો આ ફૂલનો આ રીતે ઉપયોગ, શુગર લેવલ થઇ જશે કંટ્રોલમાં"
ટિપ્પણી પોસ્ટ કરો