આને કહેવાય સાચો શિક્ષક, પોતાની દિવ્યાંગ વિદ્યાર્થીની માટે 51મી વખત ચઢી ગયો પહાડ, જાણો હૃદયદ્રાવી કહાની
જીવનમાં એવા બહુ ઓછા લોકો હોય છે જે તમારા સપનાને પણ પોતાના માનીને ચાલે છે. અને હા, જો તમને આવી વ્યક્તિ મળી છે, તો દેખીતી રીતે તમારું સ્વપ્ન જલ્દી જ વાસ્તવિકતામાં ફેરવાશે. જેવું આ વિદ્યાર્થી સાથે બન્યું હતું. મામલો ગ્રીસનો છે. 22 વર્ષીયલ પોતાની દિવ્યાંગ વિદ્યાર્થી માટે રમતવીર Marios Giannakouએ શું કર્યું તે જાણ્યા પછી ઘણા લોકો તેને સલામી કહે છે.
મહિનો સપ્ટેમ્બરનો હતો. જ્યારે Marios Giannakou પહેલી વાર એલેફ્થિઆ ટોસીઉ (બાયોલોજી સ્ટુડન્ટ) ને મળ્યો હતો. આ મીટિંગ દરમિયાન, વિદ્યાર્થીએ તેને કહ્યું હતું કે તે હંમેશાં Mount Olympus ચઢવાની ઇચ્છા રાખે છે. પછી શું… થોડા અઠવાડિયા પછી, મરિઓસે નિર્ણય કર્યો કે તે તેના વિદ્યાર્થીના સ્વપ્નને સાકાર કરશે અને કરી પણ બતાવ્યું.
ત્યારબાદ Marios ઇંસ્ટાગ્રામ પર તેની પર્વત પર ચઢવાની યોજનાનો ખુલાસો કર્યો અને તેના અનુયાયીઓને કહ્યું કે તેનો વિદ્યાર્થી એલેફ્થિરિયા આટલી ઉંચાઇએ પહોંચનાર પ્રથમ દિવ્યાંગ હશે. પછી જ્યારે આરોહણનો સમય આવ્યો ત્યારે તેણે પોતાની પીઠ પર એલેફ્થરીયાને બાંધી લીધી અને જેના માટે મરિઓસે ખાસ એક બેકપેક બનાવ્યું હતું.
5 ઓક્ટોબરની સવારે 9.02 વાગ્યે બંને માઉન્ટ મિતિકાઝ પર પહોંચી ગયાં કે જે માઉન્ટ ઓલિમ્પસનો ઉચ્ચતમ પોઇન્ટ છે. જો કે, તે પહેલાં તેણે 2,400 મીટરની ઉંચાઇએ આરામ કર્યો હતો અને બીજે દિવસે સવારે માઉન્ટિકાસ પર્વતની ઉપરથી 2,918 મીટર ઉપર ચઢ્યા હતા. એવું કહેવામાં આવે છે કે તેણે આ ક્લાઇમ્બ ફક્ત 10 કલાકમાં પૂર્ણ કરી હતી. અહેવાલ મુજબ મારીયોસ તેની કારકિર્દીમાં 50 વખત માઉન્ટ ઓલિમ્પસમાં ચઢ્યો હતો. પરંતુ તેના વિદ્યાર્થી માટે તેણે 51મી વખત પણ એ કરી બતાવ્યું, જેને જાણીને તેના ચાહકો ખૂબ જ ખુશ છે.
ગુજરાતમાં હાલમાં દિવ્યાંગોએ કરી હતી અરજી
ગુજરાત યુનિ.સહિતની રાજ્યની તમામ યુનિ.ઓમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ વિદ્યાર્થઓ વિવિધ કોર્સમાં અભ્યાસ કરે છે ત્યારે દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને તેમાં પણ ખાસ કરીને જેઓને રાઈટરની જરૂર પડે છે કે જેઓ સહાર વગર પરીક્ષા સ્થળ પર આવી શકે તેમ નથી તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી મુશ્કેલ પડે તેમ છે. સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરીક્ષા લેવાનો પરિપત્ર કરાયો છે ત્યારે દિવ્યાંગ વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કઈ રીતે પરીક્ષા આપી શકે ? આ ફરિયાદ સાથે સરકારને રજૂઆત કરવામા આવી હતી.
દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ સરકારને લેખિત રજૂઆત કરવામા આવી હતી કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક કોમન માર્ગદર્શિકા જાહેર કરવામા આવે. ગુજરાત યુનિ.સહિતની રાજ્યની તમામ સરકારી યુનિ.ઓમાં મોટી સંખ્યામાં યુજી-પીજીમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વધુ પ્રમાણમાં શારીરિક અક્ષમતા ધરાવતા વિવિધ કેટેગરીના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરીક્ષા આપવી અઘરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આને કહેવાય સાચો શિક્ષક, પોતાની દિવ્યાંગ વિદ્યાર્થીની માટે 51મી વખત ચઢી ગયો પહાડ, જાણો હૃદયદ્રાવી કહાની"
ટિપ્પણી પોસ્ટ કરો