કોરોના વેક્સીન ક્યારે આવશે અને ક્યા લોકોને સૌથી પહેલા આપવામાં આવશે, જાણો શું કહ્યું આ વિશે એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ…

ભારતમાં કોરોના રસી ટૂંક સમયમાં આવી રહી છે. અમે આ નથી કહી રહ્યા પણ એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે. એક ઈન્ટવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાયરસની રસી આવતા વર્ષે જાન્યુઆરી 2021 સુધીમાં બજારમાં આવશે. તેમણે કહ્યું કે, જો બધા આયોજન મુજબ હશે, તો ભારતમાં રસી વિતરણ ટૂંક સમયમાં શરૂ થશે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે આ રસી દરેક માટે ઉપલબ્ધ નહીં હોય. રસી અમલમાં આવ્યા પછી, રસીનું ઉત્પાદન અને વિતરણ મોટા પાયે કરવામાં આવશે, જે એક મોટો પડકાર પણ હશે.

image source

આખરે ક્યારે મળશે કોરોના મહામારીમાંથી મુક્તિ ?

એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરીયાએ આવનારા વર્ષની શરૂઆતમાં કોરોના વાયરસની વેક્સિન આવી જવાની આશા લગાવી છે. એક કાર્યક્રમમાં ડોક્ટર ગુલેરીયાએ કહ્યું હતું. કે, જો બધુ બરાબર રહ્યું તો જાન્યુઆરી 2021 સુધીમાં કોરોના વાયરસની વેક્સિન આવી શકે છે. તેણે કહ્યું કે, દૂનિયાને એક બે વર્ષમાં કોરોના મહામારીમાંથી મુક્તિ મળશે.

image source

ગંભીર કેસ ધરાવતા દર્દીઓને બચાવવાનો પ્રથમ પ્રયાસ

ભારત જેવી આબાદી વાળા દેશોમાં કોરોના વાયરસની વેક્સિનનું કેવી રીતે વિતરણ કરવામાં આવશે તેના જવાબમાં ડોક્ટર ગુલેરીયાએ કહ્યું કે, જો આ મહામારીને પૂર્ણ કરવી હશે તો પ્રાયોરીટીની સાથે વેક્સિનેશન કરવું પડશે. તેણે કહ્યું કે, મહામારી અમારી પ્રાથમિકતા પહેલા ગંભીર કેસ ધરાવતા કોરોના દર્દીઓને બચાવવાનો છે. કારણ કે, મોતના આંકડા ઉપર લગામ મુકી શકાય.

image source

વેક્સિનની કોઈ આડ અસર હશે?

કોરોના વાયરસની વેક્સિનની સુરક્ષાને લઈને ડો. ગુલેરીયાએ કહ્યું છે કે, જ્યારે પણ અમે વેક્સિનનું ટ્રાયલ કરીએ છીએ તો તે જાનવરો ઉપર લાંબા સમય સુધી ટ્રાયલ કરીએ છીએ. સમયનો બચાવ કરવા માટે પહેલા, બીજા અને ત્રીજા ફેઝમાં ટ્રાયલની સાથે ચાલી રહ્યું છે. જ્યારે અમે કોરોના વેક્સિન ઉતારીશું તો જે લોકોને વેક્સિન લગાવવામાં આવશે તો તેના ઉપર નજર રાખવામાં આવશે. તેના ઉપર કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ ન થાય. અલગ અલગ ઉંમરના લોકો અને જાતીના લોકોમાં પણ વેક્સિનનો પ્રભાવ જોવાનો રહેશે. વેક્સિનની સુરક્ષાનું પુરી રીતે ધ્યાન રાખવામાં આવશે.

image source

ગરીબ દેશોને પ્રાથમિકતા દેવામાં આવશે

આ અંગે તેણે કહ્યું કે, જે લોકોમાં પહેલાથી ઘણી બિમારી છે. તેમાં સંક્રમણનું જોખમ વધારે છે. તેવામાં અમારી પ્રાથમિકતા વૃદ્ધ અને તેવા લોકોને બચાવવાની રહેશે. કેટલાક લોકોના શરીરમાં ઈન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે. આવા લોકોને વેક્સિનેશન દેવામાં પ્રાથમિકતા રાખવામાં આવશે. તો સમગ્ર દૂનિયામાં વેક્સિન કેવી રીતે વહેચાશે આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે, તેના માટે WHOએ કેટલીક ગાઈડલાઈન્સ બનાવી છે. જેમાં ગરીબ દેશોને પ્રાથમિકતા દેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "કોરોના વેક્સીન ક્યારે આવશે અને ક્યા લોકોને સૌથી પહેલા આપવામાં આવશે, જાણો શું કહ્યું આ વિશે એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel