બોલીવૂડ અને ટીવી સેલેબ્રીટીઝ તેમના ફીટનેસ માટે કરે છે આટલી બધી મહેનત, જોઇ લો એમની વર્ક આઉટ તસવીરો….
બોલીવૂડ અને ટીવી સેલેબ્રીટીઝ તેમની ફીટનેસ માટે જાણીતા છે તો આજે જુઓ તેમની વર્કાઉટ તસ્વીરો
બોલીવૂડમાં એક્ટિંગ ઉપરાંત જો કંઈ મહત્ત્વનું હોય તો તે છે શારીરિક રીતે ફિટ હોવું તે. અભિનેત્રીઓને પોતાનું ચરિત્ર નિભાવવા માટે ફીટ રહેવું ખૂબ જરૂરી છે. તો ચાલો આજે જોઈએ આ દિવાઓની વર્કાઉટ તસ્વીરો અને જાણીએ તેમની ફિટનેસ પાછળનું રહસ્ય
કરીના કપૂર ખાન
કરિના કપૂર ફરી એકવાર માતા બનવા જઈ રહી છે તેણી પોતાના વર્કાઉટ પ્રત્યેના ડેડીકેશન માટે જાણીતી છે. કરિના કપૂર આપણને પણ ફીટનેસ પ્રત્યેના કેટલાક સીરીયસ ગોલ્સ પુરા પાડે છે. તેણીએ કોરોનાવાયરસની મહામારી દરમિયાન પણ પોતાની ફીટનેસને બરકરાર રાખી છે. જે તમે આ તસ્વીરમાં જોઈ શકો છો.
મલાઈકા અરોરા
કરીનાની જેમ મલાઈકા પણ ફીટનેસ ફ્રિક છે. તેણી ખૂબ જ સારી રીતે તેણીને શેઇપમાં રાખી છે. તેણીની આ એરિયલ યોગા કરતી તસ્વીર તમે જોઈ ? તેણી પોતાના યોગા ક્લાસમાં ફુલ બોડી સ્ટ્રેચ કરતી પણ જોવા મળી છે. મલાઈકા નિયમિત પણે જીમમાં જાય છે અને તે પોતાની જાતને ફીટ રાખવા માટે યોગા તેમજ જીમ બન્નેનો સહારો લે છે.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ પોતાના પર્ફેક્ટલી ટોન્ડ બોડી માટે જાણીતી છે. તેણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશી ત્યારથી જ એક ફીટ અભિનેત્રી છે. તેણી પણ અવારનવાર પોતાના ફેન્સ સાથે પોતાની વર્કાઉટ તસ્વીરો શેર કરતી રહે છે.
કેટરિના કૈફ
કેટરીના કૈફ પણ પોતાની વર્કાઉટ તસ્વીર અવારનવાર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરતી રહે છે. અને તેણી બોલીવૂડની સૌથી વધારે ફીટનેસ કોન્શિયલ અભિનેત્રી છે. તેણીને તેના સાથીઓ ડોક્ટર પણ કહે છે. કારણ કે તેણી હંમેશા પોતાના સાથીઓને કોઈને કોઈ ફીટનેસ ટીપ્સ આપતી રહે છે. અને તેણી કોઈ પણ સંજોગોમાં પોતાનું વર્કાઉટ તો ક્યારે પણ મિસ નથી કરતી.
કંગના રનૌત
કંગના રનૌત બોલીવૂડમાં પોતાની એક્ટિંગ માટે જાણીતી છે અને હાલ કંઈક અલગ કારણસર જ તેણી લાઈમ લાઇટમાં છે. જો કે પોતાની સાથી અભિનેત્રીઓ જેમ કંગના પણ એક ફીટનેસ ફ્રીક છે. તેણી પણ અવારનવાર પોતાની વર્કાઉટ તસ્વીરો શેર કરતી જોવા મળી છે. કંગના એક સ્ટ્રીક્ટ ડાયેટ પણ ફોલો કરે છે જેથી કરીને તે પોતાનું ફીગર મેઇનટેઇન કરી શકે.
જેકલીન ફર્નાન્ડીઝ
જેકલીન પણ પોતાના સૂડોળ શરીર માટે જાણીતી છે. તેણીનું વર્કાઉટ સામાન્ય લોકો કરી શકે તેટલું સરળ નથી હોતું. જેકલીનને વિવિધ પ્રકારના વર્કાઉટ સાથે એક્સપરીમેન્ટ કરવા ખૂબ પસંદ છે. તેણી અવારનવાર પોતાના હાથ પોલ ફીટનેસ ટેક્નિક પર પણ અજમાવતી રહે છે અને તેમાં તેણી ખૂબ નિપૂણ પણ છે.
જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂરે થોડા સમય પહેલાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની વર્કાઉટ કરતી તસ્વીરો શેર કરી હતી. તેણી તેમાં પાઇલેટ્સ સેશન કરી રહી હતી. તે વખતે તેણી કેલીફોર્નિયાના કોઈક ફીટનેસ સ્ટુડિયોમાં હતી. તેણી પોતાના ફ્રેન્ડ્સ સાથે પણ વર્કાઉટ કરતી જોવા મળે છે.
મૌની રોય
ટેલિવિઝનથી જાણીતી બનેલી અને હવે ફિલ્મોમાં પ્રવેશેલી મૌની રૉય પણ ફીટનેસ ફ્રીક છે. તેણી અવારનવાર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પોતાની વર્કાઉટ તસ્વીરો શેર કરતી રહે છે.
વાણી કપૂર
વાણી કપૂર પણ એક ફીટનેસ ફ્રીક અભિનેત્રી છે તેણી હેલ્ધી ઇટીંગમાં વિશ્વાસ રાખે છે અને નિયમિત જીમીંગ કરીને તેણી પોતાની બોડીને ફીટ રાખે છે. તેણી પણ પોતાના ફેન્સ સાથે પોતાની વર્કાઉટ તસ્વીર શેર કરતી રહે છે.
સુષ્મિતા સેન
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને બોલીવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન પણ પોતાની ફીટનેસ જાળવવા માટે જીમમાં ખૂબ પરસેવો પાડે છે. તેણી પણ અન્ય અભિનેત્રીઓની જેમ નિમયિત વર્કાઉટ કરે છે અને એક સ્ટ્રીક્ટ ડાયેટ પણ ફોલો કરે છે. તેણી અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની વર્કાઉટ તસ્વીરો તેમજ વિડિયો શેર કરતી રહે છે.
વી.જે બાની
બાની જે. તેણીના મસલ્સ માટે જાણીતી છે. તેણી પણ એક ફીટનેસ ફ્રીક છે. તેણી સ્વસ્થ ખોરાક લેવામાં માને છે અને વર્કાઉટ કરવાનું ક્યારેય ટાળતી નથી. તેણી અવારનવાર પોતાના વર્કાઉટ પ્લાન્સ બદલતી રહે છે. અને પોતાના એબ્સને ટોન કરતી રહે છે.
સારા અલિ ખાન
સારા અલિ ખાન બાબતે આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે તેણી ફિલ્મોમાં આવતા પહેલાં એક મેદસ્વી ટીનએજ ગર્લ હતી. પણ ફિલ્મોમાં પ્રવેશતા પહેલાં તેણીએ પોતાની બધી જ ખરાબ આદતો એટલે કે જંકફૂડ વિગેરે બંધ કરીને વર્કાઉટ અને સ્ટ્રીક્ટ ડાયેટ ફોલો કરીને પોતાના બોડીને ફીટ બનાવ્યું છે અને હવે તેને જાળવી રાખવા માટે તેણી સતત પરિશ્રમ કરતી રહે છે.
સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હા જ્યારે ફિલ્મ દબંગથી સલમાન ખાનની ઓપોઝિટ પ્રવેશી ત્યારે તેણી ભારે શરીર ધરાવતી હતી અને ઘણી બધી ફિલ્મોમાં તેણી તેવી જ દેખાઈ પણ છેલ્લા કેટલાક સમયથી તેણીએ ઘણું બધું વજન ઉતાર્યું છે. અને આમ કરીને તેણીએ ઘણા બધા લોકોને વજન ઘટાડવા માટે ઇન્સ્પાયર કર્યા છે.
સોનમ કપૂર
સોનમ કપૂર પણ ફિલ્મોમાં આવ્યા પહેલાં એક ખાતાપિતા ઘરની દીકરીની જેમ થોડી ગોલુમોલુ હતી. પણ ત્યાર બાદ તેણીએ સતત પોતાની ફીગરને શેપમાં રાખી છે. તેણી પોતાની જાતને ફીટ રાખવા માટે કાર્ડીઓ, ડાન્સ એક્સરસાઇઝ, પાવર યોગા તેમજ સ્વિમિંગ અને સ્ક્વોશ કરે છે.
