મનિષાના દોષીઓ હવે ખતરામાં, આ મંત્રીએ કરી જાહેરાત, જે પણ તે લોકોનું માથું વાઢી લાવે એને એક કરોડનું ઈનામ
ઉત્તર પ્રદેશના હાથરસની રહેનારી ગેંગરેપ પીડિતાનું મંગળવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં નિધન થયું હતું. સામૂહિક બળાત્કાર બાદ હરામખોરોએ માત્ર છોકરીની જીભ જ કાભી નાખી એટલું નહીં પણ તેની કરોડરજ્જુ પણ તોડી નાખી હતી. આ લોકોએ હેવાનિયતની બધી મર્યાદાઓ ઓળંગી નાંખી હતી.
મંત્રી સંદીપ વાલ્મીકીએ આ મામલે મોટું નિવેદન આપ્યું
હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે યુપી પોલીસે પીડિતાનો મૃતદેહ પરિવારને સોંપ્યો નહીં અને મોડી રાત્રે તેના અંતિમ સંસ્કાર કરી નાંખ્યા. પીડિતાના મોત બાદ યુપી સરકાર અને યુપી પોલીસના વલણ પર દેશભરમાં આક્રોશ છે. હવે પૂર્વ મંત્રી સંદીપ વાલ્મીકીએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. તેણે જાહેરાત કરી છે કે મનિષા (મૃતક) ના હત્યારાઓનું જે લોકો માઢું વાઢીને આપે એ વ્યક્તિને તે એક કરોડનું ઈનામ આપશે.
માથું વાઢીને લાવે એને 1 કરોડ રૂપિયાનું ઈનામ અને યોદ્ધાનું બિરુદ
સંદિપ વાલ્મિકી આટલું જ બોલીને અટક્યા નહીં. તેમણે વધુમાં કહ્યું કે, ‘જે પણ લોકો આપણી બહેનો પર બળાત્કાર કરે છે, તેનું માથું વાઢીને લાવે એને 1 કરોડ રૂપિયાનું ઈનામ અને યોદ્ધાનું બિરુદ આપશે. અમે આ હત્યારાઓને માફ નહીં કરીએ. હવે લોહીનો બદલો માત્ર લોહી જ હશે. આજે અમે એટલા દુખી છીએ કે આંખોમાંથી આંસુ રોકી નથી શકાતા. સંદીપ વાલ્મીકીએ જણાવ્યું હતું કે પહેલી તારીખે અમે ભારત બંધની ઘોષણા કરી છે. સમગ્ર રાજ્યમાં વ્યવસ્થા બંધ કરાશે. બહેન (મનીષા) ની શાંતિ માટે સાંજે કેન્ડલ માર્ચ પણ કરવામાં આવશે.
રાજધાની દિલ્હીથી આશરે 200 કિલોમીટર દૂર આવેલું છે હાથરસ
ઉલ્લેખનીય છે કે, આ કેસના ચારેય આરોપી જેલમાં છે. પીડિતા દલિત જાતિની હતી, જ્યારે તમામ આરોપીઓ કથિત રીતે ઉચ્ચ જાતિના છે. રાજધાની દિલ્હીથી આશરે 200 કિલોમીટર દૂર હાથરસના એક ગામમાં 20 વર્ષીય પીડિતા પર 14 સપ્ટેમ્બરના રોજ હુમલો થયો હતો. આરોપી તેને તેના દુપટ્ટાથી ખેંચીને ખેતરોમાં લઈ ગયો હતો. તે છોકરી તેના પરિવાર સાથે ઘાસ કાપી રહી હતી.
પોલીસે દબાણ કરીને અંતિમ સંસ્કાર કર્યા
હાથરસમાં પીડિત દીકરીના પરિવારનો આરોપ છે કે પોલીસે દબાણ કરીને અંતિમ સંસ્કાર કર્યા છે જોકે પરિવારજનો છેલ્લીવાર દીકરીને ઘરે લાવવા માંગતા હતા. વિપક્ષ પણ યોગી સરકાર પર આરોપ લગાવી રહ્યું છે એવામાં આક્રોશિત લોકોએ હાથરસમાં પોલીસ પર પથ્થરમારો કર્યો અને તે પોલીસે પણ લોકો પર લાઠીચાર્જ કર્યો હતો.
યોગી આદિત્યાનાથ સાથે પીએમ મોદીએ કરી વાત
યુપીનો હાથરસ દુષ્કર્મ કેસનો વિવાદ વધારે વકરી રહ્યો છે. દેશમાં આક્રોશનો માહોલ છે. જેના પગલે પીએમ મોદીએ સીએમ યોગી સાથે વાત કરી છે. સીએમ યોગીએ કહ્યું કે પીએમએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. હાથરસ ગેંગરેપના મામલે પીએમ મોદીએ સીએમ .યોગી આદિત્યાનાથ સાથે વાત કરી છે. એ બાદે યોગીએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. તેમજ યોગીએ કહ્યું કે દોષિતોને કડક સજા આપવામાં આવશે. યુપીના હાથરસમાં દુષ્કર્મનો મામલે સીએમ યોગીએ હાથરસ કેસની તપાસ માટે SITનું ગઠન કર્યું છે. ગૃહસચિવની અધ્યક્ષતામાં SITનું ગઠન કરવામાં આવ્યું છે. SITમાં દલિત અને મહિલા અધિકારી સામેલ કરાયા છે. તેમજ સીએમ યોગીએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવા કહ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "મનિષાના દોષીઓ હવે ખતરામાં, આ મંત્રીએ કરી જાહેરાત, જે પણ તે લોકોનું માથું વાઢી લાવે એને એક કરોડનું ઈનામ"
ટિપ્પણી પોસ્ટ કરો