શું તમારામાં પણ છે આ વિટામીનની ઉણપ? તો ખાસ ચેતજો કારણકે છે સ્તન કેન્સર થવાનું જોખમ સૌથી વધારે
શરીરના કોઈપણ ભાગમાં કોષોની અનિયંત્રિત વૃદ્ધિ એ કેન્સરનું મોટું કારણ છે.આ કોષો શરીરની જરૂરિયાત મુજબ વહેંચાય છે,પરંતુ જ્યારે તે સતત વધે છે ત્યારે તે કેન્સરનું સ્વરૂપ લે છે.એ જ રીતે,સ્તનના કોષોમાં અનિયંત્રિત વૃદ્ધિ એ સ્તન કેન્સરનું મુખ્ય કારણ છે.કોશિકાઓમાં સતત થતી વૃદ્ધિ ભેગી થઈને એક ગાંઠ બને છે,જેને કેન્સરગ્રસ્ત ગાંઠ કહેવામાં આવે છે.
જો સ્તન કેન્સરના પ્રથમ કે બીજા તબક્કામાં જ ખબર પડી જાય,તો તેની યોગ્ય સમયે સારવાર કરવી શક્ય છે. પરંતુ આ વિશે શોધવાનું પણ તમારી જાગૃતિ પર આધારિત છે.જો તમે કેન્સરના સ્તરથી વાકેફ છો,તો પછી તેના લક્ષણોને ઓળખીને તમે યોગ્ય સમયે સ્તન કેન્સરની સારવાર કરાવી શકો છો.
સ્તન કેન્સરના લક્ષણો –
સ્તનના આકારમાં પરિવર્તન,સ્તનની નીચે ગાંઠ હોવી,સ્તન દબાવવા પર દુખાવો થવો,સ્તનમાંથી પ્રવાહી અથવા સ્ટીકી પદાર્થ સ્ત્રાવ થવો, સ્તનના નિપલનો રંગ લાલ થવો,સ્તનનું સોજી જવું,એ સ્તન કેન્સરનું મુખ્ય કારણ છે,જો તમને આ લક્ષણોમાંથી કોઈપણ લક્ષણો તમારા શરીરમાં દેખાય છે,તો તરત જ તપાસ કરાવવી જરૂરી છે.
આજના સમયમાં ખોટા આહાર અને બદલાયેલી જીવનશૈલીને કારણે આપણું શરીર અનેક પ્રકારના જીવલેણ રોગોનો શિકાર બની રહ્યું છે,આજના સમયમાં મહિલાઓ અને પુરુષો બંનેમાં સ્તન કેન્સરનું જોખમ વધી રહ્યું છે. વિટામિન ડી ના અભાવને કારણે સ્તન કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે.
આ સિવાય તાજેતરના સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે જાડાપણાના કારણે શરીરમાં વધારાની ચરબીનો સંચય પણ સ્તન કેન્સર તરફ દોરી જાય છે પુરુષોની તુલનામાં સ્ત્રીઓમાં વિટામિન ડીની ઉણપ વધુ જોવા મળે છે,જેના કારણે સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું જોખમ વધારે છે.
આપણા શરીરમાં વિટામિન-ડીના અભાવને કારણે શરીરમાં થાક,તાણ,માથું ભારે થવું,માંસપેશીઓ અને હાડકામાં દુખાવો રહે છે.આ લક્ષણોને ઓળખી અને શરીરમાં વિમાની ડીની પૂરતી કરવાથી સ્તન કેન્સરનું જોખમ ટાળી શકાય છે.
સૂર્ય એ વિટામિન-ડીનો મુખ્ય સ્રોત છે,તેથી તમે દરરોજ સવારે હળવા સૂર્યપ્રકાશમાં થોડા સમય રહેવાથી તમારા શરીરમાં વિટામિન-ડીની ઉણપ દૂર કરી શકો છો.આ આપણા શરીરને સ્તન કેન્સરનું જોખમથી બચાવે છે શરીરમાં વિટામિન-ડીની ઉણપને દૂર કરવા માટે,તમારે તમારા આહારમાં વિટામિન ડી ધરાવતો આહાર પણ શામેલ કરવો જોઈએ.
આ માટે તમારે આહારમાં કઠોળ,મશરૂમ્સ અને લીલા શાકભાજી ખાવા જોઈએ.આ આપણા શરીરની પ્રતિરક્ષાને મજબુત બનાવે છે અને આપણા શરીરને અનેક પ્રકારના રોગોથી પણ દૂર રાખે છે.
સ્તન કેન્સરને રોકવાનાં પગલાં:
-કસરત અને યોગ નિયમિત કરો
-મીઠાનો ઉપયોગ વધુ પડતો ન કરો
-માસ-મચ્છીનું સેવન કરવાનું ટાળો
-સૂર્યની તીવ્ર કિરણોની અસરોને ટાળો
-વધુ માત્રામાં ધૂમ્રપાન ન કરો
-સતત ગર્ભનિરોધક ગોળીઓ ખાતા પેહલા ડોક્ટરની સલાહ જરૂરથી લો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શું તમારામાં પણ છે આ વિટામીનની ઉણપ? તો ખાસ ચેતજો કારણકે છે સ્તન કેન્સર થવાનું જોખમ સૌથી વધારે"
ટિપ્પણી પોસ્ટ કરો