દીશા પાટની
બોલીવૂડમાં ઘણી ઓછી ફીલ્મો કરનારી પણ પોતાના સૌંદર્ય અને પોતાની ફીટનેસ મટે જાણીતી બનેલી દીશા પટની પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર લાખો ફોલોઅર્સ ધરાવે છે. તેણી અવારનવાર પોતાની વર્કાઉટ તસ્વીરો તેમજ વિડિયો શેર કરતી રહે છે. જો કે તેણી વર્કાઉટ ઉપરાંત ડાન્સને પણ પોતાના શરીરને શેપમા રાખવા માટે મહત્ત્વનું ગણે છે.
યામિ ગૌતમ
યામિ ગૌતમને તમે પેહલીવાર તેના એક્શન પેક્ડ અવતારમાં ફિલ્મ બત્તી ગુલ મિટર ચાલુમાં જોઈ હશે. તેણી પણ અન્ય બોલીવૂડ અભિનેત્રીઓની જેમ ફીટનેસ ફ્રીક છે. તેણી અવારનવાર પોતાની વર્કાઉટ વિડિયો તેમજ તસ્વીરો સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરતી રહે છે.
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ જ્યારે બોલીવૂડમાં પ્રવેશી ત્યારે તેણી એક ટીનેજ ટાઇપ યુવતિ હતી. તેણી ચબી એટલે કે ગોલુમોલુ હતી. પણ એક-બે ફિલ્મો કર્યા બાદ તેણીએ પોતાની ફીગર પર ધ્યાન આપ્યું અને આજે તેણી પણ એક ટોન્ડ ફીગર ધરાવે છે.
માનુષિ ચિલ્લાર
માનુષિ ચિલ્લાર 2017ની મિસ વર્લ્ડ વિજેતા છે. તેણી હજુ સુધી કોઈ ફિલ્મમાં તો નથી આવી પણ તેણી ઘણી પોપ્યુલર પણ બની છે. 17 વર્ષ બાદ તેણીએ ભારતને ફરી એકવાર મિસ વર્લ્ડનો તાજ જીતાડ્યો છે. તેણી પણ એક ફીટનેસ ફ્રીક છે. અને અવારનવાર પોતાની વર્કાઉટ તસ્વીરો તેમજ વિડિયો શેર કરતી રહે છે.
સની લિયોને
સની લિયોને પોતાની ફીટનેસ માટે ખૂબ સજાગ રહે છે. તેણી ક્યારેય પોતાનું વર્કાઉટ સેશન મિસ નથી કરતી. અને ફીટનેસને બરકરાર રાખવા માટે સ્ટ્રીક્ટ ડાયેટ પણ ફોલો કરે છે.
એમિ જેક્સન
એમિ જેક્સન તાજેતરમાં જ માતા બની છે અને તેમ છતાં તેણીએ પોતાનું ફીગર ખૂબ જ મેઇનટેઇન રાખ્યું છે. તેણી અવારનવાર પોતાની વર્કાઉટની તસ્વીરો શેર કરતી રહે છે અને માતા બન્યા બાદ તે પોતાના બેબીની તસ્વીરો પણ શેર કરતી જોવા મળી છે.
હીના ખાન
ટેલીવિઝન ક્ષેત્રે ખૂબ જ સફળતા મેળવ્યા બાદ હીના ખાને ફિલ્મોમાં પણ પ્રવેશ કર્યો છે. જો કે હજુ અહીં તેને ટેલીવિઝન જેટલી સફળતા નથી મળી પણ સોશિયલ મિડિયા પર તેણી હંમેશા છવાયેલી રહે છે. તેણીએ પોતાની અક્ષરા સિંઘાનિયા કે જે પાત્ર તેણીએ પોતાની પ્રથમ ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કેહલાતા હૈમાં ભજવ્યું હતું તેની ઇમેજમાંથી બહાર નીકળવા માટે ખૂબ મહેનત કરી છે.
અદા શર્મા
અદા શર્મા પણ પોતાની સાથી અભિનેત્રીઓની જેમ જ ફીટનેસ ફ્રીક છે.તેણી એક ક્લાસિકલ ડાન્સર પણ છે એક જીમ્નાસ્ટ પણ છે અને એક ક્વીક લર્નર પણ છે. તેણીએ ઇન્ટરનેશનલ મલ્ખમ દિવસ પર મલખમ પર પણ હાથ અજમાવ્યો હતો અને તેમાં સફળ પણ રહી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "બોલીવૂડ અને ટીવી સેલેબ્રીટીઝ તેમના ફીટનેસ માટે કરે છે આટલી બધી મહેનત, જોઇ લો એમની વર્ક આઉટ તસવીરો…."
ટિપ્પણી પોસ્ટ કરો