જ્યારે ડોક્ટરે કીધુ તમે થોડા દિવસના જ મહેમાન છો, અત્યારે વિશ્વના 51 દેશોમાં શીખવી રહ્યા છે યોગ, આ સકસેસ સ્ટોરી વાંચીને તમે પણ મનોબળથી થઇ જશો મજબૂત
યોગનું આપણા જીવનમાં ઘણુ મહત્વ રહેલુ છે. યોગથી ફક્ત શારિરીક નહીં પરંતુ માનસિક રીતે પણ મજબુત થવાની પ્રેરણા મળે છે. યોગથી લાખો લોકોના જીવન બદલાયા છે. ઘમા કિસ્સામાં આપણે જોયું છે કે ઘણા લોકોએ યોગ દ્વારા મોતને માત આપી છે. આવો જ એક કિસ્સો છે પં.રાધેશ્યામ મિશ્રાનો કે યોગથી પોતાનું જીવન સુખમય બનાવ્યું અને હાલમાં તેઓ અન્યના જીવનમાં પ્રકાશ પાથરી રહ્યા છે. પં.રાધેશ્યામ મિશ્રાના જીવનમાં યોગ અનાયાસે થયેલી પસંદગી નથી. એ દબાણથી કે મજબૂરીથી આવી પડેલી સ્થિતિ હતી. 23 વર્ષની ઉંમરમાં સિવિયર અસ્થમાના દર્દી હતા અને જીવનથી જંગ હારી ચૂક્યા હતા. ડોક્ટરોએ પણ કહ્યું હતું કે 3-4 મહિનાથી વધારે જીવન બાકી રહ્યું નથી, પણ આ કપરા સંજોગોમાં એક સંન્યાસી જીવનમાં આવ્યા. તેમનું કહેવું હતું કે બ્રહ્મચારી કૃષ્ણ ચૈતન્યએ તેમને યોગ કરવાની સલાહ આપી અને થોડા સમય સુધી તેમની દેખરેખ હેઠળ યોગ કરાવ્યા. તેમનું વજન માંડ 48 કિલો હતું, એ વધીને 54 કિલો થઈ ગયું. જીવન પ્રત્યે આશા જાગી, યોગમાં વિશ્વાસ દઢ થયો. ત્યાર બાદ મનને યોગમય કર્યું. છેવટે અસ્થમાને હરાવ્યો. ત્યાર બાદ મુંબઈમાં યોગ ઈન્સ્ટિટ્યૂટ, સાંતાક્રુઝમાં તેમના ગુરુ ડો.જયદેવ યોગેન્દ્ર સાથે ગુરુ-શિષ્યની પરંપરામાં બે વર્ષ સુધી અભ્યાસ કર્યો.
1996માં વિક્રમ યુનિવર્સિટીમાં નોકરી લાગી
આ વાત વર્ષ 1993-94 દરમિયાનની છે. વર્ષ 1996માં વિક્રમ યુનિવર્સિટીમાં નોકરી લાગી ગઈ હતી, પણ પછી તો મન યોગમય બની ગયું. પાર્ટટાઈમમાં લોકોને શીખવવાની શરૂઆત કરી. વર્ષ 2009થી યોગને પોતાનું જીવન બનાવી દીધું., નોકરી છોડી અને પૂર્ણકાલીન યોગ ટીચર બની ગયા. ઉજ્જૈનમાં એક નાના સેન્ટરથી શરૂઆત કરીને પં.મિશ્રાએ એક દાયકામાં 51 દેશમાં 5 લાખ લોકોને યોગ શીખવ્યા છે. 22 દેશમાં તેમનાં 336 યોગ તાલીમ સેન્ટર છે, આ પૈકી 41 એકલા બ્રાઝિલમાં છે. બ્રાઝિલમાં એક મોટો આશ્રમ અને એક આશ્રમ મધ્યપ્રદેશના ઈન્દોરની પાસે ચોરલમાં છે. આ એક દાયકાની યાત્રામાં 45 હજાર રૂપિયાથી શરૂ કરવામાં આવેલા યોગ સેન્ટર હવે 80 કરોડની નેટવર્થમાં તબદિલ થઈ ચૂક્યું છે.
યોગનો ચમત્કાર પોતાના શરીરમાં જોવા મળ્યો
પં.મિશ્રા કહે છે, જ્યારે યોગ શીખી લીધો હતો ત્યારે તેનો ચમત્કાર પોતાના શરીરમાં જોવા મળ્યો. અસ્થમા જેવી બીમારીને હરાવી. ત્યારે એવું વિચારતા હતા કે આ વિદ્યા મારફત વિશ્વથી જે મળ્યું છે એ પરત કરવાનું છે, જોકે ત્યારે પ્રયત્ન નાના હતા. એ સમયનાં કામોમાંથી ઓછો સમય મળતો હતો, પણ જ્યારે સમય મળતો ત્યારે યોગ શીખવા નીકળી જતો હતો. ગમે ત્યાં ગમે ત્યારે હું બહાર ભ્રમણ કરવા નીકળી જતો હતો. જે પણ બોલાવતા, જ્યાં પણ બોલાવતા ત્યાં જતો. હું ક્યારે એ વિચારતો ન હતો કે મને એમનાથી શું મળશે. આ તબક્કો ચાલતો રહ્યો. હું પાર્ટ ટાઇમ યોગ-ટીચર બની ગયો હતો, પણ નોકરીની કેટલીક જવાબદારી હતી, જેથી અનેક વખત મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
શિબિર શરૂ કરવા માટે એક હોલ લીધો
આગળ વાત કરતા તેમણે કહ્યું કે સમય પસાર થતો હતો. ધીમે ધીમે માગ વધવા લાગી. મારી પાસે સમય ઓછો પડવા લાગ્યો. નોકરી સાથે યોગ જાળવી રાખવો મુશ્કેલ બનવા લાગ્યો. વર્ષ 2008-2009માં તો લોકોની માગ અનેક ગણી વધી ગઈ. ખાસ કરીને વિદેશોમાંથી લોકો આવવા લાગ્યા. વર્ષ 2009માં યોગ શીખવા માટે યુરોપ ગયો. જ્યાં અનેક લોકોએ મારામાં રસ દર્શાવ્યો. જ્યારે વિદેશથી પરત ફર્યો તો એ સમગ્ર સમયગાળા દરમિયાન કુલ જમા રકમ ફક્ત 45 હજાર હતી. મેં એના મારફત યોગ શિબિર શરૂ કરવાની પહેલ કરી. શિબિર શરૂ કરવા માટે એક હોલ લીધો, કેટલીક ચીજવસ્તુઓ ખરીદી અને જે પૈસા બચ્યા એનું કેટલુંક સાહિત્ય છપાવ્યું. વર્ષ 2010નો પહેલો યોગ શિબિર જીવનમાં એક મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો, જે કેટલાંક સપ્તાહનો હતો. ઉજ્જૈનના અનેક લોકો મારી સાથે જોડાયા. આશરે 3000 ફોલોઅર એ સમય સુધી આવી ગયા હતા. એ પૈકી 100 લોકો જોડીને યોગ લાઈફ સોસાયટી ઉજ્જૈનને ગ્લોબલ બનાવવાની શરૂઆત કરી. ઈન્દોર પાસે ચોરલમાં યોગ શીખવતા.
51 દેશમાં તેમણે યોગ ક્લાસીસ
તેમણે કહ્યું કે શીખનારા અનેક લોકો હતા, શીખવનાર હું એકલો હતો. તો નક્કી કર્યું કે મોટે ભાગે લોકો સુધી પહોંચવા માટે ટીચર્સ પણ વધારે લાગશે. અમે ઉજ્જૈનથી જ ટીચર્સ ટ્રેનિંગ કોર્સ શરૂ કર્યો. પોતાના ટીચર્સ તૈયાર કર્યા. ધીમે ધીમે સમગ્ર પરિવાર જ યોગને સમર્પિત થઈ ગયા. પત્ની સુનીતા વર્ષ 2010માં, દીકરી સ્વર્ધા વર્ષ 2015માં અને દીકરો વાચસ વર્ષ 2016માં યોગ ટીચર બની ગયાં. તેઓ પણ પોતાના સ્તર પર યોગ શીખવી રહ્યાં છે. લોકોને યોગ સાથે જોડી રહ્યાં છે. આ સમયમાં વિદેશોથી સતત યોગ શીખનાર લોકોની સંખ્યા વધવા લાગી હતી. આ એક દાયકામાં 56 પૈકી 51 દેશમાં તેમણે યોગ ક્લાસીસ કર્યા. આ સાથે લોકો જોડાયા. 22 દેશમાં યોગ લાઈફ સોસાયટીનાં સેન્ટર્સ શરૂ થયાં, આશરે 336 સેન્ટર્સ ચાલી રહ્યાં છે. સમગ્ર વિશ્વમાં 3016 યોગ-ટીચર્સ તેમને શીખવે છે.
યોગપ્રેમીઓને અહીં લાવવાના છે
પં મિશ્રાના મતે બ્રાઝિલમાં યોગની ખૂબ જ માગ આવી રહી હતી. વર્ષ 2016-17માં બ્રાઝિલના પોર્તો અલેંગ્રે શહેરમાં સત્યધારા યોગ લાઈફ આશ્રમ ખોલ્યો. અહીં આશ્રમ ઉપરાંત 41 યોગા ટ્રેનિંગ સેન્ટર પણ છે. ત્યાર બાદ નક્કી કર્યું કે હવે પોતાના દેશમાં કંઈક કરવાનું છે. ઉજ્જૈનથી માંડ 100 કિમી દૂર ખંડવા રોડ પર ચોરલમાં આશ્રમ ખોલવાનું નક્કી કર્યું. વર્ષ 2018માં અહીં જમીન લીધી. રેકોર્ડ 4 મહિનામાં આશ્રમ બનાવવાની તૈયારી થઈ ગઈ. તેઓ કહે છે, પહેલા હું ભારત બાદ USમાં એક આશ્રમ બનાવવાની યોજના કરી રહ્યો હતો, પણ કોરોનાકાળમાં અત્યારે નક્કી કર્યું છે કે હવે ચોરલના આશ્રમને જ યોગ લાઈફ સોસાયટીનું ઈન્ટરનેશનલ હેડ ક્વાર્ટર બનાવી સમગ્ર વિશ્વને યોગપ્રેમીઓને અહીં લાવવાના છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જ્યારે ડોક્ટરે કીધુ તમે થોડા દિવસના જ મહેમાન છો, અત્યારે વિશ્વના 51 દેશોમાં શીખવી રહ્યા છે યોગ, આ સકસેસ સ્ટોરી વાંચીને તમે પણ મનોબળથી થઇ જશો મજબૂત"
ટિપ્પણી પોસ્ટ કરો